વૈશાખ : ૨૪૮૭ : ૭ :
વર્ષ અઢારમું : અંંક ૭ મો સંપાદક : રામજી માણેકચંદ દોશી વૈશાખ : ૨૪૮૭
અજ્ઞાનું જ્ઞાન રૂપે પલટવું
‘અજ્ઞાન દશામાં આત્મા સ્વરૂપને ભૂલીને રાગદ્વેષમાં વર્તતો હતો,
પરદ્રવ્યની ક્રિયાનો કર્તા થયો હતો; હું પરની ક્રિયાનો કર્તા છું અને પર મારી
ક્રિયા કરી શકે છે એમ માનતો હતો, હું ક્રિયાના ફળનો ભોગવનારો છું એમ
માનતો હતો–ઈત્યાદિ ભાવો કરતો હતો; પરંતુ હવે જ્ઞાનદશામાં તે ભાવો કાંઈ જ
નથી એમ અનુભવાય છે.’–આવા અર્થનું કાવ્ય શ્રી અમૃતચંદ્રાચાર્ય દેવ કહે છે:–
(શાર્દૂલ વિક્રીડિત)
यस्माद् द्वैतमभूत्पुरा स्वपरयोर्भूतं यतोऽत्रान्तरं
रागद्वेष परिग्रहे सति यतो जातं क्रिया कारकैः ।
भुंजाना च यतोऽनु भूतिरखिलं खिन्नाक्रियायाः फलं ।
तद्विज्ञानघनौधमग्नमधुना किंचिन्न किंचित्किल ।। २७७।।
અર્થ–જેનાથી (અજ્ઞાનથી) પ્રથમ પોતાનું અને પરનું દ્વૈત થયું
(અર્થાત્ પોતાના અને પરના સેળભેળપણારૂપ ભાવ થયો), દ્વૈતપણું થતાં
જેનાથી સ્વરૂપમાં અંતર પડ્યું (અર્થાત્ બંધ પર્યાય જ પોતારૂપ જણાયો),
સ્વરૂપમાં અંતર પડતાં જેનાથી રાગદ્વેષનું ગ્રહણ થયું, રાગદ્વેષનું ગ્રહણ થતાં
જેનાથી ક્રિયાના કારકો ઉત્પન્ન થયા (અર્થાત્ ક્રિયા અને કર્તા–કર્મ આદિ
કારકોનો ભેદ પડ્યો), કારકો ઉત્પન્ન થતાં જેનાથી અનુભૂતિ ક્રિયાના
(રાગની ક્રિયાના, કર્મ ચેતનાના) સમસ્ત ફળને ભોગવતી થકી ખિન્ન થઈ (–
ખેદ પામી), તે અજ્ઞાન હવે (–સ્વસન્મુખ થતાં) વિજ્ઞાનઘનના ઓઘમાં મગ્ન
થયું (અર્થાત્ જ્ઞાનરૂપે પરિણમ્યું) તેથી હવે તે બધું ખરેખર કાંઈ જ નથી.