: ૨૨ : આત્મધર્મ : ૨૧૧
સાચી જિજ્ઞાસા અને અભ્યાસ વડે
આત્માની ઓળખાણ કરવી
(જામનગરમાં સમયસાર કર્તાકર્મ અધિકાર ગાથા ૭૧–૭ર ઉપર પૂજ્ય ગુરુદેવનું પ્રવચન)
(મહાસુદ ૬ સંવત ૨૦૧૭, તા. ૨૨–૧–૬૧)
શુભાશુભ ભાવનું સ્વામિત્વ છે તે ભ્રાન્તિ છે, જ્ઞાન થતાં જ
ભ્રાન્તિ ટળી જાય છે જેમ જળમાં સેવાળ છે તે મેલ છે, તેમ
આત્માની વર્તમાનદશામાં જે શુભાશુભભાવ છે તે મેલ છે,
અનાત્મા છે, આત્મભાવ નથી. હું તો અરાગી પરમેશ્વરપદનો
ધારક ત્રણેકાળે જ્ઞાનસ્વભાવી છું, રાગાદિ મારું કર્તવ્ય નથી,–આમ
સાચી જિજ્ઞાસા અને અભ્યાસવડે આત્માની ઓળખાણ કરે તો
સાચા સુખનો અનુભવ થાય...
આત્મા અનાદિનો છે, તેનું જ્ઞાન જીવે એક સમય પણ કર્યું નથી. પુણ્ય–પાપ વિકાર તેની વર્તમાન
અવસ્થામાં થાય છે, તે એક ક્ષણનો સંસારભાવ છે; ઊંધા પુરુષાર્થથી જીવ કરે છે તો તે થાય છે, ત્રિકાળી
નિર્મળ સ્વભાવની દ્રષ્ટિ અને સ્થિરતા જીવ કરે તો તે (અનિત્ય હોવાથી) ટળી શકે છે.
શિષ્યે પૂછ્યું હતું કે પ્રભુ! આ અજ્ઞાનમય કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ કેમ થાય? તેનાં ઉત્તર રૂપે
ગા. ૭૧ માં કહ્યું કે જીવ જ્યારે સાચા પુરુષાર્થવડે સ્વસન્મુખ થાય એટલે કે ત્રિકાળી જ્ઞાયક સ્વભાવી
આત્માના અને મિથ્યાત્વ રાગાદિ આસ્રવોના તફાવતને જાણે ત્યારે તેને બંધન થતું નથી. ત્રિકાળી જ્ઞાનસ્વ–