–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
વર્ષ: ૧૯ અંક: ૧) તંત્રી : જગજીવન બાઉચંદ દોશી (કારતક: ૨૪૮૮
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
પરમ પૂજ્ય ગુરુદેવની મંગલકારી છાયામાં આપણું
“આત્મધર્મ” આજે ૧૯મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. નુતનવર્ષના
મંગલ પ્રારંભે, પરમ અભિનંદનીય એવા શ્રી સિદ્ધ ભગવંતોને તથા
અર્હંતભગવંતોને અતિશય ભક્તિથી અભિનંદીએ છીએ..
સિદ્ધપદને સાધનારા સર્વે સાધકસંતો પણ પરમ અભિનંદનીય છે,
અને તેના માર્ગરૂપ શુદ્ધ રત્નત્રય તે પણ પરમ અભિનંદનીય છે,
તે સર્વેને પરમભક્તિથી અભિનંદીએ છીએ.
પૂ. ગુરુદેવનો આપણા ઉપર જે ઉપકાર છે તેનું વર્ણન થઈ
શકે તેમ નથી; આપણે બધાય મુમુક્ષુ ભક્તજનો ભેગા થઈને
આખીયે જિંદગી મનને અને જીભને તેમાં જ જોડીએ તો પણ
જ્ઞાનીઓનાં ગુણગાન પૂરા પડે તેમ નથી. આજે હૃદયની હજાર–
હજાર ઊર્મિઓપૂર્વક તેઓશ્રીનો ઉપકાર માનીએ છીએ ને
ભક્તિપૂર્વક તેઓશ્રીનાં ચરણકમળમાં નમસ્કાર કરીએ છીએ.
ગુરુદેવની મંગલછાયામાં આ “આત્મધર્મ” દ્વારા દેવ–ગુરુ–ધર્મની
સેવાનો જે સુઅવસર મળ્યો તેને અમે અમારું સદ્ભાગ્ય માનીએ
છીએ. અને સર્વે સાધર્મીબન્ધુઓના વાત્સલ્યભર્યા સહકારથી
“આત્મધર્મ” વધુને વધુ સમૃદ્ધ અને સુશોભિત બને, તેનો વધુ ને
વધુ વિકાસ થાય એવી અમારી ભાવના છે.
સર્વે સાધર્મી બન્ધુઓને પણ ધર્મસ્નેહપૂર્વક અભિનંદન
પાઠવીએ છીએ.
–જગુભાઈ દોશી (તંત્રી)
–હરિલાલ જૈન.