માગશર: ૨૪૮૮ : પ :
णाणेण दंसणेण य तवेण चरिएण सम्मसहिण्ण।
होहदि परिणिव्वाणं जीवाणं चरितसुद्धाणं।। ११।।
ઉપયોગને અંતરમાં ઊંડો વાળીને ચૈતન્યના શાંતરસને ધર્મી અનુભવે
છે. જેમ કુવામાં ઊંડેથી પાણી ખેંચે છે, તેમ સમ્યક્્ આત્મસ્વભાવરૂપ
કારણપરમાત્માને ધ્યેયરૂપે પકડીને, ઉપયોગને તેમાં ઊંડો ઊંડો ઉતારીને પૂર્ણ
શુદ્ધતા થાય છે; આ રીતથી પરિનિર્વાણ થાય છે. નિર્વાણ એ કોઈ બહારની
ચીજ નથી પણ આત્માની પર્યાય પરમ શુદ્ધ થઈ ગઈ ને વિકારથી છૂટી ગઈ
તેનું નામ જ નિર્વાણ છે.
ભગવાનને મનુષ્યદેહ હતો માટે નિર્વાણ થયું કે
વજ્રઋષભનારાચસંહનન હતું માટે નિર્વાણ થયું–એમ નથી, પણ સમ્યગ્દર્શન–
સમ્યગ્જ્ઞાન–સમ્યક્્ચારિત્ર અને સમ્યક્્તપથી ભગવાન મુક્તિ પામ્યા. આજે
મહાવીર ભગવાન મુક્તિ પામ્યા, તેમનું આ શાસન ચાલે છે. ભગવાન
સમ્યગ્દર્શનપૂર્વક દર્શન–જ્ઞાન અને ચારિત્રથી પરિનિર્વાણ પામ્યા અને એવો જ
ઉપદેશ આપી ગયા છે. ભગવાન પોતાના પરમ આનંદમાં મહાલી રહ્યા છે,
અતીન્દ્રિય આનંદનો અનુભવ કરી રહ્યા છે. આવી નિર્વાણદશાનો આજનો
મંગળ દિવસ છે ને આ નિર્વાણના ઉપાયની ગાથા પણ મંગળ છે. આ રીતે
દીવાળીમાં માંગળિક છે.
જેણે ચૈતન્યમાં જ ઉપયોગ જોડીને બાહ્યધ્યેયથી ઉપયોગને પાછો
વાળ્યો છે એટલે વિષયોથી વિરક્ત થઈને ચૈતન્યના આનંદના દૂધપાકનો
સ્વાદ લ્યે છે, આનંદના અનુભવને ઉગ્ર કરીને સ્વાદમાં લ્યે છે, એવા પુરુષ
નિયમથી ચોક્કસ ધ્રુવપણે નિર્વાણને પામે છે.
જુઓ, આ નિર્વાણનો ધ્રુવમાર્ગ! અંતર્મુખ થઈને જેણે આવો માર્ગ
પ્રગટ કર્યો તે પાછો ફરે નહિ, ધ્રુવપણે તે નિર્વાણને પામે જ. દર્શનશુદ્ધિપૂર્વક
દ્રઢ ચારિત્ર વડે જે જીવ ચૈતન્યમાં એકાગ્ર થાય છે તેને બાહ્યવિષયોથી વિરક્તિ
થઈ જાય છે, એનું નામ જ શીલ છે, ને એવા સમ્યક્્ શીલવાળો જીવ જરૂર
નિર્વાણ પામે છે. ચૈતન્યધ્યેયને ચૂકીને જેણે પરને ધ્યેય બનાવ્યું છે તે જીવને
શીલની રક્ષા નથી, શરીરથી ભલે બ્રહ્મચર્ય પાળતો હોય પણ જો અંદરમાં
રાગની રુચિ છે તો તેને શીલની રક્ષા નથી, તેને દર્શનશુદ્ધિ નથી; તેના
ઉપયોગમાં રાગ સાથે એકતારૂપ વિષયોનું જ સેવન છે. ચૈતન્યસ્વભાવની
રુચિ જેણે પ્રગટ કરી છે ને રાગની રુચિ છોડી છે તેને ચૈતન્યધ્યેયે
બાહ્યવિષયોનું ધ્યેય છૂટી જાય છે. આવું શીલ તે નિર્વાણમાર્ગમાં પ્રધાન છે. એ
રીતે બે ગાથામાં તો દર્શનશુદ્ધિ ઉપરાંત ચારિત્રની વાત કરીને સાક્ષાત્
નિર્વાણમાર્ગ કહ્યો.
હવે એક બીજી વાત કહે છે: કોઈ જ્ઞાની ધર્માત્માને કદાચ વિષયોથી
વિરક્તિ ન થઈ હોય એટલે કે ચારિત્રદશાની સ્થિરતા ન પ્રગટી હોય પણ
શ્રદ્ધા બરાબર છે, ને માર્ગ તો વિષયોની વિરક્તિરૂપ જ છે એમ યથાર્થ માર્ગ
પ્રતિપાદન કરે છે,