: ૧૮ : આત્મધર્મ : ૨૧૧ :
વ્યવહારથી પણ પરનો કર્તા–ભોક્તા કે સ્વામી થઈ શકતો નથી છતાં માને છે. એ જૂઠી માન્યતા છોડે
નહિ ત્યાં સુધી ચૈતન્યચમત્કાર અતીન્દ્રિય જ્ઞાન હું છું એમ જાણી શકતો નથી એટલે કે સ્વાનુભવનો કર્તા થઈ
શકતો નથી.
શરીરમાં સુખ–દુઃખ નથી, એ તો માટી છે, આ આત્મા પોતાને દરેક સમયે ભૂલે છે, તેના ફળમાં દરેક
સમયે એકલો દુઃખી થાય છે. અંતરમાં અતીન્દ્રિય સુખ છે એવી શ્રદ્ધા કરે ત્યારે જ અંશે સુખનો અનુભવ કરી શકે.
લોકો બહારથી ભલું–ભૂંડું થવાનું માને છે પણ તે બહિરાત્મ દ્રષ્ટિ છે. આચાર્યદેવ તો જે મૂળવસ્તુ છે તે
કહે છે. જગતને રાજી કરવું ને જગતથી રાજી થવું એ આ વાત નથી.
જે કોઈ આત્મા સર્વજ્ઞ પરમાત્મા થયા તેને શક્તિરૂપે સર્વજ્ઞતા હતી તેમાંથી પ્રગટ થઈ અને ત્રણકાળ–
ત્રણલોકનું સંપૂર્ણ સ્વરૂપ એક સમયમાં જાણ્યું અને જેવું જાણ્યું એવું વાણીમાં કહ્યું એ રીતે અનંતા સર્વજ્ઞ
પરમાત્મા થઈ ગયા તેમણે પણ અનાદિથી સંસારી પ્રાણી કેમ દુઃખ થઈ રહ્યો છે અને તેમાંથી મુક્ત થવાનો
ઉપાય શું તે કહ્યું છે.
શિષ્યે પૂછયું કે–અમારે દુઃખ જોઈતું નથી છતાં તેનો અંત કેમ દેખાતો નથી? તેને કહે છે કે ભાઈ! તું
દેહથી ભિન્ન આત્મા છો. તારી વસ્તુ સત્ચિદાનંદપણે છે, તેમાથી તું જુદો નથી, એકમેક છો, પણ તેમ નથી
માનતો તેથી તારા ક્ષેત્રે બીજી ચીજોને જોઈને દેહ, દેહની ક્રિયા અને પુણ્ય–પાપની લાગણી સાથે એકતાબુદ્ધિ
કરી રહ્યો છે, તે ભ્રમ છે. વળી મારે લીધે પરનાં કામ થાય અને તેના કારણે મારામાં ફેરફાર થાય એમ બે
દ્રવ્યની એકતાની દ્રષ્ટિથી પરમાં અને વિકારમાં કર્તાપણું માની દુઃખી થઈ રહ્યો છે. કોઈ ઈશ્વર, કર્મ, કાળ,
ક્ષેત્ર સંયોગ તને ભૂલ કરાવે ને દુઃખ દે એવું ત્રણ કાળમાં નથી.
आत्माज्ञानं स्वयंज्ञानं ज्ञानात् अन्यत् करोति किम ।
परभावस्य कर्ता आत्मा मोहोऽयं व्यवहारिणाम् ।। ६२।।
(શ્રી સમયસાર કલશ)
આત્મા જ્ઞાનસ્વરૂપી છે. તેમાં ભેદ આવ્યો. “સ્વયંજ્ઞાન છે” તેમાં અભેદપણું આવ્યું. અરે આત્મા! તું
સદાય જાણનાર–દેખનાર સ્વરૂપે જ છે. તારામાં જ જાણવા–દેખાવાનું પરિણમન થાય છે, તે તારું કાર્ય (કર્મ)
છે, ને તેનો તું કર્તા છે. તેને ભૂલીને હું પરનો કર્તા છું એમ માનવું તે સર્વે દુઃખના મૂળરૂપ ભ્રમણા (મોહ) છે.
જેટલા સંકલ્પ વિકલ્પ ઊઠે,–પુણ્ય–પાપ, શુભ–અશુભ, કામ–ક્રોધ, માનાદિ કે દયા, દાન, વ્રત, પૂજા,
ભક્તિના ભાવ થાય એ બધો રાગદ્વેષરૂપ વિકાર છે, તેનો હું કર્તા છું ને એ મારું કર્તવ્ય છે એવી અજ્ઞાનીની
અનાદિથી કર્તાકર્મની પ્રવૃત્તિ છે.
ભગવાન આત્મા સદાય પોતાના જ્ઞાન–આનંદ સ્વભાવને રાખે છે. તેની બધી શક્તિઓ તેનામાં
એકમેક છે. જેમ કાચા ચણામાં અંદરમાં મીઠાશની શક્તિ ભરી પડી છે તે જ શેકવાથી પ્રગટે છે; તેમ આત્મામાં
પૂર્ણ નિર્મળ જ્ઞાનાનંદ સ્વભાવ સદાય ભર્યો પડ્યો છે પણ વર્તમાન ભૂલના કારણે પુણ્ય–પાપની વિકૃતદશા છે
તે કચાશ છે. તેને પોતાનું સ્વરૂપ માનવાથી, (તેનો કર્તા કર્મ સંબંધ માનવાથી) જ્ઞાનાનંદથી વિપરીત એવી
દુઃખદશાનો આકુળતાનો સ્વાદ લઈ રહ્યો છે; અને તે દુઃખને અજ્ઞાની સુખ માની રહ્યો છે.
પરવસ્તુમાં આત્માનો સ્વાદ નથી મેસુબ, ગુલાબજાંબુ વગેરે મોઢામાં મૂકે ત્યાં કલ્પના કરી રાખે છે કે
બહુ સરસ; પણ ગળા નીચે ઉતારવા પહેલાં, મોઢા સામે અરીસો રાખી તે લોચાને જુએ તો કૂતરાએ વમન
કરેલી એઠ જેવું જ લાગે; પણ સ્વાદની લોલુપતા આડે આકુળતામાં દુઃખ માનતો નથી. આત્મા અતીન્દ્રિય
આનંદવાળો છે, તેમાં જડ વસ્તુનો સ્વાદ કદી આવતો નથી.
જેમ કાચો ચણો વાવ્યો ઊગે છે; અને ખાતાં સ્વાદ આવે નહિ. પણ શેકી નાખો તો વાવ્યો ઊગે નહિ