Atmadharma magazine - Ank 218
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 23

background image
માગશર: ૨૪૮૮ : ૧૯ :
આજના દિવસે ઈન્દ્રને વિચાર આવ્યો કે ભગવાનની વાણી કાં ન છૂટે? તેણે અવધિજ્ઞાનથી જાણ્યું કે
ગણધરપદને લાયક જીવ હાજર નથી, ને તે લાયકાત ઈન્દ્રભૂતિ–ગૌતમમાં છે; એટલે ઈન્દ્ર પોતે બ્રાહ્મણનું
રૂપ ધારણ કરીને ઈન્દ્રભૂતિને વાદવિવાદના બહાને ભગવાનના સમવસરણમાં તેડી લાવે છે.
સમવસરણમાં દૈવી માનસ્તંભ અને દૈવી વૈભવ જોતાં જ ગૌતમનાં માન ગળી જાય છે; ભગવાન પાસે
નમી જાય છે, અને ત્યાં દિવ્યધ્વનિ છૂટતાં ગણધરદેવ તે ઝીલીને બાર અંગની રચના કરે છે, તે આજનો
દિવસ છે.
ભગવાનના દિવ્યધ્વનિને ઝીલીને ગૌતમસ્વામીએ જે બાર અંગની રચના કરી તેની પરંપરામાં
ધરસેનાચાર્યદેવને અમુક જ્ઞાન મળેલું, તે તેમણે પુષ્પદંત–ભૂતબલિએ બે મુનિઓને આપ્યું, ને તેમણે તે
षट्खंडागम રૂપે રચ્યું. જે હજાર વર્ષોથી તાડપત્ર ઉપર લખેલા હતા, ને આજે હવે છપાઈને બહાર
આવ્યાં છે. આ ઉપરાંત કુંદકુંદાચાર્યદેવને પણ મહાવીર ભગવાનની પરંપરાનું કેટલુંક જ્ઞાન મળ્‌યું હતું
તેમજ પોતે મહાવિદેહમાં જઈને સાક્ષાત્ સીમંધર–પરમાત્માની વાણી સાંભળી હતી,–તેમણે સમયસારાદિ
મહાન શાસ્ત્રો રચ્યાં છે, તેમાં પણ ભગવાનનો ઉપદેશ ગુંથ્યો છે.
જ્યાં મહાવીર ભગવાન વિચર્યાં, જ્યાં ભગવાનનો પહેલવહેલો ઉપદેશ નીકળ્‌યો અને તે ઝીલીને
અનેક જીવો રત્નત્રયધર્મ પામ્યા, તે વિપુલાચલ પર્વત તીર્થં છે, ત્યાંથી ૨૪ મા તીર્થંકરના તીર્થનું પ્રવર્તન થયું
છે. ગણધર ભગવાને બાર અંગરૂપ શાસ્ત્રો પણ ત્યાં જ રચ્યા છે, એટલે શાસ્ત્રની ઉત્પત્તિનું પણ તે
તીર્થસ્થાન છે. અહા! ગણધરદેવની તાકાતની શી વાત? ચાર જ્ઞાનનાં ધારક, શ્રુતકેવળી અને ઉત્કૃષ્ટ
લબ્ધિઓના ધારક ગણધરદેવ એક અંતર્મુહૂર્તમાં બાર અંગની રચના કરે છે, અને મોઢેથી પણ અંતર્મુહૂર્તમાં
બાર અંગ ઉચારી શકે એવી તેમની વચનલબ્ધિ છે. તેઓ તદ્ભવમોક્ષગામી–ચરમશરીરી હોય છે. અહા, ક્્યાં
ક્ષણ પહેલાંનાં ગૌતમ–જેઓ મહાવીરપ્રભુ સાથે વાદવિવાદ કરવા આવતા હતા! અને ક્્યાં ક્ષણ પછીના
ગૌતમ–કે જેઓ ગણધરપદ પામ્યા, ને જેમણે બાર અંગની રચના કરી! ચૈતન્યની અચિંત્ય તાકાત છે. સવળો
પુરુષાર્થ કરતાં તે ક્ષણમાં પ્રગટે છે.
ભગવાનની સભામાં રાજગૃહીના રાજા શ્રેણીક મુખ્ય શ્રોતા હતા, તેમણે ભગવાનના ચરણમાં ક્ષાયિક
સમ્યક્ત્વ પ્રગટ કર્યું હતું અને તીર્થંકરનામકર્મ બાંધ્યું હતું. તેઓ આ ભરતક્ષેત્રે આવતી ચોવીસીમાં પહેલા
તીર્થંકર થશે.
તીર્થંકર ભગવાનની વાણીમાંથી જે શાસ્ત્રો રચાયાં તે પણ તીર્થ છે, કેમ કે તે તરવાનું નિમિત્ત છે.
ગણધરદેવ પણ તીર્થ છે; ગણધર–તીર્થની સ્થાપના પણ આજે થઈ. ભગવાનના પ્રવચનને પણ તીર્થ કહેવાય
છે, તેની ઉત્પત્તિ આજે થઈ, રાજગૃહીનગરમાં પંચશૈલપુર (પાંચ પહાડી) છે, ત્યાં વિપુલાચલ ઉપર સૌથી
પહેલવહેલો દિવ્યધ્વનિ આજના દિવસે છૂટયો હતો. એ રીતે આજનો દિવસ મંગલ છે, શાસનના મહોત્સવનો
મોટો દિવસ છે.
ભગવાનનો ઉપદેશ જીવોને બોધિ અને સમાધિનું કારણ છે; અહીં સમાધિ શતક વંચાય છે તેમાં પણ
એ જ વાત સમજાવે છે.
આત્મતત્ત્વ અમૃતથી ભરેલું છે, પરમ આનંદથી ભરેલું છે; પણ મૂઢ અજ્ઞાની જીવો તેની પ્રીતિ
કરતા નથી ને બહિરાત્મબુદ્ધિથી બાહ્યવિષયોમાં જ કૌતુક કરીને તેમાં પ્રીતિ કરે છે; જ્ઞાનીને તો આત્માના
અતીન્દ્રિય આનંદના સ્વાદ પાસે જગતના બાહ્યવિષયોનું કૌતુક છૂટી ગયું છે.–એ વાત આ ૬૦મી ગાથામાં
પૂજ્યપાદ સ્વામી બતાવે છે–