Atmadharma magazine - Ank 213
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 25

background image
: : આત્મધર્મ : એ.૨૧૩
શ્રી સમયસાર કલશ–ટીકા (પા. ૭૯) માં આ કલશનો અર્થ કરતાં જણાવે છે કે :–
આત્મા અર્થાત્ ચેતનદ્રવ્ય પરભાવસ્ય કહેતાં જ્ઞાનાવરણાદિ કર્મોને કરે છે એવું જાણપણું તે
વ્યવહારીનો મોહ છે.
(અજ્ઞાનીઓ તો વ્યવહારનયના કથનને જ નિશ્ચય માને છે. એ વ્યવહારીઓની મૂઢતા–અજ્ઞાનતા છે.)
આ વિષયને વધારે સ્પષ્ટ કરતાં શ્રી સમયસાર ગા. ૯૮ ની ટીકામાં શ્રી અમૃતચંદ્ર આચાર્ય કહે છે કે:–
“જેથી પોતાના (ઈચ્છારૂપ) વિકલ્પ અને (હસ્તાદિની ક્રિયારૂપ) વ્યાપાર વડે આ આત્મ ઘટઆદિ
પર દ્રવ્યસ્વરૂપ બાહ્ય કર્મને કરતો (વ્યવહારીઓને) પ્રતિભાસે છે તેથી તેવી રીતે (આત્મા) ક્રોધાદિ
પરદ્રવ્યસ્વરૂપ સમસ્ત અંતરંગ કર્મને પણ–બન્ને કર્મો પરદ્રવ્યસ્વરૂપ હોઈને તેમનામાં તફાવત નહિ હોવાથી–
કરે છે, એવો વ્યવહારી જીવોનો વ્યામોહ (ભ્રાંતિ, અજ્ઞાન) છે.”
(આ રીતે વ્યવહારથી વિમોહિત જીવો, જીવ અને અજીવનું ભેદજ્ઞાન કરી શકતા નથી તો જીવ અને
આસ્રવ વચ્ચેનું ભેદજ્ઞાન તો ક્યાંથી કરી શકે? ન જ કરી શકે, નવતત્ત્વોમાંથી પહેલાં બે તત્ત્વો સંબંધી તેમને
મૂઢતા વર્તે છે.)
પર. આ ગાથાની ટીકામાં શ્રી જયસેનાચાર્ય નીચે પ્રમાણે ફરમાવે છે:–
“પરભાવને આત્મા કરે છે એમ જે વ્યવહારીજનો કહે છે તે વ્યામોહ છે એમ ઉપદેશે છે.
“જેવી રીતે અન્યોન્ય (પરસ્પર) વ્યવહારે ઘટ–પટ–રથાદિ બર્હિદ્રવ્ય ઈચ્છાપૂર્વક આત્મા કરે છે તેવી રીતે
અભ્યંતરમાં કરણો ઈન્દ્રિયો તથા નોકર્મને તથા આ જગતમાં વિવિધ ક્રોધાદિ દ્રવ્યકર્મ ઈચ્છાપૂર્વક તેમનામાં તફાવત
નહિ હોઈને કરે છે–એમ તેઓ માને છે, તેથી (તેઓનું એમ માનવું) તે વ્યવહારીનો વ્યામોહ–મૂઢતા છે.”
(આત્મા વ્યવહારે કે નિશ્ચયે પરદ્રવ્યનું કાંઈ પણ કરે એમ જગતમાં કદી બનતું જ નથી. આત્મા
પરદ્રવ્યનું વ્યવહારે કરે એ તો, આત્માના રાગના નિમિત્તપણાનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે–તે ઉપરથી
વ્યવહારે તો આત્મા પરદ્રવ્યનું કરી શકે છે એમ માનવું તે વ્યવહારીઓનો વ્યામોહ છે એમ અહીં સમજાવ્યું છે.)
૧૭
પુણ્યભાવ સંબંધમાં વ્યવહારીની વિમોહિતતા
પ૩. શ્રી સમયસાર પુણ્ય–પાપ એકત્વ અધિકાર કલશ ૧૦૭ ની ટીકામાં–શ્રી કલશ ટીકા પા. ૧૦૮ માં
“ભાવાર્થ–જેટલી શુભ–અશુભ ક્રિયા–આચરણ અથવા બાહ્યરૂપ વક્તવ્ય અથવા સૂક્ષ્મ અંતરંગરૂપ
ચિંતવન, અભિલાષ, સ્મરણ ઈત્યાદિ સમસ્ત અશુદ્ધત્વરૂપ પરિણમન છે, શુદ્ધપરિણમન નથી તે બંધનું કારણ
છે, મોક્ષનું કારણ નથી.
“તેથી કામળા (ધાબળા) પર ચીતરેલો નાહર જેમ કહેવા માત્ર નાહર છે તેમ વ્યવહારરૂપ ચારિત્ર
પ૪. ત્યારપછી કલશ ૧૦૮ ની ટીકામાં (શ્રી કલશ ટીકા પા. ૧૦૯ માં જણાવ્યું છે કે :–
૧. અહીં વ્યવહારચારિત્રને ધાબળાપર ચીતરેલા નાહરની ઉપમા આપી છે. જેમ તે ચિત્રરૂપ નાહર કોઈ ઢોરને
ફાડી–મારી નાખી શકે નહિ તેમ વ્યવહારચારિત્ર વિકારને ફાડી શકે નહિ–તેનો નાશ કરી શકે નહિ–એમ સમજવું; કેમકે તે
પોતે બંધનું જ કારણ છે. મોક્ષનું કારણ નથી, વિકાર રૂપ છે.