ભાદરવો : ૨૪૮૭ : ૧૩ :
શાસ્ત્રમાં નિશ્ચય અને વ્યવહાર, શુદ્ધ અને શુભ બંને પ્રકારનું સ્વરૂપ બતાવ્યું છે,–પણ તેમાં તાત્પર્ય
તો એક જ બતાવ્યું છે કે શુદ્ધોપયોગરૂપે પરિણમવું. આવું તાત્પર્ય તારવે તે જ શાસ્ત્રને ભણ્યો છે. એનાથી
ઊંધુંં તાત્પર્ય કાઢે તો તે શાસ્ત્રને નથી ભણ્યો પણ પોતાની સ્વચ્છંદ કલ્પનાથી તેણે તે તાત્પર્ય કાઢયું છે,
શાસ્ત્રનું કે સંતોના હૃદયનું એવું તાત્પર્ય છે જ નહીં. હજી તો શાસ્ત્રના અર્થ પણ ઊંધા કરે ને તાત્પર્ય જ ઊંધુંં
કાઢે તે જીવ શાસ્ત્રના ફળને ક્્યાંથી પામે? ચિદાનંદ સ્વભાવમાં ઉપયોગને વાળવાનું શાસ્ત્રો કહે છે–એમ
તાત્પર્ય સમજીને જે જીવે પોતાનો ઉપયોગ સ્વસન્મુખ વાળ્યો તેણે શાસ્ત્રનું ભાવશ્રવણ કર્યું છે, ને તે જીવ
શાસ્ત્રના ફળરૂપ પરમાનંદથી ભરપૂર અભૂતપૂર્વ મોક્ષપદને પામે છે. આ અર્હંતદેવના શાસનનું સંક્ષેપ રહસ્ય
છે, બીજું જે કાંઈ છે તે બધું એનો જ વિસ્તાર છે.
આ રીતે ભગવાન અર્હંતદેવના સમગ્ર શાસનને સંક્ષેપથી બધાં પડખેથી પ્રકાશનારાં આ
પાંચ રત્નો જયવંત વર્તો!
ટેપ રેકોર્ડિગરીલ – પ્રવચન – પ્રચાર
પરમપૂજ્ય ગુરુદેવના આત્મહિતકારી પ્રવચનોનો પરોક્ષ લાભ
બહારગામના જિજ્ઞાસુઓને પણ મળી શકે તે હેતુથી મુંબઈના ભાઈશ્રી
નવનીતલાલ સી. ઝવેરી તરફથી એક વ્યવસ્થા કરવામાં આવી છે, તે
અનુસાર પૂ. ગુરુદેવના મહત્વના પ્રવચનો રેકોર્ડિંગ રીલમાં ઊતારી લેવામાં
આવે છે અને એક ભાઈને મશીન સાથે બહારગામ મોકલવામાં આવે છે,
તેમની સાથે હિંદી તેમજ ગુજરાતી બંને ભાષાના રીલ હોય છે; અને જે
ગામથી આમંત્રણ આવે તે ગામે અનુક્રમે અનુકૂળતા મુજબ મોકલવામાં આવે
છે. અત્યારસુધીમાં અનેક ગામોએ આ યોજનાનો લાભ લીધો છે. જેઓ આ
યોજના અનુસાર રેકોડિંગ રીલદ્વારા ગુરુદેવના પ્રવચન સાંભળવા ઈચ્છતા
હોય તેમણે તે ગામના મુમુક્ષુમંડળ કે સંઘના અગ્રણી મારફત સોનગઢ
પત્રવ્યવહાર કરવો. આ માટે બોલાવનારાઓએ જે ગામથી તે ભાઈ આવે તે
ગામથી પોતાના ગામ સુધીનું પ્રવાસખર્ચ (રેલભાડું વગેરે) અને તે ઉપરાંત
વ્યવસ્થા ખર્ચના રૂા. ત્રણ આપવાના રહેશે. તે સિવાય બીજી કાંઈ ભેટ કે ફંડ
આપવાનું નથી. રેકોર્ડિંગમશીન A.C. ઈલેકટ્રીક પાવર ઉપર ચાલે છે.
પત્રવ્યવહારનું સરનામું :–
વ્યવસ્થાપક : પ્રચારવિભાવ
ઠે: દિ. જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ,
સોનગઢ (સૌરાષ્ટ્ર)