Atmadharma magazine - Ank 213a
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 21

background image
અષાડ : ૨૪૮૭ : ૧૧ :
નિશ્ચય – વ્યવહાર મીમાંસા
ત્ત્ . .
(મૂળ પુસ્તક પૃષ્ઠ ૨૨પ)
शुद्ध द्रव्यार्थिक इति स्यादेकः शुद्ध निश्चयो नाम ।
अपरोडशुद्ध द्रव्यार्थिक इति तद्शुद्ध निश्चयो नाम ।। १–६६० ।।
इत्यादिकाश्च–वहवो भेदा निश्चयनयस्य यस्य मते ।
स हि मिथ्या द्रष्टिः स्यात् सर्वज्ञावमानितो नियमात् ।। १–६६१ ।।
અર્થ–શુદ્ધ નિશ્ચય નામનો એક શુદ્ધ દ્રવ્યાર્થિકનય છે અને અશુદ્ધ નિશ્ચય નામનો એક અશુદ્ધ
દ્રવ્યાર્થિકનય છે. ૧–૬૬૦. ઈત્યાદિરૂપે જેમના મતમાં નિશ્ચયનયના ઘણા ભેદો કલ્પવામાં આવ્યા છે તે
નિયમથી સર્વજ્ઞની આજ્ઞાનું અપમાન કરનાર છે, તેથી તે મિથ્યાદ્રષ્ટિ જ છે. ૧–૬૬૧
૮૬. ઉક્ત કથનનો સાર એ છે કે સમયપ્રાભૃત વગેરે શાસ્ત્રોમાં પરમભાવગ્રાહી નિશ્ચયનય સિવાય
બીજા અર્થોમાં પણ નિશ્ચયનય શબ્દનો પ્રયોગ થયો છે એમાં શંકા નથી પરંતુ તેવું કથન ત્યાં વિશેષ પ્રકારની
કથનશૈલીથી જ કરવામાં આવ્યું છે. તેથી જો પરમાર્થદ્રષ્ટિથી જોવામાં આવે તો નિશ્ચયનય એક જ છે અને તે
જ મોક્ષમાર્ગમાં આશ્રય કરવા યોગ્ય છે કેમ કે તેનો આશ્રય લઈને સ્વભાવ સન્મુખ થતાં જ નિર્વિકલ્પ
શુદ્ધાનુભૂતિ પ્રગટે છે. આ રીતે નિશ્ચયનય શું છે અને જીવનમાં સાધકને માટે એનો શું ઉપયોગ છે એનો
વિચાર કર્યો.
૮૭. હવે અહીં વ્યવહારનયની મીમાંસા કરવી છે. એ તો અમે પહેલાં જ બતાવ્યું છે કે સમયપ્રાભૃતમાં
વ્યવહારનયને અભૂતાર્થ કહ્યો છે. ત્યાં અભૂતાર્થનો ક્્યો અર્થ ઈષ્ટ છે તે પણ અમે બતાવ્યું છે. હવે એના જ
આધારે અહીં આ નય અને એના ભેદોને સાંગોપાંગ વિચાર કરીએ છીએ. વાસ્તવમાં વ્યવહાર’ એ
વ્યુત્પત્તિવાળો શબ્દ છે. એ ‘વિ’ અને ‘અવ’ એવા ઉપસર્ગ સાથે ‘હૃ’ ધાતુથી બન્યો છે. ગુણ અને પર્યાય
વગેરેનું આલંબન લઈને અખંડ વસ્તુમાં કોઈ પ્રકારનો ભેદ કરવો એવો એનો અર્થ થાય છે. એક તો એ
વિકલ્પાત્મક શ્રુતજ્ઞાનનો એક ભેદ છે. બીજું એ ભેદની મુખ્યતાથી જ વસ્તુનો સ્વીકાર કરે છે. તેથી જેટલા
કોઈ વ્યવહારનય છે તે ઉદાહરણ સહિત વિશેષણ–વિશેષ્યરૂપ જ હોય છે.
૮૮. આ જ સત્ય ધ્યાનમાં રાખીને પંચાધ્યાયીમાં એનું લક્ષણ બતાવતાં કહ્યું પણ છે:–
सोदाहरणो यावान्नयो विशेषणविशेष्यरूपः स्यात्
व्यवहारापरनामा पर्यायार्थो नयो न द्रव्यार्थः ।। १–५९६ ।।
અર્થ :– જેટલા કોઈ ઉદાહરણ સહિત વિશેષણ–વિશેષ્યરૂપ નયો છે તે બધા પર્યાયાર્થિક નય છે. એનું
જ બીજું નામ વ્યવહારનય છે. પણ દ્રવ્યાર્થિક નય એવો નથી. ૧–પ૯૬.