પ્ર. જેઠ : ૨૪૮૭ : ૭ :
૪૬. શ્રી જયસેનાચાર્ય ‘વ્યવહારનય શા માટે અભૂતાર્થ છે’ તેનો ખુલાસો સમયસાર ગા. ૪૬ ની
ટીકામાં નીચેના શબ્દોમાં કરે છે:–
“यद्यप्पयं व्यवहारनयो बहिर्द्रव्यालं बत्वेन अभूतार्थ स्तयापि रागादि बहिर्द्रव्यालं बनरहित
विशुद्धज्ञानदर्शन–स्वभावस्यालंवन सहितस्य परमार्थस्य प्रतिपादकत्वात् दर्शवितुमुचितो भवति–”
અર્થ: જો કે આ વ્યવહારનયને બહિરદ્રવ્યનું આલંબન હોવાથી અભૂતાર્થ છે, તો પણ રાગાદિ,
એ રીતે અહીં સ્પષ્ટ ફરમાવ્યું છે કે વ્યવહારનયને પરદ્રવ્યનું આલંબન હોવાથી અભૂતાર્થ છે. એ તો
નિર્વિવાદ સિદ્ધાંત છે કે સ્વદ્રવ્યાલંબને જ ધર્મ થાય, પરદ્રવ્યના આલંબને કદી ધર્મ ન થાય, પણ પુણ્ય–પાપરૂપ
ભાવો થાય.
૧પ
૪૭. શ્રી સમયસારની ગાથા પ૬ ની ટીકામાં આ સંબંધે નીચે મુજબ જણાવ્યું છે :–
“અહીં, વ્યવહારનય પર્યાયાઆશ્રિત હોવાથી, સફેદ રૂનું બનેલું વસ્ત્ર જે કસુંબા વડે રંગાયેલું છે એવા
વસ્ત્રના ઔપાધિક ભાવ (–લાલ રંગ) ની જેમ પુદ્ગલના સંયોગવશે અનાદિકાળથી જેનો બંધપર્યાય પ્રસિદ્ધ છે
એવા જીવના ઔપાધિક ભાવોને અવલંબીને પ્રવર્તતો થકો, (તે વ્યવહારનય) બીજાના ભાવને બીજાનો કહે છે;
અને નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે હોવાથી, કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો
થકો, બીજાના ભાવને જરાપણ બીજાનો નથી કહેતો, નિષેધે છે. ××”
૪૮. અહીં નીચે પ્રમાણે બતાવ્યું :–
(૧) વ્યવહારનય જીવના ઔપાધિક ભાવોને અવલંબીને પ્રવર્તે છે.
(૨) એ રીતે પ્રવર્તતાં, બીજાના ભાવને બીજાનો કહે છે; (મોક્ષમાર્ગ પ્રકાશક પા. ૨પપમાં પણ
તેમજ કહ્યું છે.)
(૩) સત્યાર્થ કહેતો નથી તેથી નિશ્ચયનય તેને નિષેધે છે.
(૪) વ્યવહારનય નિષેધ્ય છે, નિશ્ચયનય તેનો નિષેધક છે.
(પ) વ્યવહારનય તો ઔપાધિક ભાવોને અવલંબીને પ્રવર્તતો હોવાથી, તે પ્રકારે તેનું જ્ઞાન કરવું
કર્તાકર્મ સંબંધમાં વ્યવહાર વિમોહિત જીવની ઊંધી માન્યતા
આ સંબંધમાં શ્રી સમયસારના કર્તા–કર્મ અધિકારનાં કળશ ૬૨માં નીચે પ્રમાણે કહ્યું છે:–
आत्मा ज्ञानं स्वयंज्ञानं ज्ञानादन्यत्करोतिकिम् ।
परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ।। ६२।।
અર્થ : આત્મા જ્ઞાનસ્વરૂપ છે, પોતે જ્ઞાન જ છે; તે જ્ઞાન સિવાય બીજું શું કરે? આત્મા પરભાવનો
કર્તા છે એમ માનવું (તથા કહેવું) તે વ્યવહારી જીવોનો મોહ (અજ્ઞાન) છે. ૬૨.