છે એનું વ્યાખ્યાન કરી લેવું જોઈએ. તથા એવી જ રીતે બીજા નયોના વિષયમાં પણ જાણી લેવું જોઈએ.
કહ્યું પણ છે–
सो चिय भेदुवयारा जाण फुडं होइ ववहारो ।। २३६।।
ભેદાભેદ સ્વરૂપે કેમ માનવામાં આવેલ છે. અને જો વાસ્તવિક હોય તો તો તેને ઉપચરિત ન કહેવું જોઈએ.
એક તરફ તો ભેદ કરવાને વાસ્તવિક કહો અને બીજી તરફ તેને ઉપચરિત પણ માનો એ બન્ને વાતો બની
શકે નહિ. સમાધાન એ છે કે પ્રત્યેક દ્રવ્યની ઉભય પ્રકારે પ્રતીત થાય છે તેથી તે ઉભયરૂપ જ છે એમાં શંકા
નથી. જો આ દ્રષ્ટિએ જોઈએ તો જેવી રીતે વસ્તુ અખંડ એક છે એ કથન વાસ્તવિક ઠરે છે તેવી જ રીતે તે
ગુણ–પર્યાયના ભેદથી ભેદરૂપ છે એ કથન પણ વાસ્તવિક જ ઠરે છે. એ છતાં પણ અહીં જે ભેદ કરવાને
ઉપચરિત કહેવામાં આવ્યું છે તે અખંડ એક વસ્તુને પ્રતીતિમાં લાવવાના અભિપ્રાયથી જ કહેવામાં આવ્યું છે.
આશય એ છે કે આ જીવ અનાદિકાળથી ભેદને મુખ્ય માનીને પ્રવૃત્તિ કરતો આવ્યો છે જેથી તે સંસારનો પાત્ર
બની રહ્યો છે. પરંતુ આ સંસાર દુઃખદાયક છે એમ સમજીને એનાથી નિવૃત્ત થવા માટે તેને ભેદને ગૌણ
કરવાની સાથે સાથે અભેદ સ્વરૂપ અખંડ એક આત્મા ઉપર પોતાની દ્રષ્ટિ સ્થિર કરવાની છે. ત્યારે તે સંસાર
બંધનથી મુક્ત થઈ શકશે. વર્તમાનમાં આ જીવનું એ મુખ્ય પ્રયોજન છે અને એ જ કારણ છે કે એ પ્રયોજનને
ધ્યાનમાં રાખીને અહીં ભેદ કથનને ઉપચરિત અથવા વ્યવહાર કથન કહીએ તેનાથી મોક્ષાર્થી જીવની દ્રષ્ટિ
ખસેડવામાં આવી છે.
વ્યવહાર જ્યાં વાસ્તવિક (પરમાર્થભૂત) છે ત્યાં ભિન્ન કર્તૃ–કર્માદિરૂપ વ્યવહાર વાસ્તવિક (પરમાર્થભૂત)
નથી. તે વાસ્તવિક કેમ નથી તેનું સ્પષ્ટીકરણ અમે પહેલા કર્યુ જ છે તેથી બન્ને જગ્યાએ ઉપચાર શબ્દોનો
વ્યવહાર કર્યો છે માત્ર એટલી શબ્દોની સામ્યતા જોઈને તેમની ગણતરી એક પ્રકારમાં ન કરવી જોઈએ.
મોક્ષમાર્ગમાં ભેદ વ્યવહાર ગૌણ હોવાથી છોડવા યોગ્ય છે. અને ભિન્ન કર્તૃ–કર્માદિરૂપ વ્યવહાર અવાસ્તવિક
હોવાથી ત્યાજ્ય છે એ ઉક્ત કથનનું તાત્પર્ય છે.