Atmadharma magazine - Ank 217
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 27

background image
:૪: આત્મધર્મ: ૨૧૭
જ્ઞાનમયભાવ
કર્મબંધનમાં
નિમિત્ત પણ નથી
“ધી” ને ધ્યેય પ્રત્યે પ્રેરે તે ધીર”
(ઝોબાળીઆ શાંતિલાલ કસ્તુરચંદના મકાનના વાસ્તુ પ્રસંગે)
સ. ગાથા ૧૦પ ઉપર પૂ. ગુરુદેવના પ્રવચનમાંથી (આસો વદ ૭)
આ દેહમાં રહેલો આત્મા સર્વજ્ઞસ્વભાવી છે; તેનું ભાન કરી, તેમાં લીન થઈ જેઓ સર્વજ્ઞ થયા તેમણે
આત્માનું વાસ્તવિક સ્વરૂપ જેવું જાણ્યું તેવું દિવ્યધ્વનિ દ્વારા જગતને દર્શાવ્યું. તે ઝીલીને સંતોએ આ
સમયસારાદિ શાસ્ત્રો રચ્યાં છે. આત્માનું વાસ્તવિક કાર્ય શું છે? રાગાદિ વિકાર તે આત્માનું વાસ્તવિક કાર્ય
નથી, અંતરના જ્ઞાનસ્વભાવના આશ્રયે થતા જે નિર્મળ જ્ઞાનાદિ પરિણામ તે જ આત્માનું વાસ્તવિક કાર્ય છે.
આવા વાસ્તવિક કાર્યને જીવે પૂર્વે કદી જાણ્યું નથી, એને જાણ્યા વગર અનંતવાર ચારગતિમાં અવતાર કર્યા.
આત્માનું સમ્યક્સ્વરૂપ જાણ્યા વગર અનંતવાર શુભરાગવડે ત્યાગી થયો, વ્રત પાળ્‌યાં, પણ તે રાગને જ
નિજકર્તવ્ય માનીને સંસારમાં રખડયો. રાગથી પાર ચૈતન્યતત્ત્વ છે તેનું સમ્યક્દર્શન એક સેકંડ પણ કદી કર્યું
નથી, સમ્યગ્દર્શનરૂપી ધર્મ અપૂર્વ ચીજ છે, તે કેમ થાય તેની આ વાત છે.
આ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા તે કર્મબંધનનું નિમિત્ત નથી, તેમજ તે ચૈતન્યસ્વરૂપના શ્રદ્ધા–
જ્ઞાનના પરિણામ થયા તે પણ કર્મબંધનનું નિમિત્ત નથી. તે નિર્મળ પરિણામને વિકારની સાથે પણ
કર્તાકર્મપણું નથી. સ્વભાવ તરફ વળેલો નિર્મળભાવ તે તો મુક્તિનું કારણ છે, કર્મને તોડવાનું કારણ છે, તો
તે ભાવ કર્મના બંધનનું કારણ કેમ હોય..? અહા, સમ્યગ્દર્શન થયું ત્યાં તે જીવ કર્મના બંધનું નિમિત્ત પણ
થતો નથી, તે તો જ્ઞાનભાવરૂપ કાર્યને જ કરે છે. અહા, સમ્યગ્દર્શન શું ચીજ છે તેના મહિમાની જગતના
જીવોને ખબર નથી. અને સમ્યગ્દર્શન પછી અંદરમાં આનંદના ઉભરા આવતાં મુનિદશા થાય–તેની તો શી
વાત!! “સાધુ હૂઆ સો સિદ્ધ હુઆ.” પ્રવચનસારમાં શુદ્ધોપયોગી મુનિને મોક્ષતત્ત્વ કહ્યા છે. આવી મુનિદશા
પહેલાં સમ્યગ્દર્શન તે પણ અપૂર્વ ચીજ છે.
દયા–દાનાદિના પરિણામ ઉપરથી જ્ઞાની ઓળખાતા નથી, પણ જ્ઞાનીને અંદરનો ચૈતન્યદરિયો
મધ્યબિંદુથી ઊછળીને આનંદની ભરતી આવી છે, તેના વડે જ જ્ઞાની ઓળખાય છે. મંદરાગના શુભ પરિણામ
વડે ચૈતન્ય દરિયામાં આનંદની ભરતી આવે–એમ બનતું નથી. આવા ચૈતન્યની વાત જીવે અંતર્લક્ષ પૂર્વક કદી
સાંભળી નથી. ભગવાનની સભામાં ગયો ત્યારે પણ રાગમાં રોકાઈ ગયો પણ અંદરમાં ચૈતન્યતત્ત્વની વાતને
સ્પ–