સંસારમાં પરિભ્રમણ કરશે.
દ્રષ્ટિથી પદાર્થોનું સ્વરૂપ વિપરીતપણે જ સમજે છે, પોતાનો અભિપ્રાય જ વિપરીત હોવાથી તે શાસ્ત્રોના
આશયને પણ વિપરીતપણે જ ગ્રહણ કરે છે, ભગવાનનો અને શ્રુતજ્ઞાની સંતોનો અભિપ્રાય પણ તે
અવિવેકને લીધે ઊંધો જ ગ્રહણ કરે છે, સ્વયં અવિવેકને લીધે તેને મિથ્યાત્વની મહોર લાગી છે; ઊંધી દ્રષ્ટિથી
“આ તત્ત્વ આમ જ છે” એમ ખોટા નિશ્ચય વડે અતત્ત્વશ્રદ્ધા દ્રઢ કરે છે. આ બધું કોઈ પરને લીધે નથી થતું
પણ તે જીવ પોતે સ્વયં અવિવેકી હોવાથી, અને મહા મોહમળથી મલિન છે તેથી જ તે વિપરીતરૂપે પદાર્થનું
સ્વરૂપ માનીને, અતત્ત્વશ્રદ્ધાન કરે છે.–આવા જીવો ભલે દ્રવ્યલિંગી મુનિ થઈને જિનશાસનમાં રહ્યા હોય તો
પણ તે સંસારતત્ત્વ જ છે, તે શ્રમણ નથી, પણ શ્રમણાભાસ છે. સંસારતત્ત્વ એટલે કે બધાય મિથ્યાદ્રષ્ટિ જીવો
કેવા હોય તેના ઉપર આ ગાથા–રત્ન પ્રકાશ પાડે છે. આ રીતે વિપરીતમાન્યતા જેનું મૂળ છે એવું સંસારતત્ત્વ,
તેનું સ્વરૂપ બતાવીને તેનાથી છોડાવે છે. સ્વયં અવિવેકથી ઊંધી શ્રદ્ધા એવી દ્રઢ કરી છે કે તેમાં સંદેહ કરતો
નથી, ‘આ આમ જ છે’ એમ નિશ્ચય કર્યો છે, તેણે મહા મોહ મળને એકઠો કર્યો છે, શાસ્ત્ર વાંચે તો તેમાંથી
પણ ઊંધી દ્રષ્ટિને લીધે મોહમળને જ ભેગો કરે છે,–આવા જીવો વ્રત–તપ કરતા હોય, સંયમ પાળતા હોય
તોપણ મિથ્યા અભિપ્રાયને લીધે અનંતકાળ સુધી અનંત ભાવાંતર કરીને ભવભ્રમણમાં રખડશે–તેથી તેને
સંસારતત્ત્વ જ જાણવું–તે દ્રવ્યલિંગી શ્રમણ થયો તેથી સંસારતત્ત્વમાંથી જરાય બહાર નીકળ્યો હશે–એમ સંદેહ
ન કરવો. સ્પષ્ટપણે આ સૂત્રરત્ન તેના ઉપર પ્રકાશ નાખે છે કે આ પણ સંસારતત્ત્વ જ છે, એનામાં ધર્મ કે
મોક્ષમાર્ગનો અંશ પણ નથી. માટે જેને ખરેખર સંસારતત્ત્વથી છૂટવું હોય તેણે યથાર્થતત્ત્વનો નિશ્ચય કરીને
વિપરીત અભિપ્રાયરૂપ મોહમળને નષ્ટ કરવો. અહો, આ રત્નવડે અમૃતચંદ્રાચાર્યે મિથ્યાત્વનાં ઝેર ઉતારી
નાખ્યાં છે.
સિદ્ધપરમાત્માને પણ બાકી રાખતા નથી, તે સિદ્ધભગવંતોને પણ નિમિત્તના