પોષ: ૨૪૮૮ : ૧૩ :
(શ્રાવકનાં કર્તવ્યનું વર્ણન)
વીર સં. ૨૪૮૭ના શ્રાવણ વદ ૧૩ થી ભાદરવા સુદ ૧૪
દરમિયાન શ્રી પદ્મનંદી પચ્ચીસીના છઠ્ઠા અધ્યાય ઉપર પૂ. ગુરુદેવનાં
પ્રવચનો; (તેની સાથે વીર સં. ૨૪૭૬માં થયેલાં આ અધિકાર ઉપરનાં
પ્રવચનોનો સાર પણ જોડી દેવામાં આવ્યો છે.) લેખાંક બીજો; અંક નં.
૨૧૭થી ચાલુ:)
‘ઉપાસક’ એટલે આત્માની ઉપાસના કરનાર–સેવા કરનાર
ધર્માત્મા કેવા હોય, અથવા તો વીતરાગી દેવ–ગુરુના ઉપાસક
શ્રાવકો કેવા હોય–તેનું આમાં વર્ણન છે. પહેલી ગાથામાં, વ્રતતીર્થના
પ્રવર્તક શ્રી આદિનાથ ભગવાનને તથા દાનતીર્થના પ્રવર્તક શ્રી
શ્રેયાંસરાજાને યાદ કરીને મંગલાચરણ કર્યું; બીજી અને ત્રીજી
ગાથામાં રત્નત્રય તે ધર્મ છે, ને તે જ મોક્ષનો માર્ગ છે–એમ બતાવ્યું;
ચોથી ગાથામાં તે રત્નત્રયધર્મના આરાધક જીવોના બે ભેદ
બતાવ્યા–નિર્ગ્રંથ મુનિ અને ગૃહસ્થ શ્રાવક; પછી પાંચમી અને છઠ્ઠી
ગાથામાં ધર્માત્મા શ્રાવકોને પણ ધર્મના મૂળ કારણ કહ્યા છે.–તે
સંબંધી વિવેચન ચાલી રહ્યું છે.
દેશવ્રતઉદ્યોતની ૨૦મી ગાથામાં કહ્યું છે કે શ્રાવક ધર્માત્માઓ ગુણવાન મનુષ્યો વડે સંમત છે–
પ્રશંસનીય છે–આદરણીય છે; સજ્જનોએ અવશ્ય તેમનો આદરસત્કાર કરવો જોઈએ. વળી ૨૧મી ગાથામાં
પણ શ્રી પદ્મનંદીસ્વામી કહે છે કે આ દુઃષમકાળમાં જે શ્રાવક ભક્તિસહિત યથાવિધિ ચૈત્ય–ચૈત્યાલય કરાવે
છે તે ભવ્ય સજ્જનો વડે વંદ્ય છે– ‘भव्यः स वंद्यः सताम्।’ જૈનધર્મમાં મુનિઓ તો કાંઈ મંદિર વગેરેનો
આરંભ સમારંભ કરતા નથી; જિનમંદિર બંધાવવા વગેરે કાર્યો શ્રાવકો કરે છે. ધર્માત્મા શ્રાવકો ભક્તિપૂર્વક–
વીતરાગ સર્વજ્ઞ અર્હંત પરમાત્મા પ્રત્યેના બહુમાનથી મોટા મોટા જિનાલયો બંધાવે છે; જુઓને, મૂલબિદ્રિમાં
“ત્રિભુવનતિલકચૂડામણિ” નામનું કેવું મોટું જિનમંદિર હતું? અને શ્રવણબેલગોલમાં બાહુબલી ભગવાનના
કેવા મોટા ભવ્ય પ્રતિમા છે? એવા મંદિરો તથા એવા પ્રતિમાઓ ધર્માત્મા શ્રાવકો ભક્તિપૂર્વક કરાવે છે. ત્યાં
મૂળબિદ્રિમાં લાખો–કરોડો રૂા. ની કિંમતના ઊંચી જાતના હીરા–માણેક–મોતી–નીલમ વગેરે રત્નોના
પ્રતિમાઓ છે તે પણ શ્રાવકોએ કેટલા ભક્તિભાવથી કરાવ્યા હશે? અહીં એકલા રાગની વાત નથી,
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાન ઉપરાંત વીતરાગદેવની ભક્તિ–પૂજાનો આવો ભાવ શ્રાવકને આવે છે, તેની આ
વાત છે. જિનમંદિર બંધાવવાનું, મુનિવરોના દેહની સ્થિતિનું અને દાન વગેરેનું મૂળ કારણ શ્રાવક છે. માટે
ગૃહસ્થોએ સમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક શ્રાવકધર્મ ઉપાસવાયોગ્ય છે. શ્રાવકધર્મનું ય મૂળ સમ્યગ્દર્શન છે