Atmadharma magazine - Ank 216
(Year 18 - Vir Nirvana Samvat 2487, A.D. 1961).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 21

background image
આસો : ૨૪૮૭ : ૧૩ :
જ્ઞાનીની
ઓળખાણ
(સમયસાર ગા. ૭૬ થી ૭૯ ઉપરના
ભેદજ્ઞાનપ્રેરક અદ્ભુત પ્રવચનોમાંથી)
જ્ઞાની થયેલો આત્મા કઈ રીતે ઓળખાય? તેનું ચિહ્ન શું? એમ શિષ્યનો પ્રશ્ન હતો; તેના ઉત્તરમાં
આચાર્ય ભગવાને કહ્યું કે જે જ્ઞાની છે તે જીવ જ્ઞાનસ્વભાવી પોતાના આત્માને રાગાદિથી ભિન્ન જાણતો થકો
પોતાના નિર્મળ જ્ઞાનપરિણામને જ કરે છે, એ સિવાય અન્ય કોઈ પરભાવોને જ્ઞાનના કાર્યપણે જરાપણ
કરતો નથી, તેનો તે જાણનાર જ રહે છે.
હવે પ્રશ્ન થાય છે કે જ્ઞાની પુદ્ગલકર્મને તેમજ રાગાદિ પરિણામને જાણે છે, તો તેને જાણતાં તેની
સાથે તે જ્ઞાનીને કર્તાકર્મપણું છે કે નથી? રાગને જાણતી વખતે જ્ઞાની રાગનો કર્તા થાય છે કે નથી
થતો? તેના ઉત્તરમાં આચાર્યદેવ કહે છે કે જ્ઞાની રાગાદિને જાણતો હોવા છતાં તે તેમાં અંતર્વ્યાપક થતો
નથી, રાગને તે પોતાના જ્ઞાનથી બાહ્યસ્થિત જાણે છે, એટલે રાગાદિની શરૂઆતમાં, મધ્યમાં કે અંતમાં
તે જરાપણ વ્યાપતો નથી, તેમાં જરાપણ તન્મય થતો નથી, તેને જ્ઞાનસ્વરૂપમાં ગ્રહણ કરતો નથી, તેમાં
એકતારૂપે પરિણમતો નથી ને તે રાગરૂપે ઊપજતો નથી; તે રાગને જાણતી વખતે રાગથી ભેદજ્ઞાનપણે
જ પરિણમે છે, જ્ઞાનસ્વરૂપને જ સ્વપણે ગ્રહણ કરીને તેમાં એકતારૂપે પરિણમે છે, રાગથી જુદા જ્ઞાનપણે
જ ઊપજે છે. આ રીતે જ્ઞાનપણે જ ઊપજતા તે જ્ઞાનીને રાગાદિ સાથે કે પરની સાથે કર્તાકર્મપણું નથી.
રાગને જાણવાના ઉપયોગ વખતે પણ તેને રાગ સાથે કર્તાકર્મપણું જરાય નથી, તે ઉપયોગ સાથે જ
કર્તાકર્મપણું છે.
જુઓ, સાધકની દશા! સાધકનું વહાણ રાગના આધારે નથી ચાલતું, તે તો સ્વાવલંબી ચૈતન્યના
આધારે જ ચાલે છે. અહા. સાધક–જ્ઞાની–ધર્માત્મા પોતાના ઉપયોગમાં રાગાદિને જરાપણ ગ્રહણ જ કરતા
નથી તો તે રાગના અવલંબને સાધકની શુદ્ધતા વધે એમ કેમ બને? ચૈતન્યસ્વભાવના જ અવલંબને
સાધકની શુદ્ધતા વધે છે–એ નિયમ છે.
જેમ પુદ્ગલના પરિણામસ્વરૂપ કર્મમાં પુદ્ગલ જ વ્યાપક છે, જીવ તેમાં વ્યાપક નથી; જીવ જો
પુદ્ગલના કાર્યમાં વ્યાપે તો તો તે અજીવ થઈ જાય; જેમ માટીની અવસ્થારૂપ ઘડામાં (શરૂઆતમાં, વચ્ચે કે
અંતમાં) સર્વત્ર માટી જ વ્યાપક છે, કુંભાર તેમાં વ્યાપક નથી. જો કુંભાર તેમાં વ્યાપક હોય તો કુંભાર પોતે
જ ઘડો થઈ જાય! જેમ માટી પોતે ઘડો થઈને તેને કરે છે, તેમ કુંભાર પોતે કંઈ ઘડો થતો નથી, એટલે તે
તેને કરતો નથી. તેમ રાગાદિ પરિણામોમાં શુદ્ધનિશ્ચયથી