Atmadharma magazine - Ank 213a
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૧૨ : આત્મધર્મ : ર૧૩
પંચાધ્યાયીમાં આ જ વિષયને બીજી રીતે આ શબ્દોમાં કહેલ છે.
पर्यायार्थिक नय इति यदि वा व्यवहार एव नामेति ।
एकार्थो यस्मादिह सर्वोऽप्युपचार मात्रः स्यात् ।। १–५२१।।
व्यवहरणं व्यवहारः स्यादिति शब्दार्थतो न परमार्थः ।
स यथा गुणगुणिनोरिह सदभेदे भेदक्रणं स्यात् ।। १–५२२।।
साधारण गुण इति यदि वाऽसाधारणः सतस्तस्य ।
भवति विवक्ष्यो हि यदा व्यवहारनयस्तदा श्रेयात् ।। १–५२३।।
અર્થ : પર્યાયાર્થિક એ સંજ્ઞા અથવા વ્યવહારનય એ સંજ્ઞા એક જ અર્થની વાચક છે, કેમ કે એમાં
સમસ્ત વ્યવહાર ઉપચાર માત્ર છે. ૧–પર૧. વિધિપૂર્વક ભેદ કરવો તેને વ્યવહાર કહે છે એ એનો નિરૂક્તિ અર્થ
છે. એ પરમાર્થરૂપ નથી. જેમ કે ગુણ અને ગુણીમાં સત્તારૂપે ભેદ ન હોવા છતાં પણ ભેદ કરવો તે વ્યવહારનય
છે. ૧–પરર. જે વખતે સત્ની સાથે સાધારણ અથવા અસાધારણ ગુણોમાંથી કોઈ એક ગુણ વિવક્ષિત થાય છે
તે વખતે વ્યવહારનયને યોગ્ય માનવામાં આવ્યો છે. ૧–પર૩. નયચક્રમાં એનું લક્ષણ આ શબ્દોમાં જણાવ્યું છે.
जो चिय जीवसहावो णिच्छयदो होइ सव्वजीवाणं ।
सो चिय भेदुवयारा जाण फुडं होइ ववहारो ।। २३६।।
અર્થ :– નિશ્ચયનયથી સર્વ જીવોનો જે સ્વભાવ છે તે જ્યારે ભેદવડે ઉપચરિત કરવામાં આવે છે ત્યારે
તેનો જ વિષય કરે છે તેને વ્યવહારનય જાણો. ૨૩૬
૮૯. આજ સત્ય નયચક્રમાં બીજા શબ્દોમાં આ રીતે વ્યક્ત કર્યું છે :–
जो सियभेदुवयारं धम्माणं कुणइ एगवत्थुुस्स ।
सो ववहारो भणियो विवरीयो णिच्छयो होदि ।। २६२।।
અર્થ :– જે એક વસ્તુમાં ધર્મોના કથંચિત્ ભેદોનો ઉપચાર કરે છે તેને વ્યવહારનય કહ્યો છે અને
સમયપ્રાભૃતમાં જેને અખંડ વસ્તુસ્વભાવમાં ન હોવાથી અભૂતાર્થ કહેલ છે તેને જ નયચક્રમાં
ભેદોપચાર શબ્દથી કહેવામાં આવેલ છે. વ્યવહારનયનો વિષય અભૂતાર્થ શા માટે છે એનો નિર્દેશ કરતાં
પંચાધ્યાયીમાં કહ્યું છે :–
इदमत्र निदानं किल गुणवद् द्रव्यं बदुक्तमिह सूत्रे ।
अस्ति गुणोऽस्ति द्रव्यं तद्योगात्तदिह लब्धमित्यर्थात् ।। १–६३४।।
तदसन्न गुणोऽस्ति यतो न द्रव्यं नोभयं न तद्योगः ।
केवलमद्वैतं सत्भवतु गुणो वा तदेव सद् द्रव्यम् ।। १–६३५।।
तस्मान्न्यायागत इति व्यवहारः स्यान्नयोऽप्यभूतार्थः ।
केवलमनुभवितारस्तस्य च मिथ्याद्रशो हतास्तेऽपि ।। १–६३६।।
અર્થ : વ્યવહારનયને અભૂતાર્થ કહેવાનું કારણ એ છે કે સૂત્રમાં દ્રવ્યને જે ‘ગુણવાળું’ કહ્યું છે એનું તાત્પર્ય
એ છે કે ગુણ પૃથક્ છે. દ્રવ્ય પૃથક્ છે અને એના સંયોગથી દ્રવ્ય પ્રાપ્ત થાય છે. ૧–૬૩૪. પરંતુ એ અસત્ય છે. કેમ
કે ન ગુણ છે, ન દ્રવ્ય છે, ન બન્ને છે અને ન તો બન્નેનો સંયોગ છે પરંતુ સત્ તો કેવળ અદ્વૈત છે. ચાહે તો એને
ગુણ માનો અથવા તો દ્રવ્ય માનો. પણ છે તે અદ્વૈતરૂપ જ. ૧–૬૩પ. તેથી ન્યાયના બળથી એમ સિદ્ધ થયું કે
વ્યવહારનય હોવા છતાં અભૂતાર્થ છે. જે કેવળ એનો અનુભવ કરે છે તેઓ મિથ્યાદ્રષ્ટિ અને પથભ્રષ્ટ છે. ૧–૬૩૬.
૯૦. આ રીતે ગુણો અને પર્યાયોના આશ્રયે અથવા સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવના
આશ્રયે ભેદનો ઉપચાર કરી જે વસ્તુને વિષય કરે છે તે વ્યવહારનય છે એ ઉક્ત કથનનું તાત્પર્ય છે. સદ્ભૂત
વ્યવહારનય એ એનું જ નામ છે. એના મુખ્ય ભેદ બે છે:–અનુપચરિત સદ્ભૂત વ્યવહારનય અને ઉપચરિત
સદ્ભૂત વ્યવહારનય. જે પદાર્થનો જે ગુણ કે શુદ્ધ પર્યાય છે તે ગુણ કે પર્યાયદ્વારા જ આ નય તે પદાર્થને
વિષય કરે છે તેથી તો એને સદ્ભૂત વ્યવહારનય કહે છે. જેમ કે એ કહેવું કે જ્ઞાન જીવ છે એ સદ્ભૂત
વ્યવહારનયનું ઉદાહરણ છે. એમાં એટલી વિશેષતા બીજી છે કે જો એમાં અન્યના સંબંધથી બીજું વિશે