Atmadharma magazine - Ank 212
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
દ્વિ. જેઠ : ૨૪૮૭ : ૧૭ :
પરમાત્મા સમાન છે પણ વર્તમાન દશામાં તેના દોષનો–અપલક્ષણનો પાર નથી.
કોઈ કોઈની દશાને ફેરવી ન શકે. સર્વજ્ઞ પરમાત્મા થયા તેઓ એક સમયમાં ત્રણકાળ ત્રણલોકના
સર્વ પદાર્થોને એક સાથે જાણે પણ કોઈની અવસ્થાને જરાય બદલાવી ન શકે. આંખ પણ ન હલે એવો લકવા
થાય છે. આમ શરીરની સ્વતંત્રતા તે તેની વ્યવસ્થા છે. તેનાથી ચૈતન્યપ્રભુ ભિન્ન છે, જેમ પાણીમાં સેવાળ
ભિન્ન છે અને સેવાળથી પાણી ભિન્ન છે તેમ દેહથી આત્મા જુદો છે.
ગુરુએ શિષ્યને કહ્યું કે:– પાણીમાં પાશેર મીઠું નાખ, પછી બીજે દિવસે કહ્યું: પાછું લઈ આવ. હાથ
નાખીને જુએ તો ન દેખાય. આંખે ન દેખાય, પછી ગુરુએ કહ્યું કે ચાખીને જો તો જણાશે. તેમ દેહમાં
ચૈતન્યમૂર્તિ આત્મા જુદો છે, તે આંખ આદિ ઈન્દ્રિયોથી ન દેખાય, પણ તેના ચૈતન્ય જ્ઞાતા–દ્રષ્ટા લક્ષણથી
સ્પષ્ટ જણાય એવો છે. દેહ મંદિરમાં જ્ઞાનપિંડ આત્મા દેહથી ભિન્ન છે અને પુણ્ય–પાપની વૃત્તિથી પણ
ભિન્ન છે.
સત્યને શોધવું–મેળવવું હોય તો બહુ વિચાર પૂર્વક પ્રયત્નદ્વારા નિર્ણય કરવો પડશે. અહીં આચાર્યદેવ
શુદ્ધભાવ અધિકાર વર્ણવે છે શરીર અજીવ છે, તેનું દરેક રજકણ સ્વતંત્ર છે. મરતાં પહેલાં વાચા બંધ થાય,
જીભનો લવો ન વળે ત્યાં શું આત્મા બંધ થઈ ગયો? ના, આત્મા તો છે–તે શરીર, વાણી વગેરેની ક્રિયા
પહેલાં પણ કરી શકતો ન હતો ને અત્યારે પણ કરી શકતો નથી. જડથી જુદા પોતાના આત્માનો નિર્ણય ન
થાય તેને ક્ષણિક વિકારથી જુદો એવો ત્રિકાળી શુદ્ધ આત્માનો નિર્ણય કદી પણ થઈ શકે નહિ.
હું એક જીવ છું. એવો વિકલ્પ ઊઠે તે પણ આત્માના સ્વભાવમાં નથી. જેમ નાળિયેરના ગોટામાં સફેદ
મીઠાશ ભરી છે તેમાં છાલાં, કાચલી અને રાતડ નથી, તે તો બહારનો ભાગ છે. તેમ ભગવાન આત્મા આ
જડ શરીરરૂપી છાલામાં નથી, આઠકર્મ–નશીબ કહેવાય છે તેમાં પણ નથી, વળી, પુણ્ય–પાપરૂપી રાતડ તે પણ
આત્મા નથી, તે બધાથી રહિત ત્રિકાળ શુદ્ધજ્ઞાન–આનંદમય આત્મ વસ્તુ અંદરમાં પડી છે તેની દ્રષ્ટિ કરી તેમાં
લીનતા કરતાં સાચા આનંદનો સ્વાદ આવે છે. આત્માની વર્તમાનદશામાં પુણ્ય–પાપની વૃત્તિ નવી–નવી
ઊપજે છે. તે આખી વસ્તુ નથી; અને તે આત્મામાં પ્રવેશ પામે એવી નથી.
આત્મામાં સાત તત્ત્વના વિકલ્પ ઊઠે તે મૂળ પદાર્થમાં નથી, વર્તમાન પર્યાયમાં તે હોવા છતાં તેની
ઉપેક્ષા કરનારી અંતરસ્વભાવની દ્રષ્ટિથી મૂળસ્વભાવને જોવાથી એકરૂપ ધ્રુવસ્વભાવ જોઈ શકાય છે.
નવતત્ત્વના વિકલ્પની આડમાં–શુભરાગરૂપી વ્યવહારના પ્રેમમાં અંર્તતત્ત્વ દ્રષ્ટિમાં આવતું નથી. માટે તે
શુભરાગની વૃત્તિ પણ પ્રથમથી જ શ્રદ્ધામાંથી છોડવી પડશે. તેની ઉપેક્ષા કરવી પડશે. જેને હિત કરવું હોય,
સ્વતંત્રતા પ્રગટ કરવી હોય, અતીન્દ્રિય આનંદના વેદનમાં આવવું હોય તેણે પરાશ્રયની–પુણ્ય–પાપની રુચિ
છોડીને, સહજ સ્વભાવિક ત્રિકાળી જ્ઞાયક વસ્તુ છે તેનો એકનો જ આદર કરવો.
મુનિ પોતાની ઓળખાણ આપે છે કે:–હું કેવો છું.? કે સહજજ્ઞાનમય વસ્તુ છું, રાગમય નથી,
વૈરાગ્યરૂપી શિખરનો શિખામણિ છું. અને પાંચ ઈન્દ્રિયોના ફેલાવથી રહિત છું. પોતે વનવાસી ભાવલિંગી નગ્ન
દિગમ્બર મુનિ હતા, સર્વજ્ઞ વીતરાગે જેવો આત્મા કહ્યો છે તેવો જ અંતર અનુભવથી જાણીને તેમાં નિશ્ચલદ્રષ્ટિ
કરી તેમાં લીન થઈ વારંવાર તેનો અનુભવ કરતાં હતા. તે પોતે પોતાની વર્તમાનદશા બતાવી પોતાના
સ્વભાવની અને આનંદની વાત કરે છે. સ્મશાન વૈરાગ્યની વાત નથી. ‘હાડ બળે જેમ લાકડી, કેશ બળે જેમ
ઘાસ’ એવું દેખીને, તથા