Atmadharma magazine - Ank 219
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
પોષ : ૨૪૮૮ : ૧પ :
એવો ભાવ ઉલ્લસે કે જાણે સાક્ષાત્ ભગવાન જ છે! આ રીતે જિનપ્રતિમાને જિનસારખી કહેવામાં આવી છે.
ભગવાન જેવા નિષ્પરિગ્રહી વીતરાગ છે તેવી જ તેમની પ્રતિમા હોય, તેને વસ્ત્ર કે મુગટ વગેરે હોય નહિ.
આવા વીતરાગ ભગવાનની પ્રતિમા કરાવીને તેના પંચકલ્યાણક વગેરે મહાપૂજા–પ્રભાવનાનો ઉત્સવ પોતાની
ઋદ્ધિના પ્રમાણમાં શ્રાવક કરે. “શક્તિ પ્રમાણે” કહ્યું છે એટલે લાખ રૂા. ની મૂડીમાંથી બે રૂા. વાપરે તો તે
શક્તિ પ્રમાણે ન કહેવાય; ઉત્કૃષ્ટ ચોથો ભાગ, મધ્યમ છઠ્ઠો ભાગ અને ઓછામાં ઓછો દસમો ભાગ તે શક્તિ
પ્રમાણે યોગ્ય ગણવામાં આવ્યો છે. ધર્મપ્રસંગમાં શક્તિ પ્રમાણે દાનાદિ ન કરે ને ધર્માત્મા નામ ધરાવે તો તે
માયાચારી છે–એમ દાન–અધિકારમાં પદ્મનંદીસ્વામીએ જ કહ્યું છે.
વળી, જેમ ભગવાન પ્રત્યે ભક્તિ હોય તેમ ધર્માત્મા પ્રત્યે પ્રેમ અને વાત્સલ્ય હોય, આદર હોય.
ધર્મીને ધર્માત્મા પ્રત્યે પ્રેમ આવ્યા વગર રહેતો નથી. અહો, જે માર્ગને હું આદરું છું તે જ માર્ગને આ
ધર્માત્મા આદરે છે, તે મારા સાધર્મી છે–એમ સાધર્મીને જોતાં જ અંદરથી વાત્સલ્ય ઉભરાય છે. પ્રવચનસારમાં
તથા અષ્ટપ્રાભૃતમાં કુંદકુંદસ્વામીએ તે વાત કરી છે, તેમ જ રત્નકરંડશ્રાવકાચારમાં સમન્તભદ્રસ્વામીએ તે
વાત કરી છે, તેઓ કહે છે કે ‘
न धर्मो धार्मिकैः विना’–ધર્મ ધર્માત્મા વગર હોતો નથી, તેથી ધર્મનો જેને પ્રેમ
હોય તેને ધાર્મિક જીવો પ્રત્યે જરૂર અનુમોદના અને વાત્સલ્ય આવે છે. ધાર્મિક જીવો પ્રત્યે જેને અનુમોદના
નથી તેને ધર્મનો જ પ્રેમ નથી, કેમકે ધાર્મિક જીવોથી જુદો તો ધર્મ છે નહીં.
અહા! જુઓ, આ નિશ્ચય–વ્યવહારની સંધિપૂર્વકનો જિનમાર્ગ! આત્માની વાતો કરે અને આત્માને
છે.।।૬।।
શ્રાવકોએ હંમેશા કરવા યોગ્ય કાર્યો શું છે તે સાતમી ગાથામાં દર્શાવે છે:–
देवपूजा गुरोपास्ति स्वाध्याय संयमस्तपः।
दानश्चेति गृहस्थाणां षट्कर्माणि दिनेदिने।। ७।।
ભગવાન જિનેન્દ્રદેવની પૂજા, નિર્ગ્રંથ ગુરુઓની ઉપાસના, વીતરાગી શાસ્ત્રોની સ્વાધ્યાય, સંયમ,
તપ, અને દાન–આ છ કાર્યો ગૃહસ્થશ્રાવકે હરરોજ કરવા યોગ્ય છે.
જેટલી સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રની ઉપાસના છે તેટલો ધર્મ છે ને તેટલો જ મોક્ષમાર્ગ છે; એવા
ધર્મની ઉપાસના જેને પ્રગટી હોય, અથવા તો પ્રગટ કરવા માગતા હોય તેમને, તે ધર્મના ઉપદેશક અને
આરાધક એવા દેવ–ગુરુ–શાસ્ત્રની ઉપાસનાનો ભાવ પણ જરૂર આવે છે, તેથી તેને શ્રાવકનું કર્તવ્ય કહ્યું છે.