अपेक्षा उपचार किया है, एसा जानना।
ટુંકમાં મીમાંસા કરી. એ જ ન્યાયે એક દ્રવ્ય બીજા દ્રવ્યને પરિણમાવે છે કે તેમાં અતિશય ઉત્પન્ન કરે છે એ
પ્રકારનું જેટલું કથન શાસ્ત્રોમાં મળે છે તેને પણ ઉપચરિત જ જાણવું જોઈએ. કેમકે અહીં એક દ્રવ્યની
વિવક્ષિત પર્યાય અન્ય દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત (વ્યવહાર હેતુ) છે. ફક્ત આ વાત જણાવવા માટે, તેને
અન્ય દ્રવ્યને પરિણમાવનાર અથવા તેને અન્ય દ્રવ્યમાં અતિશય ઉત્પન્ન કરનાર કહેવામાં આવ્યું છે, આ
કથન પરમાર્થભૂત છે એ અભિપ્રાય ધ્યાનમાં રાખીને નહિ. તાત્પર્ય એ છે કે શાસ્ત્રોમાં આ કથન નિમિત્તની
પોતાના ક્રિયા પરિણામ દ્વારા નિમિત્તતાનું જ્ઞાન કરાવવા માટે કરવામાં આવ્યું છે. બીજું કોઈ પ્રયોજન નથી.
વિશેષ ખુલાસો અમે આગળના પ્રકરણોમાં કરવાના છીએ જ
શાસ્ત્રોમાં જેટલા કોઈ નિમિત્તના કથન મળે છે તે પણ વ્યવહાર હેતુને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે છે
એનો પણ પ્રસંગવશ વિચાર કર્યો.
‘અહં’ પદથી વાચ્ય આત્મા નામનો પદાર્થ સ્વતન્ત્ર દ્રવ્ય છે અને ધન આદિ પદાર્થ સ્વતંત્ર દ્રવ્ય છે. તેથી આ
આપોઆપ સાબિત થાય છે કે અત્યંત જુદા બે દ્રવ્યોમાં સંબંધ કે એકત્વનું જ્ઞાન કરાવનાર જેટલા કથન મળે
છે તે ત્રણકાળમાં પરમાર્થભૂત હોઈ શકે નહિ. માટે શરીર મારૂં, ધન મારૂં ઈત્યાદિ રૂપ જેટલો વ્યવહાર થાય છે
તેને પણ પૂર્વોક્ત ઉપચરિત કથનની જેમ અસત્ય જ જાણવો જોઈએ. આ રીતે શરીર મારૂં, ધન મારૂં, દેશ
મારો ઈત્યાદિ રૂપે જેટલું કથન મળે છે તે પણ ઉપચરિત કેમ છે તેની સંક્ષેપમાં મીમાંસા કરી. હવે પ્રસંગોપાત
ઉપચરિત કથન પર વિસ્તૃત પ્રકાશ ફેંકવા માટે નૈગમાદિ કેટલાક નયોનો વિષય કઈ રીતે ઉપચરિત છે તેની
સંક્ષેપમાં મીમાંસા કરીએ છીએ.–એ તો સુવિદિત છે કે આગમમાં નૈગમાદિ નયોની ગણના સમ્યક્ નયોમાં
કરવામાં આવી છે તેથી પ્રશ્ન થાય છે કે જે એનો વિષય છે તે પરમાર્થભૂત છે તેથી એની ગણના સમ્યક્
નયોમાં કરવામાં આવી છે કે એનું કોઈ બીજું કારણ છે? સમાધાન એ છે કે જે એનો વિષય છે તેને દ્રષ્ટિમાં
રાખીને આ સમ્યક્નય કહેવામાં આવ્યા નથી પણ ફલિતાર્થ (લક્ષ્યાર્થ) ની દ્રષ્ટિથી જ એને સમ્યક્ કહેવામાં
આવ્યા છે
તાત્ત્વિક રીતે એકતા સ્થાપિત કરતી હોય. છતાં પણ ખાસ અભિપ્રાયની અપેક્ષાએ સાદ્રશ્ય સામાન્યરૂપ
મહાસત્તાને જૈનદર્શનમાં સ્થાન મળ્યું છે. એનાથી એમ બતાવવામાં આવ્યું છે કે જો કોઈ કલ્પિત યુક્તિયોવડે
જડ ચેતન બધા પદાર્થોમાં એકત્વ સ્થાપિત કરવા ઈચ્છે છે તો તે ઉપચરિત મહાસત્તાનો સ્વીકાર કરીને તેના
વડે જ એમ કરી શકે છે, પરમાર્થભૂત સ્વરૂપઅસ્તિત્વ વડે નહિ. આ રીતે આગમમાં આ નયને સ્વીકારવાથી
જણાય છે કે જે આ નયનો વિષય છે તે ભલે પરમાર્થભૂત ન હોય પણ તેનાથી ફલિતાર્થરૂપે સ્વરૂપઅસ્તિ–