દ્વિ. જેઠ : ૨૪૮૭ : ૯ :
પરંતુ એના સિવાય નિશ્ચયનયના અશુદ્ધનિશ્ચયનય આદિ જેટલા પ્રકાર શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યા છે તે
બધા એકી સાથે એ વિશેષતાઓ સહિત દ્રષ્ટિગોચર થતા નથી, કેમકે તેઓ એક દ્રવ્યના આશ્રયે પ્રવૃત્ત હોવા
છતાં પણ કોઈ ને કોઈ પ્રકારે ભેદનું કે ઉપાધિ સહિત વસ્તુનું જ કથન કરે છે, માટે તેઓ ભેદ કથન અથવા
ઉપાધિસહિત દ્રવ્ય કથનની મુખ્યતાથી વ્યવહારનયની મર્યાદામાં આવી જાય છે.
૮૪. શ્રી જયસેનાચાર્યદેવે અશુદ્ધનિશ્ચયનય શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ વ્યવહાર જ છે એમ જે કહ્યું છે
તે આ જ અભિપ્રાયથી કહ્યું છે. જેમ પરસંગ્રહનય સિવાય અપરસંગ્રહનયના જેટલા અવાન્તરભેદ (પેટાભેદ)
સંભવ છે તેઓ સ્વયં એક અપેક્ષાથી અભેદનું કથન કરવાવાળા હોવા છતાં બીજી અપેક્ષાથી ભેદનું જ કથન
કરે છે, માટે તેઓ વ્યવહારનયના ભેદોમાં અન્તરભૂત થઈ જાય છે. (–સમાઈ જાય છે) એ જ પ્રકારે
શુદ્ધનિશ્ચયનય સિવાય નિશ્ચયનયના અન્ય જેટલા પ્રકાર (ભેદ) બતાવવામાં આવ્યા છે એ બધાયનો
વ્યવહારનયના પેટાભેદોમાં સમાવેશ થઈ જાય છે. આ ઉક્ત કથનનું તાત્પર્ય છે.
૮પ. પંચાધ્યાયીમાં નિશ્ચયનય એક જ પ્રકારનો છે એ સિદ્ધ કરવા માટે જે નિશ્ચયનયના બે ભેદ
માનવાવાળાને મિથ્યાદ્રષ્ટિ કહ્યા છે તે આ જ અભિપ્રાયથી કહેલ છે, કે દ્રવ્યના ત્રિકાળી ધ્રુવભાવમાં વસ્તુત:
(ખરેખર) કોઈ પ્રકારનો ભેદ કરવો સંભવ નથી અને જે ગુણભેદ અથવા પર્યાયભેદથી વસ્તુને ગ્રહણ કરે છે
તેને દ્રવ્યાર્થિકનય માની શકાય નહિ. પંચાધ્યાયીનું તે વચન આ પ્રકારે છે;– (ક્રમશ:)
(નિશ્ચય–વ્યવહાર મીમાંસા પૃ. ૨૨પ)
य
લોભવડે જેનું ચિત્ત વ્યાપ્ત થયું હોય તેને ત્રણલોકનું રાજ્ય
મળે તો પણ તૃપ્તિ થાય નહિ, સુખ પામે નહિ અને ભેદવિજ્ઞાની
લોભ રહિત સંતોષી જીવ દરિદ્ર–ધન રહિત છે તો પણ નિર્વાણ જે
સુખ તેને પ્રાપ્ત થાય છે,
(૧૩૯૩, ભ. આરાધના)
સર્વ પ્રકારનાં પુદ્ગલદ્રવ્ય અનંતવાર આહાર–શરીર–
ઈન્દ્રિયરૂપ થયાં ને ભોગવ્યાં. અને અનંતવાર છોડ્યાં; એવા સર્વ
પુદ્ગલનો સંયોગ–વિયોગ સ્વભાવ છે, તેનાં ગ્રહણ–ત્યાગમાં શું
વિસ્મય છે?
શુભરૂપ અને અશુભરૂપ (સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને
શબ્દ) જીવને કિંચિત્ પણ સુખ–દુઃખ કરતાં નથી, મોહી થઈ તેને
દેખી તેને ઠીક અઠીક માનનાર પોતાના સંકલ્પ વિશેષથી સુખી
દુઃખી થાય છે.