જ્ઞાન કરાવ્યું છે. જ્ઞાનીનું કાર્ય જ્ઞાનમય જ છે, તેમાં વિકારની કિયા નથી; અજ્ઞાનીનું કાર્ય રાગમય છે,
તેમાં નિર્મળજ્ઞાનની ક્રિયા પ્રતિભાસતી નથી. જડની ક્રિયાની વાત તો અહીં નથી, અહીં તો અંદરના
પરિણામની વાત છે. જ્ઞાનીને કેમ ઓળખવા? કે જ્ઞાનક્રિયા વડે જ્ઞાનીને ઓળખવા; અને રાગના
કર્તાપણાવડે અજ્ઞાનીને ઓળખી લેવો, અર્થાત્ જેના અભિપ્રાયમાં રાગનું કર્તૃત્વ છે તે અજ્ઞાની જ છે–
એમ સમજવું.
કે વ્યવહારને જે સાધન માને, તેના અવલંબનથી મને હિતપ્રાપ્તિ થશે–એમ જે માને તેને તો નિર્ણયમાં
જ ભૂલ છે, તેની તો શરૂઆત જ ખોટી છે. હું તો જ્ઞાન જ છું, રાગાદિભાવો મારા જ્ઞાનથી બાહ્ય છે
એવા દ્રઢ નિશ્ચય વગર સાચા પ્રયત્નની શરૂઆત પણ થાય નહિ. અહો, કર્તાકર્મઅધિકાર દ્વારા
આચાર્યદેવે એવી સ્પષ્ટ વસ્તુ સ્થિતિ સમજાવી છે કે જો આત્માનો અર્થી થઈને સમજે તો અપૂર્વ
ભેદજ્ઞાન થયા વિના રહે નહિ.
આશ્રયે ઊપજતી જ્ઞાનક્રિયા, અને પરદ્રવ્યના આશ્રયે ઊપજતી કરોતિક્રિયા–એ બંનેને જરાય એકપણું
નથી, અત્યંત ભિન્નપણું છે. રાગથી લાભ પણ માને અને જ્ઞાતાપણે પણ રહે–એમ બની શકતું નથી,
કેમ કે જે રાગનો કર્તા થાય છે તેને સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ જ્ઞપ્તિક્રિયા હોતી નથી; અને જે જ્ઞાતા
છે તે વિકારના કર્તાપણે પરિણમતો નથી. અરે, આવું સ્પષ્ટ ભેદજ્ઞાન...છતાં અજ્ઞાની જીવો વિકાર સાથે
કર્તાકર્મની ક્રિયાપણે કેમ પરિણમે છે?–એમના અંતરમાં મોહ કેમ અત્યંત જોરથી નાચી રહ્યા છે? જો
યથાર્થ ભેદ સમજે તો તે કર્તાકર્મપણું રહે નહિ. જ્યાં ભેદજ્ઞાન થયું ત્યાં ચૈતન્યશક્તિથી ભરપૂર અત્યંત
ગંભીર જ્ઞાનજ્યોતિ ઉગ્રપણે ઝળહળી ઊઠી, તેમાં વિકારના કર્તૃત્વરૂપ અંધકાર ક્્યાંય ન રહ્યો; અને કર્મ
સાથે નિમિત્ત–નૈમિત્તિકપણું પણ છૂટી ગયું. જ્ઞાન જ્ઞાનપણે જ પરિણમવા લાગ્યું...ને આત્માના
ચિદાનંદસ્વરૂપમાં જ મુક્તપણે વિલાસ કરવા લાગ્યું.