Atmadharma magazine - Ank 216
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 21

background image
આસો : ૨૪૮૭ : :
ત્ત્
ગતાંકથી ચાલુ
૧૦. શંકા–આ વ્યવહારનો જનક (ઉત્પન્ન કરનાર) ઉપનય છે એ કેવી રીતે?
સમાધાન–ભેદનો ઉત્પાદક સદ્ભૂતવ્યવહાર છે, ઉપચારનો ઉત્પાદક અસદ્ભૂતવ્યવહાર છે અને
ઉપચારથી પણ ઉપચારનો ઉત્પાદક ઉપચરિત અસદભૂત વ્યવહાર છે. અને જે આ ભેદલક્ષણવાળો તથા
ઉપચાર લક્ષણવાળો અર્થ છે તે અપરમાર્થ છે. માટે વ્યવહાર અપરમાર્થનો પ્રતિપાદક હોવાથી અપરમાર્થરૂપ
છે. આ આચાર્ય દેવસેનનું કથન છે. આથી તેમણે જ્યારે એક અખંડ દ્રવ્યમાં ગુણ–ગુણી આદિના આશ્રયથી
થનાર સદ્ભૂત વ્યવહારને જ અપરમાર્થભૂત બતાવ્યો છે તો એવી અવસ્થામાં બે દ્રવ્યોના આશ્રયથી કર્તા–કર્મ
આદિરૂપ જે ઉપચરિત અને અનુપચરિત અસદ્ભૂત વ્યવહાર થાય છે તેને પરમાર્થભૂત કેવી રીતે માની
શકાય? અર્થાત્ માની શકાતું નથી તે સ્પષ્ટ જ છે.
૧૧. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જો ભિન્ન કર્તા–કર્મ આદિરૂપ વ્યવહાર ઉપચરિત જ છે તો શાસ્ત્રોમાં
તેનો નિર્દેશ કેમ કરવામાં આવ્યો નથી? સમાધાન એ છે કે એક તો નિમિત્ત (વ્યવહાર હેતુ) નું જ્ઞાન
કરાવવાનું એનું મુખ્ય પ્રયોજન છે તેથી એ કથન કરવામાં આવ્યું છે. આલાપપદ્ધતિમાં કહ્યું પણ છે–
सति निमित्ते प्रयोजने च उपचारः प्रवर्तते।
(૧) નિમિત્ત અને પ્રયોજન હોતાં ઉપચારની પ્રવૃત્તિ થાય છે.
(૨) બીજું ઉપચરિત અર્થના પ્રતિપાદન વડે અનુપચરિત (નિશ્ચય) અર્થનો બોધ થઈ જાય છે તેથી
એનું કથન કરવામાં આવ્યું છે. નયચક્રમાં કહ્યું પણ છે–
तह उवयारो जाणह साहणहेऊ अणुवयारे।। २८८।।
તેવી જ રીતે અનુપચારની સિદ્ધિનો હેતુ ઉપચારને જાણો.
૧૨. અહીં એમ સમજવું જોઈએ કે જે વચન પોતે અસત્યાર્થ હોવા છતાં પણ ઈષ્ટાર્થનું જ્ઞાન
કરાવવામાં હેતુ છે તે લોકવ્યવહારમાં અસત્ય મનાતું નથી. દાખલા તરીકે ‘ચન્દ્રમુખી’ શબ્દ લ્યો. આ શબ્દ
એવી સ્ત્રી માટે વપરાય છે જેનું મુખ મનોજ્ઞ અને તેજસ્વી (–આભાવાળું) હોય. એ ઈષ્ટાર્થ છે. ‘ચન્દ્રમુખી’
શબ્દથી એ અર્થનું જ્ઞાન થઈ જાય છે તેથી લોકવ્યવહારમાં એવો વચન પ્રયોગ થાય છે. તથા એજ
અભિપ્રાયથી શાસ્ત્રોમાં પણ એને સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ એના બદલે જો કોઈ એ શબ્દનો
અભિધેય અર્થ ગ્રહણ કરીને એમ માનવા લાગે કે અમુક સ્ત્રીનું મુખ ચન્દ્રમા જ છે તો તે અસત્ય જ ગણાશે.
કેમ કે કોઈ પણ સ્ત્રીનું મુખ કદી ચન્દ્રમા થયું નથી અને થઈ શકતું પણ નથી.