: ૧૦ : આત્મધર્મ : ૨૧૨
સાંસારિક કાર્યોને પહેલો અને ધર્મનો છેલ્લો
નંબર આપે તો –
તારો નંબર દુર્ગતિમાં જ છે
(જામનગરમાં પદ્મનન્દિ પંચવિંશતિના દાન અધિકાર ઉપર પૂજ્ય ગુરુદેવનું પ્રવચન)
તા. ૨૨–૧–૬૧
આજે પાર્શ્વનાથ પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે. સંપૂર્ણ વીતરાગ થાય
તે સંપૂર્ણ પ્રકારે એક સમયમાં સર્વના જ્ઞાતા–સર્વજ્ઞ થાય તેમણે પ્રથમ વીતરાગી દ્રષ્ટિ પ્રગટ કરી અને પછી
વીતરાગી સ્થિરતારૂપ ચારિત્રદશા આત્મામાં પ્રગટ કરી તેથી સર્વજ્ઞપદ–કેવળજ્ઞાન પ્રગટ થયું.
નિશ્ચય સમ્યગ્દર્શન સહિત મુનિપદ પૂર્વક અંતરમાં પૂર્ણએકાગ્રતા (પૂર્ણ મોક્ષમાર્ગ) થતાં પૂર્ણ જ્ઞાન
પ્રગટ થયું તેમણે જગતને શું બોધ દીધો તે કુન્દકુન્દાદિ આચાર્ય કહી ગયા છે. ૧૮ દોષ રહિત અર્હન્ત
પરમાત્માને સર્વજ્ઞ કહેવાય છે. અર્હન્તપદ કોઈ રાજાનું નામ નથી, પણ શ્રી એટલે અંતરંગમાં શુદ્ધતા થતાં
પ્રગટ થતી કેવળજ્ઞાનરૂપી આત્મલક્ષ્મીને શ્રી કહેવામાં આવે છે. અને તે દશા જેણે પ્રાપ્ત કરી છે તેમને અર્હન્ત
કહેવામાં આવે છે.
મોટી પદવીવાળાને તો જગત ઓળખે છે, પણ અંતરમાં સંયોગ અને વિકારથી નિરપેક્ષ પૂર્ણ શક્તિનો
ભરોંસો અને પૂર્ણ સ્થિરતા–વીતરાગતાવડે પૂર્ણ સર્વજ્ઞદશા પ્રગટ થાય છે તેની ઓળખાણ જગતને નથી.
આચાર્યે દ્રષ્ટાન્ત કહેલ છે કે આકાશમાં ઊડતા બગલાની સંખ્યા નક્કી કરવા માટે જેમ જન્માંધ પુરુષ
કોઈ દેખતાની સાથે હોડ બકે, તેમ અજ્ઞાની મોક્ષમાર્ગ આમ હોય, સર્વજ્ઞ નથી, એમ વ્યર્થ હોડ બકે છે.
શાસ્ત્રના અર્થ પોતાને ગોઠે તેમ કરે તો મૂળ વસ્તુ સમજાય નહિ. એક જન્માંધને જમતીવેળા કોઈએ
પૂછ્યું કે દૂધ આપું? તો કહે કે દૂધ કેવું હોય? જવાબ આપ્યો કે ધોળું. ધોળું કેવું? તો કહે કે બગલાની પાંખ
જેવું. વળી પૂછ્યું કે પાંખ કેવી? તો હાથથી આકારની સંજ્ઞા બતાવી. ત્યારે અંધ કહે છે કે અરે! એ ચીજ ભાત
સાથે કેમ ખવાય? જેમ તેને રંગને બદલે આકાર ઉપર લક્ષ ચાલ્યું ગયું તેમ મૂળ વસ્તુને નહિ જાણનારા
આંધળા જેવા છે.
અહીં ન્યાયથી નક્કી કરી શકાય છે કે–કોઈને