: ૧૮ : આત્મધર્મ: ૨૧૮
– પરમ શાંતિ દાતારી–
*અધ્યાત્મભાવના *
ભગવાનશ્રી પૂજ્યપાદસ્વામી રચિત ‘સમાધિશતક’
ઉપર પરમપૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં
અધ્યાત્મભાવના ભરપૂર વૈરાગ્યપ્રેરક પ્રવચનોનો સાર
(વીર સં. ૨૪૮૨ અષાડ વદ એકમ: સોમવાર વીરશાસનપ્રવર્તન–દિવ્યધ્વનિ–મંગલ દિન)
(સમાધિશતક ગા. ૬૦)
આજે મહાવીર ભગવાનનો દિવ્યધ્વનિ છૂટવાનો દિવસ છે. તેમને ૬૬ દિવસ પહેલાં કેવળજ્ઞાન થયું
હતું પણ હજી ઉપદેશ નીકળ્યો ન હતો; ૬૬ દિવસ બાદ આજે રાજગૃહીમાં વિપુલગીરી ઉપર સમવસરણમાં
ગૌતમ સ્વામી આવતાં સૌથી પહેલવહેલો ઉપદેશ નીકળ્યો...ને તે ઝીલીને ગૌતમસ્વામીએ ગણધરપદેથી
શાસ્ત્રો રચ્યાં...એ શાસ્ત્રોની પરંપરા આજે પણ ચાલી રહી છે. શાસનનું બેસતું વર્ષ પણ આજે છે, ને
જગતના નિયમપ્રમાણે પણ આજે જ બેસતું વર્ષ છે.
ભગવાન મહાવીર પરમાત્માનો પૂર્ણ વિકાસ આ ભવમાં થયો; પણ ત્યાર પહેલાં તે આત્મામાં ધર્મની
શરૂઆત (સમ્યગ્દર્શન પ્રાપ્તિ) તો દશ ભવ પહેલાં સિંહના ભવમાં થઈ ગઈ હતી; ત્યાર પછી અનુક્રમે
આગળ વધતાં પૂર્વના ત્રીજા ભવમાં નંદરાજાના ભવમાં તીર્થંકર નામ કર્મ બાંધ્યું...ત્યાંથી પછી આગળ વધતાં
આ છેલ્લો ભવ હતો. તેમાં ભગવાને બાલબ્રહ્મચારીપણે દીક્ષા લીધી...પછી આત્મધ્યાનમાં લીન થતાં થતાં
કેવળજ્ઞાન વૈશાખ સુદ દસમે પ્રગટી ગયું...પરિપૂર્ણ આનંદ પ્રગટી ગયો. પૂર્વે તે આનંદનું ભાન તો હતું અને
“અહો! આ આનંદમાં લીન થઈને પરિપૂર્ણ આનંદ પ્રગટ કરું...મારા આનંદમાં લીન થાઉં, અને આવો આનંદ
જગતના જીવો પણ પામે.” એવી ભાવના પૂર્વે ભાવી હતી, તે અત્યારે કેવળજ્ઞાન થતાં પૂર્ણ થઈ...ભગવાનને
આત્માની શક્તિમાંથી અચિંત્ય જ્ઞાન ને આનંદ પૂરેપૂરાં ખીલી ગયાં...
જુઓ, ભગવાનની તિજોરીનાં તાળાં ખૂલી ગયાં..ને કેવળજ્ઞાનનાં અનંત નિધાન પ્રગટ્યા.
ઉત્સાહપ્રસંગે બહેનો ગીતમાં ગાય છે કે “તિજોરીના તાળાં ખોલજો” તેમ અહીં તો ભગવાને
ચૈતન્યતિજોરીનાં તાળાં ખોલી નાંખ્યા છે..અને દિવ્યધ્વનિ વડે જગતને એ નિધાન બતાવ્યાં છે.
વૈશાખ સુદ દસમે ભગવાનને કેવળજ્ઞાન થયું...ઈન્દ્રોએ આવીને મહોત્સવ કર્યો...ને સમવસરણ રચ્યું.
દેવો–મનુષ્યો ને તિર્યંચોની સભા ભરાણી. સૌ ભગવાનની વાણી સાંભળવા આતુર હતા..પણ છાંસઠ દિવસ
સુધી ભગવાનની વાણી ન છૂટી. તીર્થંકરોની વાણીનો એવો નિયમ છે કે તેમની વાણી છૂટે ત્યાં ઝીલીને ધર્મ
પામનારા જીવો હોય જ. ભગવાનની વાણી છૂટે ને જીવો ધર્મ ન પામે એટલે કે ભગવાનની વાણી નિષ્ફળ
જાય એમ કદી ન બને. છાંસઠ દિવસ સુધી ગણધરપદને લાયક કોઈ જીવ ન હતા, ને અહીં વાણીનો યોગ પણ
ન હતો. છાંસઠ દિવસ બાદ