નિમિત્તકારણ ઉપાદાન કારણમાં રહેલી યોગ્યતાની પરવા કર્યા વિના તે સમયે ઉપાદાન દ્વારા નહિ થવાવાળા
કાર્યને કરી શકે છે તો તે મુક્તજીવને સંસારી પણ બનાવી શકે છે. અમને વિશ્વાસ છે કે તેઓ આ તર્કના
મહત્વને સમજશે. કોઈ કોઈ ઠેકાણે નિમિત્તને કર્તા કહેવામાં આવેલ છે અને કોઈ કોઈ ઠેકાણે તેને કર્તા ન
કહીને પણ એના ઉપર કર્તૃત્વધર્મનો આરોપ કરવામાં આવે છે એ અમે માનીએ છીએ પણ ત્યાં તે એ અર્થમાં
કર્તા કહેવામાં આવે છે જે અર્થમાં ઉપાદાનકર્તા હોય છે કે અન્ય અર્થમાં? જો આપણે આ તફાવતને સારી
રીતે સમજી લઈએ તો પણ તત્ત્વની ઘણી રક્ષા થઈ શકે છે.
કથન) ક્્યાં છે તે અમે હજી સુધી સમજી શક્્યા નથી. જો કોઈ કાર્યોત્પત્તિના સમયે ‘જે બલાધાનમાં નિમિત્ત
હોય છે તે કર્ત્તા’ એવી રીતે નિમિત્તમાં કર્તૃત્વનો ઉપચાર કરીને નિમિત્તને કર્ત્તા કહેવા ઈચ્છે છે જેમ કે અનેક
સ્થળે શાસ્ત્રકારોએ ઉપચારથી કહ્યું પણ છે તો એનો કોઈ નિષેધ પણ કરતા નથી. કાર્યોત્પત્તિમાં અન્ય દ્રવ્ય
નિમિત્ત છે એનો તો કોઈએ અસ્વીકાર કર્યો નથી. એટલું અવશ્્ય છે કે મોક્ષમાર્ગમાં સ્વાવલંબનની મુખ્યતા
હોવાથી કાર્યોત્પાદનમાં સમર્થ પોતાની યોગ્યતાની સાથે પુરુષાર્થને જ પ્રશ્રય (–આશ્રય સ્થાન, આધાર)
દેવામાં આવેલ છે અને પ્રત્યેક ભવ્ય જીવને એ અનુપચરિત અર્થનો આશ્રય લેવાની મુખ્યતાથી ઉપદેશ
દેવામાં આવે છે.
પણ જો આ જીવ અંદરથી પરનું અવલંબન છોડી શ્રદ્ધા, જ્ઞાન અને ચર્યારૂપ પોતાનું અવલંબન સ્વીકાર કરી
લે તો તેને સંસારથી પાર થવામાં વાર લાગે નહિ.
પર્યાયોની ક્રમાભિવ્યક્તિને (ક્રમે થતી પ્રગટતાને) બતાવવા માટે સ્વીકારેલ છે અને ‘નિયમિત’ શબ્દ પ્રત્યેક
પર્યાયનો સ્વકાળ પોત પોતાના ઉપાદાન અનુસાર નિયમિત છે એમ બતાવવા માટે કહેવામાં આવેલ છે.
પર્યાયથી બંધાયેલી ન હોતાં પોતાનામાં સ્વતંત્ર છે એ બતાવવા માટે અહીં અમે ‘ક્રમનિયમિત’ શબ્દનો
પ્રયોગ કર્યો છે. શ્રી અમૃતચંદ્રાચાર્યે સમયસાર ગાથા ૩૦૮ આદિની ટીકામાં ‘ક્રમનિયમિત’ શબ્દનો પ્રયોગ
આ જ અર્થમાં કર્યો છે, કેમકે તે પ્રકરણ સર્વવિશુદ્ધજ્ઞાનનું છે. સર્વવિશુદ્ધ જ્ઞાન કેમ પ્રગટ થાય એ બતાવવા
માટે સમયસારની ગાથા ૩૦૮ થી ૩૧૧ સુધીની ટીકામાં મીમાંસા કરતા થકા આત્માનું અકર્તાપણું સિદ્ધ
કરવામાં આવ્યું છે, કેમકે