Atmadharma magazine - Ank 213
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 25

background image
: : આત્મધર્મ : એ.૨૧૩
વ્યવહારથી વિમોહિત જીવોનું સ્વરૂપ
૪૧. આ વિષય–‘મોક્ષમાર્ગ એક જ છે’ એમ નક્કી કરવા માટે ઉપ્યોગી હોઈ અહીં લેવામાં આવ્યો છે.
શ્રી સમયસાર ગા. ૮ ની ટીકામાં આ સંબંધમાં નીચે પ્રમાણે કહ્યું છે :–
“વ્યવહારનય પણ મ્લેચ્છ ભાષાના સ્થાને હોવાને લીધે પરમાર્થનો પ્રતિપાદક હોવાથી. વ્યવહાર
સ્થાપન કરવા યોગ્ય છે; તેમ જ બ્રાહ્મણે મ્લેચ્છ ન થવું–એ વચનથી તે (વ્યવહારનય) અનુસરવા યોગ્ય નથી.
જેઓ વ્યવહારને અનુસરવા યોગ્ય માને છે તેમની શ્રદ્ધા ખોટી હોવાથી તેઓ ‘વ્યવહારથી વિમોહિત’
છે–એમ અહીં સમજાવ્યું છે.
૪ર. ત્યાર પછી શ્રી સમયસાર ગા. ૧૧ ના મથાળામાં પ્રશ્ન કરવામાં આવ્યો કે–વ્યવહારનય શા માટે
અનુસરવા યોગ્ય નથી? તેના ઉત્તરરૂપે ગા. ૧૧માં કહ્યું કે –
“વ્યવહારનય અભૂતાર્થદર્શિત, શુદ્ધનય ભૂતાર્થ છે; ભૂતાર્થને આશ્રિતજીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે.” ૧૧.
૪૩. આ ગાથાનો અર્થ સ્પષ્ટ કરતાં શ્રી અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે –
“વ્યવહારનય બધોય અભૂતાર્થ હોવાથી અભૂત અર્થને પ્રગટ કરે છે; શુદ્ધનય એક જ ભૂતાર્થ હોવાથી
ભૂત અર્થને પ્રગટ કરે છે. ×××
આત્મા અને કર્મનો વિવેક નહિ કરનારા, વ્યવહારથી વિમોહિત હૃદયવાળાઓ તો, તેને (આત્માને)
જેમાં ભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) છે એવો અનુભવે છે. ×××
(અહીં) વ્યવહારથી વિમોહિત જીવોને શુદ્ધાત્માનો અનુભવ કદી થતો નથી, અર્થાત્ તેમની શ્રદ્ધા
મિથ્યા છે. એમ સમજવું. આ જીવો એક કે બીજી રીતે વ્યવહાર જે બધોય અભૂતાર્થ છે તેના આશ્રયે આંશિક
લાભ થાય એમ માને છે. તેથી તેમને વિમોહિત કહ્યા છે.
૪૪. તેજ ગાથાના ભાવાર્થમાં પંડિત જયચંદ્રજી કહે છે કે :–
‘×× પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિ કાળથી જ છે. અને એનો ઉપદેશ પણ બહુધા
સર્વે પ્રાણીઓ પરસ્પર કરે છે. વળી જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધનયનો હસ્તાવલંબજાણી બહુ કર્યો
છે; પણ એનું ફળ સંસાર જ છે. ××”
એ રીતે અહીં ત્રણ પ્રકારો કહ્યા–
૧.
જીવોને વ્યવહારનો પક્ષ અનાદિથી જ છે,
૨. એનો ઉપદેશ પણ પ્રાણીઓ પરસ્પર બહુ કરે છે.
૩. જિનવાણીમાં વ્યવહારનો ઉપદેશ બહુ કર્યો છે.
પણ આ ત્રણેનું ફળ એક જ છે એટલે કે સંસાર જ છે, બીજું કાંઈ નથી. વ્યવહારનો વિષય
વ્યવહારનયે હેય બુદ્ધિએ જાણવા યોગ્ય છે, પરંતુ અંશે પણ આશ્રય કરવા યોગ્ય નથી, એમ અહીં સ્પષ્ટ
કરવામાં આવ્યું છે.
૪પ. જ્ઞાની પુરુષોને તેમની ભૂમિકા અનુસાર નીચેનાં ગુણસ્થાનોમાં (સવિકલ્પ દશામાં)–પોતાની
નબળાઈના કારણે વ્યવહાર આવ્યા વિના રહેતો નથી, પણ તેઓ તેનાથી વિમોહિત નહિ હોવાથી વ્યવહાર
જાણેલો તે કાળે પ્રયોજનવાન છે એમ
૧. નયો બે છે–તેમાં એક વ્યવહારનય છે–તેથી તે છે એમ સ્થાપન કરવું તે યોગ્ય છે. તેથી બંને નયોનું જ્ઞાન જરૂરનું છે
પણ વ્યવહારના આશ્રયે ધર્મ થતો નથી તેથી તે આશ્રય કરવા યોગ્ય નથી એવું તેના હેયપણાનું જ્ઞાન પણ એકી
સાથે હોવું જોઈએ
૨. હસ્તાવલંબ=નિમિત્ત; પ્રતિપાદક.