ખરચ્યે ખૂટે નહિ. પણ પુણ્ય ખૂટે તો જ ખૂટે; ન ખરચે તો પણ પુણ્ય ખૂટતાં લક્ષ્મી ચાલી જાય છે. જેમ
કૂવામાં પાણીનો પ્રવાહ છે તેમાંથી ગમે તેટલું પાણી બહાર ખેંચે તો પણ ખૂટે નહિ, તેમ ભગવાન આત્મામાં
બેહદ જ્ઞાનઆનંદનો અક્ષય ભંડાર ભર્યો છે. તેમાં એકાગ્રતા કરતાં જ્ઞાન–આનંદ પ્રગટે છે. પણ તેને ભૂલે તો
રાગ–ઈચ્છાનો પ્રયત્ન કર્યા કરે. મંદકષાય કરે છતાં સાચો આનંદ હાથ ન આવે. પણ સર્વ પ્રકારના રાગથી
પાર અક્ષયચિદાનંદ સ્વભાવ ધ્રુવ છે તેમાં અંતરદ્રષ્ટિ દઈને એકાગ્રતા કરે તો ચૈતન્યસાગર ઊછળે છે.
એકવાર કરેડિયા કરી અંદર ભૂસ્કો માર, ચૈતન્યપ્રભુને દ્રષ્ટિમાં લઈ, પુણ્યાદિ વિકારની રુચિ છોડી અંદરમાં
દેખ, તો સદાય પરમાનંદ શાન્તિનો સાગર પોતે જ છે.