નિર્વિકલ્પ આનંદરસનો અતીન્દ્રિયભાવ પ્રગટ્યો તે સિવાય બીજા ભાવરૂપ (વિકારી) પરાવર્તનનો તેને
અભાવ છે, અને શુદ્ધસ્વભાવમાં જ સ્થિર પરિણતિવાળા સાદિ અનંત રહે છે. આવા ઉત્કૃષ્ટ શ્રમણ પોતે
જ મોક્ષતત્ત્વ છે. મોક્ષ જોવો હોય તો આવા શુદ્ધ પરિણતિરૂપે પરિણમેલા શુદ્ધોપયોગી શ્રમણને ઓળખ.
ચૈતન્યના આનંદદરિયામાં ડૂબકી મારીને તેનો તાગ લીધો છે–અંતરમાં પૂરેપૂરા એકાગ્ર થઈને ઠેઠ
તળિયાનો તાગ લીધો છે, તેઓ હવે ફરીને તે આનંદમાંથી બહાર નીકળીને આકુળતામાં કદી આવતા
નથી; આકુળતાના ભાવ અને તેના ફળમાં જન્મ–મરણ કરવાં તે કલંક છે, અતીન્દ્રિય ચૈતન્યને જડપ્રાણ
ધારણ કરવા પડે તે કલંક છે, દીનતા છે. સ્વર્ગનો ભવ કરવો પડે તે પણ દીનતા છે–કલંક છે.
શુદ્ધોપયોગથી જેણે ઉત્કૃષ્ટ શ્રામણ્ય પ્રગટ કર્યું છે એવા રત્નત્રય–આરાધક ઉત્તમ મુનિવરો ફરીને આ
સંસારમાં પ્રાણ ધારણ કરતા નથી, આ સંસારમાં ફરીને બીજી માતા તે નહીં કરે; શુદ્ધતામાંથી
અશુદ્ધતામાં ફરીને કદી નહીં આવે. બસ, હવે સાદિ–અનંતકાળ અનંત સમાધિસુખમાં જ અવસ્થિત
રહેશે. તે મુકાણો...રે..મુકાણો, હવે તેને બધન નથી,–નથી. વાહ! અહીં જ પોતાની શુદ્ધપરિણતિમાં
મોક્ષતત્ત્વને ઉતાર્યું. મોક્ષ લેવા માટે ક્્યાંય બીજે જવું પડે તેમ નથી, અહીં અંતરમાં ઊતરીને સ્થિર થયો
ત્યાં તેણે પોતાની પરિણતિમાં જ મોક્ષને ઉતાર્યો; તેથી તે મોક્ષતત્ત્વ છે.
સ્વરૂપમાં એવા ઠર્યા છે કે શ્રેણી માંડીને કેવળજ્ઞાન લઈને મોક્ષ જ પામશે, ને ફરીને સંસારમાં અવતરશે
નહીં.
કે મુક્ત થવાની ક્રિયારૂપે સાધુ પરિણમી રહ્યા હોય–એ રીતે તેમને મોક્ષતત્ત્વ તરીકે આચાર્યદેવે વર્ણવ્યા
છે. આવા સાધુઓ અતીન્દ્રિય પરમસુખને અનુભવતા–અનુભવતા સહજ માત્રમાં કર્મને નષ્ટ કરીને મોક્ષને
સાધે છે.
ઘોર દુઃખથી આત્મરક્ષા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર વડે થાય છે; એવા સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર પ્રગટ
કરીને જેઓ સ્વરૂપમાં ઠર્યા છે... એવા ઠર્યા છે કે તેમાંથી બહાર નીકળવાના આળસુ છે,–તેમાં જ મગ્ન
રહે છે, પ્રશાંત થઈને સ્વરૂપમાં જામી ગયા છે તેથી ‘અયથાચરણ’ થી એટલે કે રાગાદિથી રહિત છે,
વીતરાગ થઈને શાંત–નિર્વિકલ્પ રસને ઝીલી રહ્યા છે, આનંદના અનુભવમાં ઝૂલે છે, જ્યાં
વ્યવહારરત્નત્રયનો વિકલ્પ પણ નથી, નિર્વિકલ્પ થઈને આત્મરસને પી રહ્યા છે, સ્વરૂપમાં એકમાં જ
અભિમુખ થઈને વર્તે છે,–આ રીતે મુક્ત થવાની ક્રિયારૂપે પરિણમી રહેલા આવા સાક્ષાત્ શ્રમણ તે
મોક્ષતત્ત્વ છે. તે ભવનો અંત કરીને હવે બીજું શરીર ધારણ નહિ કરે; હમણાં જ કેવળજ્ઞાન પ્રગટ કરીને
મોક્ષને સાધશે.