જ્ઞાનરૂપ થઈને તેનો કર્તા થાય છે, પણ જીવ પોતે રાગરૂપ થઈ જતો નથી, તેથી તે રાગનો કર્તા નથી. જ્ઞાની
પોતાના આત્માને ઉપયોગસ્વરૂપ જ જાણે છે, રાગસ્વરૂપ નથી જાણતા, તેથી તેમના દ્રવ્યમાં–ગુણમાં ને
પર્યાયમાં સર્વત્ર જ્ઞાનનું જ વ્યાપકપણું છે, રાગનું તેમાં વ્યાપકપણું નથી; અથવા તેમની પર્યાયની આદિમાં–
મધ્યમાં–અંતમાં સર્વત્ર ઉપયોગ જ વ્યાપે છે, પણ તેમાં ક્યાંય રાગ વ્યાપતો નથી, રાગ તો બાહ્ય જ રહે છે.
માટે જ્ઞાની ધર્માત્માને તે રાગ સાથે કર્તાકર્મપણું નથી, માત્ર જ્ઞાતાજ્ઞેયપણું જ છે. જેમ થાંભલા વગેરે
પરદ્રવ્યને જ્ઞાની પોતાના જ્ઞાનથી ભિન્ન જાણે છે તે જ રીતે રાગાદિ પરભાવોને પણ જ્ઞાની પોતાના જ્ઞાનથી
ભિન્ન જાણે છે.
ઉત્તર :– અરે ભાઈ. અંતરનો મહા વીતરાગી પુરુષાર્થ આમાં આવે છે, અનંતા પરદ્રવ્યોથી ને સર્વે
તેમાં અજ્ઞાનીને પુરુષાર્થ દેખાય છે, ડુંગરા ખોદે તેમાં અજ્ઞાનીને પુરુષાર્થ ભાસે છે, પણ જ્ઞાન રાગથી જુદું પડીને
પોતે પોતાના ચિદાનંદ સ્વભાવમાં ઠર્યું તેમાં રહેલો અપૂર્વ–અચિંત્ય સમ્યક પુરુષાર્થ અજ્ઞાનીને દેખાતો નથી.
ભેદજ્ઞાનની અનુભૂતિમાં જ્ઞાનીને સ્વ–પરની સ્પષ્ટ વહેંચણી થઈ જાય છે.
છે એવા સંતો પાસેથી બ્રહ્મચર્યના પોષણની જ વાત મળે, ત્યાં કાંઈ વિષયકષાયના પોષણની વાત ન મળે;
તેમ જેમણે જ્ઞાન અને રાગની સ્પષ્ટ વહેંચણી કરી નાંખી છે ને જ્ઞાનસ્વભાવનો રંગ લગાડયો છે–એવા જ્ઞાની
ધર્માત્મા પાસે તો વીતરાગી ભેદજ્ઞાનના પોષણની જ વાત મળે; રાગના પોષણની વાત જ્ઞાની પાસે હોય
નહિ, ‘રાગ કરતાં કરતાં તને ધર્મનો લાભ થશે’–એવી વાત જ્ઞાની પાસે હોય નહિ. જ્ઞાની તો એમ કહે કે
તારું જ્ઞાન રાગથી અત્યંત ભિન્ન સ્વભાવવાળું છે, માટે તું જ્ઞાનને અને રાગને ભિન્નભિન્ન ઓળખીને તારા
જ્ઞાન તરફ વળ ને રાગથી જુદો પડ; જ્ઞાનની રુચિ કર ને રાગની રુચિ છોડ.
તેમને કર્તાકર્મપણું નથી. સમ્યગ્દર્શન–જ્ઞાનઆનંદરૂપ જે નિર્મળભાવો છે તે જ આત્માના પરિણામ છે, ને તે
નિર્મળભાવોના આદિ–મધ્ય–અંતમાં સર્વત્ર આત્મા પોતે જ અંતર્વ્યાપક છે. નિર્મળપરિણામોમાં રાગ
અંતર્વ્યાપક નથી, રાગ તો બાહ્ય છે. આત્મા જ નિર્મળપરિણામોમાં અંતરંગપણે વ્યાપક છે. માટે જ્ઞાનીને
પોતાના નિર્મળ પરિણામો સાથે જ કર્તાકર્મપણું છે, રાગાદિ સાથે કર્તાકર્મપણું નથી.