: ૮ : આત્મધર્મ : ૨૧૨
સુધી શુદ્ધ આત્માની અનુભૂતિ થતી નથી. પરંતુ બન્ને નયોના વિષયને જાણીને જ્યારે આ આત્મા શુદ્ધનયના
વિષયનો આશ્રય કરી નિર્વિકલ્પનયરૂપે પરિણમે છે ત્યારે એક માત્ર શુદ્ધાનુભૂતિ જ બાકી રહે છે (બચે છે.)
બીજા બધા વિકલ્પ સહજ (એની મેળે) પલાયમાન થઈ જાય છે.
૭૮. પ્રમાણની જેમ નય પણ બે પ્રકારના છે એનું વર્ણન નયચક્ર પૃ. ૬૬ માં એક ગાથા ઉદ્ધૃત કરીને
કરવામાં આવ્યું છે કે :–
“सवियप्पं णिव्वियप्पं पमाणरुवं जिणेहि णिद्रिढ्ढं ।
तहर्विह णया वि भणिया सवियप्पाणिव्वियप्पा वी ।।
જિનદેવે સવિકલ્પ અને નિર્વિકલ્પના ભેદથી પ્રમાણ બે પ્રકારના કહ્યા છે તથા તે જ પ્રકારે સવિકલ્પ
અને નિર્વિકલ્પના ભેદથી નય પણ બે પ્રકારના કહ્યા છે.
૮૦. આ રીતે શુદ્ધાનુભૂતિના કાળમાં આત્માને સવિકલ્પ નયોથી અતિક્રાન્ત થઈ જવા છતાં પણ
નિશ્ચયનયના વિષયનો આશ્રય કઈ રીતે બની રહે છે એ સ્પષ્ટ થઈ જાય છે.
૮૧. અ. આ પરમભાવગ્રાહી નિશ્ચયનય છે. એના વિના નિશ્ચયનયના જેટલા ભેદ શાસ્ત્રોમાં બતાવ્યા
છે તેઓ બધાય વ્યવહારનયમાં જ સમાઈ જાય છે. ઉદાહરણ માટે સમયસાર ગાથા ૮૩ માં કહ્યું છે કે આત્મા
આત્માને જ કરે છે અને આત્મા આત્માને જ ભોગવે છે તો એ કથન પરથી ભેદજ્ઞાન કરાવવા માટે કરવામાં
આવ્યું છે. તેથી તે પર્યાયાર્થિકરૂપનિશ્ચયનય છે. તાત્પર્ય એ છે કે એ ઠેકાણે પર્યાયના કથનની મુખ્યતા
હોવાથી દ્રવ્યમાં ભેદ–વ્યવહારની પ્રસિદ્ધિ થઈ છે. માટે તેને વ્યવહારનયનો વિષય જ જાણવો જોઈએ.
૮૧. સમયસાર કળશ ૬૨ માં જે એમ કહેવામાં આવ્યું છે કે,–આત્મા જ્ઞાન છે, તે સ્વયંજ્ઞાન છે, તે
જ્ઞાન સિવાય બીજું શું કરે? તો એમાં પણ પર્યાયના કથનની મુખ્યતા હોવાથી તેને પણ વ્યવહારનયનો
વિષય જાણવો જોઈએ.
આ પ્રકારે અન્યત્ર જ્યાં કોઈ ઠેકાણે એક દ્રવ્યના આશ્રયે પર્યાયનું કથન કરીને તેને નિશ્ચયનયનો
વિષય કહ્યો પણ હોય તો તે નિશ્ચયનય ભૂતાર્થને સ્વીકાર કરે છે એ અભિપ્રાયને ધ્યાનમાં રાખીને જ કહ્યું છે.
પરંતુ પરમભાવગ્રાહક નિશ્ચયનયના વિષયભૂત ભૂતાર્થમાં અને આ ભૂતાર્થમાં મૌલિક (મૂળ સંબંધી) ભેદ છે
જેનું સ્પષ્ટીકરણ અમે પહેલાં જ કરી દીધું છે.
૮ર. તાત્પર્ય એ છે કે શુદ્ધનિશ્ચયનય સિવાય નિશ્ચયનયના બીજા જેટલા ભેદ–પ્રભેદ શાસ્ત્રોમાં
દ્રષ્ટિગોચર થાય છે તેઓ સર્વ વિશેષણયુક્ત વસ્તુનું વિવેચન કરવાવાળા હોવાથી વ્યવહારનય જ જાણવા
જોઈએ. આ વાતને ધ્યાનમાં રાખીને શ્રી જયસેનાચાર્યે સમયસાર ગા. ૧૦૨ ની ટીકામાં આ વચન કહ્યું છે:–
“अज्ञानी जीवोऽशुद्धनिश्चयनयेन ×××”
અજ્ઞાની જીવ અશુદ્ધ ઉપાદાનરૂપ અશુદ્ધનિશ્ચયનયથી મિથ્યાત્વ અને રાગાદિભાવોનો જ કર્તા છે,
દ્રવ્યકર્મનો કર્તા નથી. તે અશુદ્ધનિશ્ચયનય જો કે ‘દ્રવ્યકર્મનો કર્તા જીવ છે’ તેને (એવા કથનને) સ્વીકાર
કરવાવાળા અસદ્ભૂતવ્યવહારની અપેક્ષાએ નિશ્ચય સંજ્ઞા પામે છે તો પણ શુદ્ધનિશ્ચયનયની અપેક્ષાએ તે
વ્યવહાર જ છે.
૮૩. નિશ્ચયનયના કથનમાં ત્રણ વિશેષતાઓ હોય છે. (૧) તે અભેદગ્રાહી હોય છે, (૨) તે એક
દ્રવ્યના આશ્રયે પ્રવૃત્ત થાય છે. અને (૩) તે વિશેષણ રહિત હોય છે. પરંતુ વ્યવહારનયનું કથન તેનાથી
ઉલટું હોય છે. હવે જો આ દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને વિચાર કરીએ તો શુદ્ધનિશ્ચયનય જ એક માત્ર નિશ્ચયનય
ઠરે છે, કેમ કે તેના વિષયમાં ગુણ–પર્યાયરૂપથી કોઈ પ્રકારનો ભેદ પરિલક્ષિત (લક્ષણદ્વારા જણાયેલ) ન
હોવાથી તે માત્ર દ્રવ્યના આશ્રયે પ્રવૃત્ત થાય છે.