: ૧૬ : આત્મધર્મ: ૨૧૮
સ્વભાવ સાથે ભળીને એકરસ થઈ ગયો.–આવા એકરસપણે ચૈતન્યના શાંતરસનો નિર્વિકલ્પ અનુભવ થયો,
તેમાં બધુંય સમાઈ જાય છે; આખોય આત્મા અને આત્માના બધાય ધર્મો તેમાં સમાઈ ગયા.
ધર્માત્માને ચૈતન્યના રસનું જ રસિકપણું થયું છે, એ સિવાય જગતના કોઈ પદાર્થનો તેને રસ નથી,
પ્રીતિ નથી; વિકલ્પનો પણ તેને રસ નથી. નિર્વિકલ્પ ઉપયોગ વડે પરમ વીતરાગી વિજ્ઞાનરસ સ્વાદમાં
આવ્યો તેનો જ ધર્મીને રસ લાગ્યો છે...તેથી કહ્યું છે કે:–
અનુભવ ચિંતામણિ રતન અનુભવ હૈ રસકૂપ
અનુભવ મારગ મોક્ષકો અનુભવ મોક્ષસ્વરૂપ.
ઉપયોગ અંતર્મુખ થઈને જ્યાં ચૈતન્યના પૂરમાં ભળ્યો ત્યાં જ્ઞાનનો પ્રવાહ જ્ઞાનમાં જ વળ્યો....એ
પ્રવાહ વેગપૂર્વક વધીને કેવળજ્ઞાન થાય છે. એ પ્રવાહમાં અનંત ગુણોના નિર્મળ પરિણમનનો સાથ છે. જ્ઞાન
જ અંતર્મુખપણે જ્ઞાનને વધારતું જાય છે, બહારમાં કોઈનું અવલંબન નથી. પોતે પોતાના સ્વાલંબનથી જ
પોતામાં લીન થતું જાય છે. આવી અનુભવી ધર્માત્માની દશા છે: તે વિકલ્પના અકર્તાપણે શોભે છે ને અબંધ
જ રહે છે.
* * * * *
જે જાણે છે તે જાણે જ છે :
જે કરે છે તે કરે જ છે.
જે વિકલ્પનો કર્તા થાય છે તે કેવળ વિકલ્પને કરે જ છે; તે કર્તા થઈને વિકલ્પને જ રચે છે પણ
મોક્ષમાર્ગને જરા પણ રચતો નથી; અરે, વિકલ્પના કાર્યથી જુદા જ્ઞાનને જાણતો પણ નથી. અને જે જ્ઞાની
ભેદજ્ઞાનવડે જ્ઞાન અને રાગને ભિન્ન ભિન્ન જાણે છે તે કેવળ જાણે જ છે, તે વિકલ્પને જરાપણ કરતો નથી.
સમ્યગ્દ્રષ્ટિને જેટલે અંશે સમ્યગ્દર્શનાદિ છે તેટલા અંશે અબંધપણું છે, ને જેટલા અંશે રાગાદિ છે તેટલા અંશે
બંધન છે–એમ કહ્યું, પણ તેનો અર્થ એમ નથી કે સમ્યગ્દ્રષ્ટિને તે રાગાદિનું કર્તૃત્વ છે. ધર્મી તો જાણનાર જ
રહે છે. જ્ઞાનભાવનો જ કર્તા થઈને પરિણમતો થકો વિકલ્પના અંશ માત્રને જ્ઞાન સાથે એકમેક કરતો નથી;
જ્ઞાની જ્ઞાનપણે જ રહે છે, વિકલ્પનો કર્તા થતો નથી. વિકલ્પને જ કાર્ય માનીને તેના કર્તૃત્વમાં જે અટક્યો તે
કદી આત્માને જાણતો નથી. અને જે આત્માને જ્ઞાનસ્વભાવી જાણે છે તે કદી વિકલ્પને કરતો નથી. વિકલ્પ
થાય તે જ્ઞાનથી બહારને બહાર રહે છે. “જ્ઞાનીને રાગ છે” એમ કહેવું તે ઉપચાર છે, જ્ઞાનીને તો જ્ઞાન જ છે,
ને રાગ તો તેને જ્ઞેયપણે જ છે, જ્ઞાનના કાર્યપણે નથી.
અહો, જ્ઞાનની અંદર વિકલ્પની ક્રિયા જરાપણ ભાસતી નથી. અને વિકલ્પની અંદર જાણવારૂપ ક્રિયા
જરાપણ ભાસતી નથી. જ્ઞાન અને વિકલ્પ બંનેની જાત જ જુદી; જ્ઞાનમાં વિકલ્પ નથી ને વિકલ્પમાં જ્ઞાન
નથી. જ્ઞાનની અતીન્દ્રિય આનંદથી ભરેલી અનુભૂતિ થઈ ત્યાં વિકલ્પનું કર્તૃત્વ સ્વપ્નેય ન રહ્યું. શાંતરસના
સ્વાદ પાસે વિકલ્પની આકુળતાના સ્વાદને પોતાનો કેમ જાણે? અને જે વિકલ્પના સ્વાદમાં અટક્યો તે
ચૈતન્યના શાંતરસને ક્્યાંથી અનુભવે?
આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની પરિણતિની દિશા જ જુદી છે. જ્ઞાની તો જ્ઞાતા જ છે ને વિકલ્પનો
કર્તા નથી; અને અજ્ઞાની વિકલ્પને જ કરે છે પણ જ્ઞાનના નિર્વિકલ્પસ્વાદને અનુભવતો નથી.
જ્ઞાની અને અજ્ઞાનીના ભિન્ન ભિન્ન કાર્યની ઓળખાણ દ્વારા આચાર્યદેવે સ્વભાવ અને વિભાવનું
ભેદ–