Atmadharma magazine - Ank 213
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 25

background image
પ્રથમ જેઠ : ૨૪૮૭ : ૧પ :
ક્રમ નિયમિત મીમાંસા
(શ્રી જૈનતત્ત્વમીમાંસા અધિકાર ૭)
ક્રમાંક–૨૧૧, થી ચાલુ (અનુવાદ પૃ. ૧૭૦, ૧૩મી લીટીથી
પ૪. કર્મસાહિત્યમાં અપકર્ષણ માટે તો એક માત્ર એ નિયમ છે કે ઉદયાવલિની અંદર રહેલાં
કર્મપરમાણુઓનું અપકર્ષણ થતું નથી. જે કર્મપરમાણું ઉદયાવલિની બહાર અવસ્થિત છે તેનું અપકર્ષણ થઈ
શકે છે. પણ ઉત્કર્ષણ ઉદયાવલિની બહાર રહેલા સમસ્ત કર્મપરમાણુઓનું થઈ શકતું હોય એમ નથી. ઉત્કર્ષણ
થવા માટે નિયમ ઘણા છે અને અપવાદ પણ ઘણા છે પરંતુ ટૂંકામાં એક એ નિયમ કરી શકાય છે કે જે
પરમાણુઓની ઉત્કર્ષણને યોગ્ય શક્તિ સ્થિતિ બાકી છે અને તેઓ ઉત્કર્ષણના યોગ્ય સ્થાનમાં રહેલાં છે.
તેઓનું જ ઉત્કર્ષણ થઈ શકે છે, અન્યનું નહિ. જો આપણે આ નિયમોને ધ્યાનમાં રાખીને વિચાર કરીએ તો
પણ એજ વાત નક્કી થાય છે કે જે પરમાણુ ઉત્કર્ષણને યોગ્ય ઉક્ત યોગ્યતા યુક્ત છે તેઓ જ જીવ
પરિણામોને નિમિત્ત કરીને ઉત્કર્ષિત થાય છે. તેમાં પણ તે સર્વ પરમાણુ ઉત્કર્ષિત થતાં હોય એમ પણ નથી.
પરંતુ જેમાં વિવક્ષિત સમયમાં ઉત્કર્ષિત થવાની યોગ્યતા હોય છે તે વિવક્ષિત (ખાસ; અમુક) સમયમાં
ઉત્કર્ષિત થાય છે અને જેમાં દ્વિતીય આદિ સમયોમાં ઉત્કર્ષિત થવાની યોગ્યતા હોય છે તે દ્વિતીય આદિ
સમયોમાં ઉત્કર્ષિત થાય છે. એ જ નિયમ અપકર્ષણ આદિ માટે પણ જાણી લેવો જોઈએ.
પપ. આ કર્મો અને વિસ્ત્રસોપચયોના વિવક્ષિત સમયમાં વિવક્ષિત કાર્યરૂપ થવાનો ક્રમ છે. જો
આપણે કર્મ પ્રક્રિયામાં નિહિત આ રહસ્યને સારી રીતે જાણી લઈએ તો આપણને અકાળમરણ અને
અકાળપાક આદિના કથનનું પણ રહસ્ય સમજવામાં વાર ન લાગે. કર્મબંધ સમયે જે કર્મપરમાણુઓમાં જેટલી
વ્યક્તિ સ્થિતિ (–એ જાતનો પ્રગટ સ્થિતિબંધ, ૧) પડવાની યોગ્યતા હોય છે તે સમયે તેમાં તેટલી
વ્યક્તિસ્થિતિ પડે છે અને બાકીની શક્તિ સ્થિતિ રહી જાય છે એમાં સંદેહ નથી. પણ એ પરમાણુઓને
પોતાની વ્યક્તિસ્થિતિ કે શક્તિસ્થિતિના કાળ સુધી કર્મરૂપે નિયમથી (નિશ્ચયથી) રહેવું જ જોઈએ અને જો
તેઓ એટલા કાળસુધી કર્મરૂપે નથી રહેતાં તો તેનું કારણ તેઓ સ્વયં કદાપિ નથી, (અને) અન્ય જ છે એવું
માની શકાતું નથી, કેમકે એવું માનવાથી એક તો કારણમાં કાર્ય કથંચિત્ સત્તારૂપે અવસ્થિત રહે છે એ
સિદ્ધાંતનો અપલાપ
થાય છે. બીજું કોણ કોનું સમર્થ ઉપાદાન છે એનો કોઈ નિયમ ન રહેવાથી જડ–ચેતનનો
ભેદ ન રહેતાં અનિયમપણે કાર્યની ઉત્પત્તિ પ્રાપ્ત થાય છે, માટે જ્યારે ઉપાદાનની અપેક્ષાએ કથન કરવામાં
આવે છે ત્યારે પ્રત્યેક કાર્ય સ્વકાળે જ થાય છે એ જ સિદ્ધાંત ચોક્કસ ઠરે છે. આ દ્રષ્ટિથી અકાળમરણ અને
અકાળપાક જેવી વસ્તુને કોઈ સ્થાન મળતું નથી. અને જ્યારે તેનો અતર્કિતોપસ્થિત
કે પ્રયત્નોપસ્થિત
નિમિત્તોની અપેક્ષાએ
કર્મ સિદ્ધાંતની શૈલિમાં. ૨ નિહિત–છુપાયેલું; અંદર રહેલું.
૧. વ્યક્તિ–શક્તિસ્થિતિનો અર્થ–પ્રગટ કે અપ્રગટ સ્થિતિબંધ, એવો થાય છે, સ્થિતિ–કાળની મર્યાદા.
૨. મિથ્યાવાદ; બકવાદ.
૩. ઓચિંતાનું આવી પડવું; પૂર્વ કર્મ; દૈવ.
૪. ઈચ્છારૂપ વર્તમાન પુરુષાર્થ.