Atmadharma magazine - Ank 213
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 25

background image
પ્રથમ જેઠ : ૨૪૮૭ : ૧૧ :
પરંતુ જેનાથી ભેદજ્ઞાન થાય છે એવા નિશ્ચયને તેઓ જાણતા નથી. આવા પુરુષો સત્યાર્થ, પરમાત્મરૂપ,
શુદ્ધજ્ઞાનમય સમયસારને દેખતા નથી.”
(ટીકામાં જેને પ્રૌઢ વિવેકવાળો નિશ્ચયનય’ કહ્યો હતો તેને ચાલુ ભાષામાં પંડિતજીએ ‘જેનાથી
ભેદજ્ઞાન થાય છે એવો નિશ્ચયનય’ કહ્યો છે.)
૬૬. આ કથનને વધારે સ્પષ્ટ કરવા માટે કળશ ૨૪૨ છે; તેમાં આચાર્યદેવે–“વ્યવહાર વિમૂઢ દ્રષ્ટય:”
એવો શબ્દ વાપર્યો છે. તે કળશનો ગુજરાતી અનુવાદ નીચે પ્રમાણે છે:–
“વ્યવહારમાં જ જેમની દ્રષ્ટિ (બુદ્ધિ) મોહિત છે એવા પુરુષો પરમાર્થને જાણતા નથી. જેમ જગતમાં
તુષના (ફોતરાંના) જ્ઞાનમાં જ જેમની બુદ્ધિ મોહિત છે (–મોહ પામી છે) એવા પુરુષો તુષને જ જાણે છે,
તંડુલને જાણતા નથી. (અહીં વ્યવહારને ‘તુષ’ ની ઉપમા અને નિશ્ચયને ‘તંડુલ’ ની ઉપમા આપી છે.)
૬૭. શ્રી ‘દોહાપાહુડ’ નામના શાસ્ત્રના ૮પ મા દોહામાં આ ફોતરાં અને કણનું દ્રષ્ટાંત આપ્યું છે તે
દોહાનો અર્થ નીચે પ્રમાણે છે:–
“હે પાંડે! હે પાંડે! હે પાંડે! તું કણ ને છોડી માત્ર તુષ જ ખાંડે છે અર્થાત્ તું અર્થ અને શબ્દમાં જ
સંતુષ્ટ છે પણ પરમાર્થ જાણતો નથી માટે મૂર્ખ છે.”
(અહીં વ્યવહારને તુષ અને પરમાર્થને–નિશ્ચયને કણ કહ્યો છે. એટલે તે ઉપરના કળશમાં કહેલ
ભાવને અનુસરે છે.)
૬૮. ઉપર કહેલા કળશ ૨૪૨નો અર્થ વિશેષ સ્પષ્ટ કરવા માટે શ્રી સમયસાર નાટકમાં કવિત ૧૧૯થી
૧૨૧ આપેલ છે તે બહુ ઉપયોગી હોવાથી તેને અહીં અર્થ સહિત આપવામાં આવે છે.
૧૯
૬૯. પંડિત શ્રી બનારસીદાસજીનાં તે કવિતો નીચે પ્રમાણે છે :–
(૧) વ્યવહારી મૂઢ નર, પર્યયબુદ્ધિ જીવ
તિનકે બાહ્યક્રિયા હીકો હૈ અવલંબન સદીવ।। ૧૨૦।।
અર્થ :– જે વ્યવહારી મૂઢ નર છે, તે પર્યાયબુદ્ધિ (અજ્ઞાની) જીવ છે, તેને બાહ્ય ક્રિયાનું જ અવલંબન
સદૈવ (હંમેશા–સદા કાળે) હોય છે.
આ ઉપરથી સિદ્ધ થયું કે–વ્યવહારી મૂઢ જીવ પરાલંબનથી ધર્મ થાય એમ માને છે. તે આત્માના
અવલંબને ધર્મ થાય એમ માનતા નથી કેમકે તેઓ તો વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે એમ માને છે–તેથી તે
સદાકાળ પરાલંબી હોય છે.
(ર) કુમતિ બાહીજ દ્રષ્ટિ સો, બાહિજ ક્રિયા કરંત.
માને મોક્ષ પરંપરા, મનમેં હરષ ધરન્ત ।। ૧૨૧।।
અર્થ : કુમતિ બાહ્યદ્રષ્ટિથી બાહ્યક્રિયા કરે છે; અને તેનાથી પરંપરા મોક્ષ થશે એમ માને છે અને
મનમાં હર્ષ પામે છે. ૧૨૧
અહીં શ્રદ્ધા–સાચી માન્યતા કોને કહેવાય તે સમજાવતાં કહે છે કે–વ્યવહારમૂઢ જીવો મોક્ષમાર્ગ એક જ
છે, એમ ન માનતાં તેમણે માનેલી શુભક્રિયાથી પરંપરા મોક્ષ થશે એમ માને છે. તે શ્રદ્ધા–માન્યતા મિથ્યા
હોવાથી છોડવા યોગ્ય છે.
(૩) શુદ્ધાત્મ અનુભૌકથા કહે સમકિતી કોય.
સો સુનિ કે તાસો કહે યહ શિવપંથ ન હોય ।। ૧૨૨।।
અર્થ :– જે કોઈ સમ્યગ્દ્રષ્ટિ જીવ છે તે શુદ્ધાત્મ અનુભવની કથા કહે–તેને સાંભળી (વ્યવહાર મૂઢ
જીવો) ને શિવપંથ ન હોય એમ કહે છે. ૧૨૨.
કવિત્ સ્પષ્ટ છે.
૭૦. અજ્ઞાનીઓ વ્યવહારને જ પરમાર્થ માને છે એમ જે સમયસાર ગા. ૩૨૪ થી ૩૨૭ ના મથાળામાં
તથા ટીકામાં કહ્યું છે તેની સત્યતા દ્રઢ કરવા માટે કળશ