: ૧૦ : આત્મધર્મ: ૨૧૯
અરે જીવ! તું દ્રષ્ટિની અને ભેદજ્ઞાનની મહત્તા સમજ!
અજ્ઞાની અંદર ગુણગુણીભેદથી આત્માનું ચિંતન કરતો હોય, તેને એમ લાગે કે હું આત્માનું નિર્વિકલ્પ
ધ્યાન કરું છું, પણ અંદર ભેદના સૂક્ષ્મ વિકલ્પ સાથે તેને એકતાબુદ્ધિ પડી છે, જાણે કે આ વિકલ્પદ્વારા
અભેદનો નિર્વિકલ્પ અનુભવ થશે–એવી બુદ્ધિથી તે વિકલ્પમાં જ અટકેલો છે, એટલે ધ્યાન વખતે પણ તેના
ભાવો અજ્ઞાનમય જ છે.
અને જ્ઞાનીને ક્્યારેક આર્ત્તધ્યાન જેવા પરિણામ આવી જાય, તોપણ અંદર જ્ઞાનને વિકલ્પથી પણ
ભિન્ન અનુભવે છે, આર્ત્તધ્યાનના પરિણામથી જ્ઞાનને જુદું જ જાણે છે, ચિદાનંદતત્ત્વ રાગથી પાર છે તે
શ્રદ્ધામાંથી ખસતું નથી ને ભેદજ્ઞાન એક ક્ષણ પણ છૂટતું નથી, તેથી શ્રદ્ધા અને ભેદજ્ઞાનના બળે તેના બધાય
ભાવો જ્ઞાનમય જ હોય છે.
જુઓ, જ્ઞાની અને અજ્ઞાનીના પરિણામની જાત જ જુદી છે અજ્ઞાનીનું શાસ્ત્રજ્ઞાન કેવું? કે
અજ્ઞાનમય; અજ્ઞાનીને કદાચ વિભંગ અવધિજ્ઞાન થાય, તો તે પણ અજ્ઞાનમય; અજ્ઞાની વ્રત કરે તો તે પણ
અજ્ઞાનમય; અજ્ઞાનીની સામાયિક પણ અજ્ઞાનમય; અજ્ઞાનીનું તપ પણ અજ્ઞાનમય; અજ્ઞાનીનો વૈરાગ્ય પણ
અજ્ઞાનમય; અજ્ઞાનીની પૂજા–ભક્તિ પણ અજ્ઞાનમય; અજ્ઞાનીની જાત્રા કે દાન તે પણ અજ્ઞાનમય; એ
પ્રમાણે અજ્ઞાનીના બધાય પરિણામ અજ્ઞાનમય જ હોય છે, સર્વત્ર તેને રાગની કર્તૃત્વબુદ્ધિ જ પડેલી છે...
ઝેરના પ્રવાહમાંથી તો ઝેર જ આવે; ઝેરના પ્રવાહમાંથી કાંઈ અમૃત ન આવે.
અને જ્ઞાનીના બધાય પરિણામો જ્ઞાનમય જ છે. શાસ્ત્રજ્ઞાન ઝાઝું હો કે ન હો, અવધિ–મનઃપર્યયજ્ઞાન
હો કે ન હો, પણ તેને જ્ઞાનમયભાવો જ છે. વ્રત–તપ–દાન–જાત્રા–વૈરાગ્ય–ભક્તિ–પૂજા વગેરે સમસ્તભાવો
વખતે તેને જ્ઞાનમય પરિણમન વર્તી જ રહ્યું છે. સાકરના પ્રવાહમાંથી તો સાકરની મીઠાસ જ આવે, સાકરના
પ્રવાહમાં કડવાશ ન આવે.
જ્ઞાનીના બધાય ભાવો જ્ઞાનથી જ રચાયેલા છે, ને અજ્ઞાનીના બધાય ભાવો અજ્ઞાનથી રચાયેલા છે.
આ રીતે જ્ઞાની અને અજ્ઞાનીના પરિણમનમાં આકાશપાતાળ જેવો મોટો તફાવત છે. જ્ઞાનીના
જ્ઞાનમયપરિણમનને અજ્ઞાનીઓ ઓળખી શકતા નથી. આ જ્ઞાની આવો રાગ કરે છે–એમ પોતાની ઊંધી
દ્રષ્ટિથી દેખે છે, પણ તે વખતેય જ્ઞાનીનો આત્મા રાગના અકર્તાપણે ચૈતન્યભાવરૂપ જ પરિણમી રહ્યો છે,
તે પરિણમન અજ્ઞાનીને દેખાતું નથી. પોતામાં જ્ઞાન અને રાગની ભિન્નતાનું ભાન નથી એટલે સામા
જ્ઞાનીના આત્મામાં પણ જ્ઞાન અને રાગની ભિન્નતાને તે દેખી શકતો નથી. જો જ્ઞાનીના પરિણમનને
યથાર્થ ઓળખે તો પોતાને ભેદજ્ઞાન થયા વગર રહેશે નહિ. રાગના કર્તૃત્વમાં રહીને જ્ઞાનીની સાચી
ઓળખાણ થતી નથી. ભાઈ, જ્ઞાનીના બધાય ભાવો જ્ઞાનમય જ હોય છે, કેમકે તેણે ચૈતન્યના
અનુભવમાંથી રાગને જુદો પાડી નાખ્યો છે. રાગ રાગમાં છે, ને જ્ઞાનીનો આત્મા તો જ્ઞાનભાવમાં જ
તન્મય છે, તે રાગમાં તન્મય નથી; માટે જ્ઞાનીના બધાય ભાવો જ્ઞાનમય જ છે, ને અજ્ઞાનીના બધાય
ભાવો અજ્ઞાનમય જ હોય છે.
* * * * * *
(એ જ વાત ગાથા ૧૩૦–૧૩૧માં દ્રષ્ટાંતપૂર્વક સમજાવે છે.)
જગતના બધાય પદાર્થો પરિણમનસ્વભાવી છે એટલે ક્ષણે ક્ષણે પરિણમે છે, તો પણ પોતાની જાતિને
છોડીને અન્ય જાતિરૂપે કોઈ પદાર્થ પરિણમતો નથી સોનું અને લોઢું બંને છે તો પુદ્ગલના પરિણામ, છતાં
સોનામાંથી જે કોઈ ભાવો થાય તે બધાય સુવર્ણમય જ થશે, ને લોઢામાંથી જે કોઈ પરિણામ થાય તે બધાય
લોહમય જ થશે. જેના મૂળમાં કારણપણે સોનું છે તેનું કાર્ય પણ સોના રૂપ જ થશે. લોઢારૂપ નહિ થાય; અને
જેના મૂળમાં કારણપણે લોખંડ છે તેનું કાર્ય પણ લોખંડરૂપ થશે. તેમાંથી સોનાના દાગીના નહિં થાય, કેમ કે
કારણ જેવું જ કાર્ય થાય છે. (અહીં કારણ–કાર્ય બંને પર્યાયરૂપ છે.) તેમ અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવમાંથી જે
કોઈ ભાવો થાય તે બધાય અજ્ઞાનમય જ થશે. સમ્યગ્દર્શન જ્ઞાન–ચારિત્ર