Atmadharma magazine - Ank 213
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 25

background image
પ્રથમ જેઠ : ૨૪૮૭ : ૧૩ :
૭૪. શ્રી જયસેન આચાર્યે ગા. ૧૯૦ ની ટીકામાં કહ્યું છે કે–વ્યવહારનયવડે મોહ (મમતા) દૂર કરી
શકાય નહિ છતાં તેનાથી મમતા દૂર કરી શકાય એમ માને એટલે કે વ્યવહારનયમાં અવિરોધપણે મધ્યસ્થ ન
રહે તેવા જીવોને ‘વ્યવહાર મોહિત હૃદય’ ધરાવનારા કહ્યા છે.
૭પ. ત્યારપછી ગા. ૧૯૧ ની ટીકામાં શ્રી જયસેન આચાર્ય જણાવે છે કે :–
“×× ઉપાદાનકારણસદશંકાર્ય–એવું વચન છે તેથી નક્કી થાય છે કે શુદ્ધનયથી શુદ્ધાત્મ લાભ થાય છે. ××”
પં. શ્રી બનારસીદાસજી કૃત શ્રી પરમાર્થ વચનિકા
૭૬. આ વચનિકામાં મૂઢ અને જ્ઞાની જીવોનું વિશેષપણું (તફાવત) શું હોય છે, તે સમજાવ્યું છે. ત્યાં
હવે મૂઢ અને જ્ઞાની જીવનું વિશેષપણું અન્યપણ સાંભળો’–એવા મથાળા નીચે જે જણાવ્યું છે તે ઉપયોગી
હોવાથી નીચે આપવામાં આવ્યું છે. તેઓ કહે છે કે:–
(૧) “જ્ઞાતાતો મોક્ષમાર્ગ સાધી જાણે પણ મૂઢ મોક્ષમાર્ગ સાધી જાણે નહિ. શા માટે? તે સાંભળો :–
મૂઢજીવ આગમ પદ્ધતિને વ્યવહાર કહે છે અને અધ્યાત્મ પદ્ધતિને નિશ્ચય કહે છે, તેથી તે
આગમઅંગને એકાંતપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે;” (‘આગમઅંગને એકાંતપણે’ એવું જે પદ છે તેનો અર્થ
એવો છે કે ચારિત્રની આંશિક પણ શુદ્ધિ વગરના–હઠવાળા મહાવ્રત–અણુવ્રત, પડિમા–ભક્તિ–પૂજા–દાનાદિરૂપ
અજ્ઞાનીના શુભભાવ તેને એકાંતપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે એમ કહ્યું છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય
થાય એમ કહો કે આગમઅંગને એકાંતપણે સાધી મોક્ષમાર્ગ દર્શાવે છે–એમ કહો એ બંન્ને એક જ ભાવસૂચક
છે.)
(૨) “અધ્યાત્મ અંગને વ્યવહારથી પણ જાણે નહીં; એ મૂઢદ્રષ્ટિ જીવનો સ્વભાવ છે. તેને એ પ્રમાણે
(૩) તે બાહ્યક્રિયા કરતો થકો મૂઢ જીવ પોતાને મોક્ષમાર્ગનો અધિકારી માને છે, પણ અંતર્ગર્ભિત
(૪) કારણ–અંતર્દષ્ટિના અભાવથી અંતરક્રિયા દ્રષ્ટિગોચર આવે નહિ તેથી મિથ્યાદ્રષ્ટિ જીવ (ગમે
(પ) “સમ્યગ્દ્રષ્ટિને સ્વ–પર સ્વરૂપમાં સંશય, વિમોહ અને વિભ્રમ નથી, યથાર્થ દ્રષ્ટિ છે, તેથી
સમ્યગ્દ્રષ્ટિ જીવ અંતર્દષ્ટિ વડે મોક્ષપદ્ધતિ સાધી જાણે છે.
× × ×
(૬) તે બાહ્યભાવને બાહ્ય નિમિત્તરૂપ માને છે; તે નિમિત્ત તો નાના પ્રકારનાં છે, એકરૂપ નથી;
૩. તેઓ કહે છે કે કર્મપદ્ધતિ પૌદ્ગલિક દ્રવ્યરૂપ અથવા ભાવરૂપ છે. દ્રવ્યરૂપ તો પુદ્ગલના પરિણામ છે. ભાવરૂપ
પુદ્ગલાકાર આત્માની અશુદ્ધ પરિણતિરૂપે પરિણામ છે. એટલે કે તેઓ મહાવ્રત–અણુવ્રત આદિ રાગભાવ અને
દ્રવ્યકર્મ ને અજ્ઞાની વ્યવહાર કહે છે. શુદ્ધપરિણતિ જે વ્યવહાર છે તેને અજ્ઞાની સ્વીકારતા નથી.
(મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૩પ૩, ૩પ૪)
૪. ધર્મી જીવને જ સાચી રીતે વ્યવહાર મોક્ષમાર્ગ હોય છે તે બાહ્યભાવ છે તેથી તે બાહ્ય નિમિત્તમાત્ર છે. તેને શ્રી
પંચાસ્તિકાય ગા. ૧પ૯ ની ટીકામાં ભિન્ન સાધ્ય–સાધન ભાવવાળો વ્યવહારનય કહેવામાં આવે છે. ભિન્ન સાધન
કહો કે બાહ્ય નિમિત્ત કહો–બન્ને એક જ છે.