Atmadharma magazine - Ank 212
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
દ્વિ. જેઠ : ૨૪૮૭ : ૧પ :
મરી ગયો અને એવા તો અનંતા જીવ મનુષ્યત્વને ગુમાવી ચાલ્યા ગયા; પાઈ પણ સાથે ન આવી. જે મનુષ્ય
પાસે લક્ષ્મી છે છતાં દાનમાં દેતો નથી. શરીર મનુષ્યનું મળ્‌યું છતાં ઈન્દ્રિયોને વશ કરીને બ્રહ્મચર્ય આદિ સંયમ
પાળતો નથી, ભણ્યો–ગણ્યો પણ કષાયની અગ્નિ મંદ પાડે નહિ, ત્યાગી વ્રતી થાય ને કલેશીપણું છોડે નહિ તો
તેનું બધું વ્યર્થ છે. ઘણાં શાસ્ત્રો ભણ્યો હોય પણ આત્મા તરફ દ્રષ્ટિ ન રાખે, શાન્તિ પ્રગટ ન કરે તો તેનું
ભણેલું બધું વ્યર્થ છે.
અત્યારે તો નાસ્તિકતાનો પ્રચાર વધ્યો છે; ત્યાં મંદિર–ભગવાન વીતરાગદેવની મૂર્તિ અને તેના
દર્શનની ભાવના કોણ કરે? સહેજે વિના કષ્ટે ધર્મશ્રવણનો યોગ મળી જતો હોય તો ઘરે તથા દુકાને પૂછે કે
હવે મારે લાયક અહીં કામ બાકી નથીને તો ધર્મ સાંભળવા જાઉં એમ ધર્મનો નંબર છેલ્લો રાખવા માગે છે.
સંસારમાં રખડવાની રુચિને પ્રથમ નંબર અને ધર્મ છેલ્લા નંબરમાં તો તારો નંબર દુર્ગતિમાં જ છે. માટે
આચાર્યદેવ કરુણા લાવીને કહે છે કે ગૃહસ્થદશામાં પાપથી બચવા માટે દિન–દિન (હંમેશા) દાન કર, ખાસ
પુરુષાર્થ લાવીને ધર્મમાં લાગ. સ્થિર ન રહી શકે ત્યાં સુધી દેવપૂજા, ગુરુજનોની સેવા, વિનય, સ્વાધ્યાય,
સંયમ અને ઈચ્છા–નિરોધરૂપ તપ તથા દાનની પ્રવૃત્તિ ગૃહસ્થધર્મમાં મુખ્ય હોય જ છે. જો તે નથી તો તેનું
ગૃહસ્થજીવન વ્યર્થ છે.
ભગવાન અમૃતચંદ્રાચાર્ય સમયસાર ગા. ૧૪ કળશ નં. ૧૨ માં
પણ કહે છે કે શુદ્ધનયને મુખ્ય કરી આવો અનુભવ કર્યે આત્મદેવ પ્રગટ
પ્રતિભાસમાન થાય છે:–
भूतं भांतमभूतमेव रभसान्निर्भिद्य बंधं सुधी
र्यद्यंतः किल कोऽप्पहो कलयति व्याहत्य मोहं हठात् ।
आत्मात्मानुभवैकगम्बमहिमा व्यक्ततोऽयमास्ते ध्रुवं
नित्यं कर्मफलं कपंकविफलो देवः स्वयं शाश्वतः ।। १२।।
અર્થ :– જો કોઈ સુબુદ્ધિ (સમ્યગ્દ્રષ્ટિ) ભૂત, વર્તમાન અને ભાવિ
એવા ત્રણે કાળનાં કર્મોના બંધને પોતાના આત્માથી તત્કાળ–શીઘ્ર ભિન્ન
કરીને તથા તે કર્મના ઉદયના નિમિત્તથી થએલ મિથ્યાત્વ (અજ્ઞાન) ને
પોતાના બળથી (પુરુષાર્થથી) રોકીને અથવા નાશ કરીને અંતરંગમાં
અભ્યાસ કરે–દેખે તો આ આત્મા પોતાના અનુભવથી જ જાણવાયોગ્ય
જેનો પ્રગટ મહિમા છે એવો વ્યક્ત (અનુભવ ગોચર) નિશ્ચલ, શાશ્વત,
નિત્ય કર્મકલંક–કાદવથી રહિત–એવો પોતે સ્તુતિ કરવાયોગ્ય દેવ
વિરાજમાન છે. ભાવાર્થ–શુદ્ધનયની દ્રષ્ટિથી જોવામાં આવે તો સર્વ
કર્મોથી રહિત ચૈતન્યમાત્રદેવ અવિનાશી આત્મા અંતરંગમાં પોતે વિરાજી
રહ્યો છે. આ પ્રાણી–પર્યાયબુદ્ધિ બહિરાત્મા તેને બરાર ઢૂંઢે છે તે મોટું
અજ્ઞાન છે. ૧૨.