કારતક: ૨૪૮૮ : ૧૯ :
બંને ધારા ભિન્ન ભિન્ન ચાલી જાય છે. તેમાં જ્ઞાની તો જ્ઞાનધારાનો જ સ્વામી છે, ને જે બંધધારા છે
તેને તે પોતાના સ્વભાવથી જુદી જ જાણતો થકો તેનો સ્વામી કે કર્તા થતો નથી. માટે ‘જ્ઞાની’ ને બંધન
છે જ નહીં.
આચાર્યદેવ જ્ઞાનના મહિમાથી કહે છે કે અહો! પરપરિણતિને છોડતું અને ભેદનાં કથનોને તોડતું જે
આ પ્રત્યક્ષ સ્વસંવેદનરૂપ ભેદજ્ઞાન ઉદય પામ્યું છે, તે જ્ઞાનમાં હવે વિભાવ સાથે કર્તાકર્મની પ્રવૃત્તિનો
અવકાશ જ નથી, અને તેને બંધન પણ નથી. જુઓ, આ જ્ઞાન!! જ્ઞાન પરભાવોથી છૂટયું; અહા, છૂટકારાના
પંથે ચડેલા આ જ્ઞાનને બંધન કેમ હોય? મતિશ્રુત ક્ષાયોપશમિકજ્ઞાન હોવા છતાં સ્વસંવેદન તરફ વળ્યા ત્યાં
તે પ્રત્યક્ષ છે, અને તે જ્ઞાનને બંધન નથી, તેમાં વિકારનું કર્તૃત્વ નથી. ચૈતન્યના મધ્યબિંદુથી તે જ્ઞાન ઊછળ્યું
છે, તેને કેવળજ્ઞાન લેતાં હવે કોઈ રોકી શકે નહિ.
કેવળજ્ઞાન સાથે કેલિ કરનારું –
સ્વસંવેદનરૂપ શ્રુતજ્ઞાન
આચાર્યદેવને કેવળજ્ઞાન તો નથી પણ કેવળજ્ઞાનનું
સાધક એવું શ્રુતજ્ઞાન છે; તેઓ કહે છે કે: અમારું આ અંતરમાં
નમેલું શ્રુતજ્ઞાન પણ કેવળજ્ઞાન જેવું જ છે; કેવળજ્ઞાનીની જેમ
શુદ્ધઆત્માને તે સ્વસંવેદન પ્રત્યક્ષથી અનુભવે છે. જ્ઞાન અલ્પ
હોવા છતાં તે શ્રુતજ્ઞાનને અંતરમાં વાળીને અમે કેવળ
આત્માને અનુભવીએ છીએે તેથી અમે પણ ‘કેવળી’ છીએ.
કેવળ આત્માને અનુભવનારું આ જ્ઞાન જ કેવળજ્ઞાનનું સાધક
છે. માટે, સાધ્ય સાથે જેણે કેલિ માંડી છે એવા સ્વસંવેદનશ્રુત
જ્ઞાન વડે એકલા આત્માને અનુભવતા થકા અમે નિશ્ચલ
રહીએ છીએ..બીજી આકાંક્ષાથી બસ થાઓ.
આમ કેવળજ્ઞાનની સાથે સંતોએ શ્રુતજ્ઞાનની સંધિ કરી
છે.
(પ્ર. ગા. ૩૩ના પ્રવચનમાંથી)