ભાદરવો : ૨૪૮૭ : પ :
અભાવને લઈને લોકાગ્રે રહેવું પડ્યું છે–એમ તે પરાધીન માને છે. શું થાય! પોતાની દ્રષ્ટિમાં જ જ્યાં
પરાધીનતા છે ત્યાં આખું જગત–સિદ્ધપરમાત્મા કે પરમાણુ એ બધાય–તેને પરાધીન ભાસે છે. ઊંધી દ્રષ્ટિરૂપ
કુહાડાવડે પિતા અને પિતામહ એવા સંતો અને સર્વજ્ઞોના અભિપ્રાયનો તે ઘાત કરે છે. તે જીવ ઊંધા
અભિપ્રાયને લીધે અનંત જન્મમરણ કરીને સંસારમાં રખડશે, તેથી તેને સંસારતત્ત્વ જાણવું. જ્યાં જ્યાં આવો
ઊંધો અભિપ્રાય હોય ત્યાં ત્યાં સંસારતત્ત્વ જાણવું. જગતનો ગમે તે જીવ હો–પણ જો આવા ઊંધા અભિપ્રાય
સહિત હોય તો તે સંસારતત્ત્વ જ છે–એમ સમજવું. તે શ્રવણ–વાંચન–મનન કે સંયમ ગમે તે કરે તેમાં
વિપરીત માન્યતારૂપી ઝેર ભેગું ભેળવીને જ કરે છે; તેવા જીવોને સ્વરૂપમાં રમણતારૂપ શ્રમણપણું હોતું નથી,
તેઓ શ્રમણાભાસ છે.–ચિદાનંદનો અનુભવ તો તેને છે નહિ, એટલે કર્મફળના ઉપભોગને જ ભોગવે છે;
કર્મફળના ભોગવટાથી જે ભયંકર છે એવા અનંતકાળ સુધી અનંત ભાવાંતરરૂપ પરાવર્તન કરનારા તે જીવો
તદ્ન અસ્થિર પરિણતિવાળા હોવાથી તેમને સંસારતત્ત્વ જ જાણવું.
જુઓ, આ સંસારતત્ત્વ! સંસારતત્ત્વ બહારમાં નથી પણ મિથ્યાત્વને લીધે જીવ પોતાના સ્વરૂપથી
અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે કે–
મિથ્યાદ્રષ્ટિ તે અસિદ્ધ છે એટલે કે સંસાર છે,
સમ્યગ્દ્રષ્ટિ તે ઈષત્સિદ્ધ છે એટલે કિંચિત્ સિદ્ધ છે,
અર્થાત્ સિદ્ધપદના તે સાધક છે.
રત્નત્રયની આરાધનાથી પૂર્ણ એવા મુનિરાજ તે સિદ્ધ છે. અહીં પ્રવચનસારમાં પણ તેઓ કહે છે કે
મિથ્યાદ્રષ્ટિ તે સંસારતત્ત્વ છે; અને રત્નત્રયના આરાધક સંપૂર્ણ શ્રામણ્યવાળા શ્રમણ તે મોક્ષતત્ત્વ છે. અહા,
અપ્રતિહતપણે જે મોક્ષને સાધી રહ્યા છે તેને જ મોક્ષતત્ત્વ કહી દીધું.
મોક્ષ ક્્યાં રહે છે? કે સંતોની શુદ્ધપરિણતિમાં મોક્ષતત્ત્વ રહે છે. તે વાત આચાર્યદેવ બીજા રત્નમાં
(એટલે કે ૨૭૨ મી ગાથામાં) કહેશે.
અહીં સંસારતત્ત્વનો સૌથી મોટો નમૂનો બતાવ્યો છે, તે ઉપરથી સમગ્ર સંસારતત્ત્વને ઓળખી લેવું.
સંસારતત્ત્વ છોડવા માટે તેની ઓળખાણ કરાવી છે ને મોક્ષતત્ત્વ પ્રગટ કરવા માટે તેની ઓળખાણ કરાવી છે.
મારા આત્માનો સ્વભાવ તો ચૈતન્યસામર્થ્યમય છે.
રાગાદિ વિભાવો મારા સ્વભાવથી વિપરીત છે;
દેહાદિ સંયોગ તો મારાથી અત્યંત ભિન્ન છે.
–આમ યથાર્થપણે જે જાણતો નથી, દેહાદિની ક્રિયા હું કરું એમ માને છે, શુભરાગથી મોક્ષમાર્ગ સધાશે–એમ
માને છે, તે જીવ તત્ત્વોની વિપરીત માન્યતા વડે સતત મહા મોહરૂપ મેલને એકઠો કરે છે; તેનું મન મિથ્યાત્વરૂપ
મહામેલથી મલિન છે, તેથી તે ‘નિત્યઅજ્ઞાની’ છે. “નિત્ય અજ્ઞાની” કહ્યો એટલે કે આવી વિપરીત શ્રદ્ધાવાળા
જીવને વ્યવહારનો શુભરાગ કરતાં કરતાં ક્્યારેક–ઘણા કાળે પણ સમ્યગ્જ્ઞાન પ્રગટી જશે એમ નથી; જ્યાં સુધી
અવિવેકથી વિપરીત શ્રદ્ધા કરશે ત્યાં સુધી નિરંતર તે અજ્ઞાની જ રહેશે, ને સંસારમાં જ રખડશે. તે જીવ ભલે
કદાચ દ્રવ્યલિંગી સાધુ–જેને વસ્ત્રનો તાણોય ન હોય એવો થઈને જિનશાસનમાં રહ્યો હોય, વ્યવહારથી સર્વજ્ઞદેવને
જ માનતો હોય ને કુદેવને માનતો ન હોય, પંચ મહાવ્રત બરાબર પાળતો હોય, તો પણ શુદ્ધોપયોગના અભાવથી
તે ખરું શ્રામણ્ય પામ્યો ન હોવાથી તે શ્રમણાભાસ જ છે, ને હજી પણ તે સંસારમાર્ગમાં જ સ્થિત છે.
જુઓ, આ શ્રમણાભાસને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધાનો તેમજ વ્યવહાર ચારિત્રનો શુભરાગ છે,
તે શુભરાગ હોવા છતાં અર્હંતદેવના શાસનમાં તેને સંસારમાર્ગમાં જ સ્થિત કહ્યો છે, એટલે કે અર્હંતદેવના
શાસનમાં શુભરાગ તે મોક્ષમાર્ગ નથી–એમ આ સૂત્ર પ્રસિદ્ધ કરે છે. આ સૂત્ર ઉપરથી સમજી લેવું કે જ્યાં
સુધી જીવ સમ્યક્ તત્ત્વશ્રદ્ધાન કરીને સમ્યગ્દર્શન પ્રગટ ન કરે ત્યાં સુધી બીજું ગમે તેટલું કરવા છતાં પણ, તે
સંસારમાર્ગમાં જ છે. મિથ્યાદ્રષ્ટિએ મુનિનું દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય તેથી છેતરાઈ ન જવું કે આ જીવ
મોક્ષમાર્ગમાં સ્થિત હશે!