Atmadharma magazine - Ank 212
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 8 of 21

background image
દ્વિ. જેઠ : ૨૪૮૭ : :
લેવાથી જ તેને ધીરે ધીરે તદ્રૂપ અવસ્થા પ્રગટ થાય છે.
૭૪. આ જ ભાવને ધ્યાનમાં રાખીને શ્રી કુન્દકુન્દાચાર્ય સમયસાર ગાથા ૧૮૬ માં પણ કહે છે કે –
“જે આત્માને શુદ્ધ જાણે છે (અનુભવે છે) તે શુદ્ધ જ આત્માને પ્રાપ્ત કરે છે અને જે તેને અશુદ્ધ જાણે
આની પુષ્ટિ કરતાં શ્રી અમૃતચંદ્રાચાર્ય કળશ નં. ૧૨૨ માં કહે છે કે :–
इदमेव तात्पर्य हेयो शुद्धनयो नहि
नास्तिबन्धस्तद त्यागात्तत्यागाद्वं ध एव हि ।। १२२।।
“અહીં એ જ તાત્પર્ય છે કે શુદ્ધનય હેય (–ત્યાગવા યોગ્ય) નથી; કારણ કે તેના અત્યાગથી બંધ થતો
નથી અને તેના ત્યાગથી બંધ થાય જ છે” ૧૨૨,
૭પ. માટે શ્રી કુન્દકુન્દાચાર્યે જ્યાં એમ કહ્યું છે કે કર્મ જીવમાં બદ્ધ છે અથવા અબદ્ધ છે તેને એક એક
નયનો પક્ષ જાણો. ત્યાં તેમનું એ રીતે કથન કરવાનો અભિપ્રાય બન્ને નયોના વિષયનું જ્ઞાન કરાવી અને તે
સંબંધી થતા વિકલ્પ (રાગ) ને છોડાવી પોતાના ધ્રુવ સ્વભાવ તરફ ઝુકાવવાનો રહ્યો છે, કેમકે તેઓ સારી
રીતે જાણતા હતા કે જે એમ માને છે કે હું કર્મથી સર્વથા અબદ્ધ છું તેને કરવા માટે કાંઈ બાકી રહેતું નથી.
સાથે જ તેઓ એ પણ સારી રીતે જાણતા હતા કે જે એમ માને છે કે હું કર્મથી સર્વથા બદ્ધ છું તે પ્રયત્ન કરવા
છતાં પણ કર્મથી ત્રણ કાળમાં મુક્ત થઈ શકતો નથી. માટે તેમણે એકાન્તના આગ્રહ સહિત બન્ને નયોના
વિકલ્પ છોડાવી નિર્વિકલ્પ થવા માટે ઉક્ત વચન કહ્યાં છે તેમાં સંદેહ નથી.
કેમકે એમ થયા વિના અનાદિ કાળથી ચાલી આવતી રાગની કર્તાપણાની બુદ્ધિ છૂટી શકતી નથી.
પરંતુ આ પ્રકારે અનેકાન્તમાર્ગનો અનુસરણ કરનારો થઈને પણ સાધક હેયરૂપ વ્યવહારનયનો આશ્રય ન
લેતાં, ઉપાદેયરૂપ નિશ્ચયનયનો જ આશ્રય લે છે, કેમકે મોક્ષરૂપ પ્રયોજનની સિદ્ધિ માટે જે સર્વથા હેય (–
છોડવા યોગ્ય) છે તે આશ્રય કરવા યોગ્ય હોઈ શકે નહિ. અને જે સર્વથા ઉપાદેય છે તેનો આશ્રય લીધા
વિના ઈષ્ટ પ્રયોજનની સિદ્ધિ થઈ શકતી નથી.
૭૬. અધ્યાત્મશાસ્ત્રોમાં ‘હું રાગી છું, દ્વેષી છું’ ઈત્યાદિરૂપ પ્રતીતિથી મુક્ત કરાવી ‘હું એક છું. નિત્ય
છું, શુદ્ધ છું, જ્ઞાયકભાવ છું’ ઈત્યાદિરૂપે પ્રતીતિ સર્વત્ર આ જ અભિપ્રાયથી કરાવવામાં આવી છે. બન્ને નયોના
વિષયને જાણવા તે જુદી વાત છે અને જાણીને વ્યવહારનયના વિષયમાં હેયબુદ્ધિ કરવી અને નિશ્ચયનયના
વિષયમાં ઉપાદેયબુદ્ધિ કરી તેનો આશ્રય લઈ તન્મય થવું તે જુદી વાત છે. પક્ષાતિક્રાન્ત થવાનું પણ આ જ
તાત્પર્ય છે. એ જ કારણ છે કે શ્રી કુન્દકુન્દાચાર્યે એક તરફ તો સાધક જીવને નયપક્ષના રાગને ત્યાગવાનો
ઉપદેશ આપ્યો છે અને બીજી તરફ નિશ્ચયરત્નત્રયની પ્રાપ્તિ માટે નિશ્ચયનયના વિષયનો આશ્રય લેવાનો
ઉપદેશ આપ્યો છે. આ પ્રકારે પક્ષાતિક્રાન્ત થવા માટે વ્યવહારનય કેમ હેય છે અને નિશ્ચયનય કેમ ઉપાદેય છે
એ સ્પષ્ટ થઈ જાય છે.
૭૭. અહીં એટલું વિશેષ જાણવું જોઈએ કે સવિકલ્પ અને નિર્વિકલ્પના ભેદથી નય બે પ્રકારના છે.
સમયસાર ગાથા ૧૪૨ તથા ૧૪૩માં સવિકલ્પનયને છોડવાનો ઉપદેશ દઈને નિર્વિકલ્પનયનો આશ્રય લેવાની
વાત કહેવામાં આવી છે, અને તે જ સમયસાર ગાથા ૧૧, ૧૨ તથા ૧૪ માં આત્માની કેવી અનુભૂતિ થવાથી
નિર્વિકલ્પનયનો આશ્રય થાય છે તેનું વર્ણન કરવામાં આવેલ છે.
૭૮. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી આ આત્મા, વ્યવહારનયથી આત્મા આવો છે અને નિશ્ચયનયથી
આત્મા આવો છે એવા વિકલ્પોમાં ફસાતો રહે છે ત્યાં