Atmadharma magazine - Ank 218
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 23

background image
માગશર: ૨૪૮૮ : ૧૩ :
અ નુ ભૂ તિ ની રી ત
(સમયસાર ગાથા – ૧૪૪ના પ્રવચનમાંથી)
“અનુભવ ચિંતામણિ રતન, અનુભવ હૈ રસકૂપ,
અનુભવ મારગ મોક્ષનો, અનુભવ મોક્ષસ્વરૂપ.”

મંગલ–આશયવાળા જિજ્ઞાસુ શિષ્યે પૂછયું હતું કે–પક્ષાતિક્રાન્તનું શું સ્વરૂપ છે? તેનો આ ઉત્તર ચાલે
છે. જેમ કેવળી ભગવાન સમસ્ત નયપક્ષોથી અતિક્રાન્ત છે તેમ શ્રુતજ્ઞાની પણ સ્વસંવેદનમાં સમસ્ત
નયપક્ષના ગ્રહણ રહિત હોવાથી પક્ષાતિક્રાન્ત છે. આ રીતે જે પક્ષાતિક્રાન્ત છે તે જ શુદ્ધઆત્મા છે, તે જ
સમયસાર છે–એવો નિયમ બતાવે છે, અને તેવું પક્ષાતિક્રાન્તપણું કેમ પ્રગટે અર્થાત્ સમ્યગ્દર્શન કેમ પ્રગટે તે
વાત ૧૪૪મી ગાથામાં આચાર્યદેવ અલૌકિક રીતે સમજાવે છે–
સમ્યક્ત્વ તેમ જ જ્ઞાનની જે એકને સંજ્ઞા મળે,
નયપક્ષ સકલ રહિત ભાખ્યો તે સમયનો સાર છે.
શુદ્ધાત્માના વિકલ્પો ઊઠે તેને કાંઈ સમ્યગ્દર્શન નથી કહેવાતું; સમ્યગ્દર્શન એવું નામ તો શુદ્ધઆત્માને
જ કહેવાય છે. અંતર્મુખ થઈને જે આત્મા સમ્યક્્–શ્રદ્ધા–જ્ઞાનરૂપે પરિણમ્યો તેને જ સમ્યગ્દર્શન અને
સમ્યગ્જ્ઞાન કહેવામાં આવે છે. ‘હું શુદ્ધ છું’ એવો વિકલ્પ ઊઠયો તે કાંઈ સમ્યગ્દર્શન નથી. તેમજ તે ખરેખર
સમ્યગ્દર્શનનું સાધન પણ નથી. નવતત્ત્વના વિકલ્પની જાળમાં જેનો ઉપયોગ અટક્યો છે તેનો ઉપયોગ
ખંડિત થાય છે, તેને ‘સમ્યગ્દર્શન’ એવું નામ આપી શકાતું નથી. વિકલ્પોથી દૂર થઈને–અંતર્મુખ સ્વભાવમાં
જે ઉપયોગ વળ્‌યો તે ઉપયોગ સ્વરૂપના ધ્યાન વડે આત્મદ્રવ્ય સાથે એકાકાર અભેદ થયો. આવી અભેદપર્યાયે
પરિણમેલો આત્મા તે જ સમ્યગ્દર્શન છે. અહા, જ્યાં સુધી સ્વસન્મુખ નિર્ણય વડે અંતરમાં સ્વવસ્તુને પહોંચી
વળવાની તાકાત પ્રગટ ન કરે ત્યાં સુધી ચૈતન્યતત્ત્વ અનુભવમાં આવે નહિ. “આ ચૈતન્યવસ્તુ જ હું છું ને
તેમાં જ મારે ઢળવા જેવું છે.” એવા નિર્ણયના જોર વગર જ્ઞાનનું પરિણમન અંતરમાં વળે નહીં. વિકલ્પો તો
થાકી થાકીને પાછા વળે છે, તેનામાં એવી તાકાત નથી કે ચૈતન્યસ્વભાવ સુધી પહોંચી શકે. વિકલ્પનું
અવલંબન છોડીને સીધું જ્ઞાનાનંદસ્વભાવનું અવલંબન કરવું તે જ સ્વાનુભવનો ને સમ્યગ્દર્શનાદિનો ઉપાય
છે.
હવે જુઓ, આચાર્યદેવ સ્વાનુભવની રીત સમજાવે છે:
“પ્રથમ તો શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાન સ્વભાવી આત્માનો નિશ્ચય કરીને...” જુઓ, આ
પહેલી વાત! અનુભવ માટે પ્રથમ શું કરવું? તો કહે છે કે પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ
આત્માનો નિશ્ચય કરવો. પહેલાં રાગનું અવલંબન કે વ્યવહારનું અવલંબન–એમ નથી. શ્રુતજ્ઞાનનું જ અવ–