Atmadharma magazine - Ank 219
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૧૬ : આત્મધર્મ: ૨૧૯
નિયમસારમાં તો નિશ્ચયરત્નત્રયને જ નિયમથી કર્તવ્ય કહીને, તેને જ આવશ્યક કર્મ કહેવામાં આવ્યા
છે, ત્યાં રાગને કે વ્યવહારને આવશ્યક કર્મ કહેતાં નથી; એ જ રીતે સમયસારમાં પણ એમ કહ્યું છે કે શુદ્ધ
આત્માની અનુભૂતિ કરવી તે જ આગમનું વિધાન છે તે જ ભગવાનનું ફરમાન છે.–પરંતુ આવું ઉત્કૃષ્ટસ્વરૂપ
જે સમજે તેને તેવો ઉપદેશ દેનારા દેવ–ગુરુ–શાસ્ત્ર પ્રત્યે પરમ વિનય–બહુમાન અને ભક્તિભાવ જાગ્યા વગર
રહે નહિ. તેથી અહીં સમ્યક્શ્રદ્ધા–જ્ઞાનપૂર્વકના શ્રાવકના શુભકર્તવ્યોને પણ આવશ્યક કહેવામાં આવે છે,
શ્રાવકની ભૂમિકામાં તે કાર્ય અવશ્ય હોય છે. કેમકે શ્રાવકની ભૂમિકામાં હજી રાગ તો છે, તો રાગનું વલણ
કઈ તરફ જશે? વીતરાગી દેવ–ગુરુ–શાસ્ત્ર તરફ જ તેનું વલણ જશે. અહીં એમ ન સમજવું કે સમ્યગ્દર્શન
પછી જ આ કર્તવ્યો હોય, ને પહેલાં ન હોય;–સમ્યગ્દર્શન પહેલાં પાત્રતામાં પણ જિજ્ઞાસુજીવને દેવપૂજા,
ગુરુસેવા વગેરે કાર્યો હરરોજ હોય છે. એટલી પણ રાગની દિશા જેને ન બદલે, ધર્મના નિમિત્તો તરફ એટલો
પણ ભક્તિ–બહુમાનનો ભાવ જેને ન આવે તેને તો રાગની મંદતા પણ નથી. તો પછી રાગના અભાવરૂપ
ધર્મને તો તે ક્્યાંથી પામશે? એટલે એનામાં તો ધર્મ પામવાની પાત્રતા પણ નથી. શ્રી પદ્મપ્રભમુનિરાજ
નિયમસારમાં કહે છે કે અરે જીવ! ભવભયને ભેદનારા આ ભગવાન પ્રત્યે શું તને ભક્તિ નથી?–તો તું
ભવસમુદ્રની મધ્યમાં રહેલા મગરના મુખમાં છો. આનો અર્થ કાંઈ એવો નથી કે રાગ તે ધર્મ છે પણ
સંસારના પ્રેમવાળો જેમ સ્ત્રી–પુત્રાદિનાં મોઢાં રોજેરોજ રાગપૂર્વક જુએ છે તેમ ધર્મના પ્રેમવાળો જીવ
વીતરાગતાને પામેલા એવા દેવ–ગુરુ–ધર્માત્માની મુદ્રાનાં દર્શન રોજેરોજ ભક્તિપૂર્વક કરે છે; તેમાં તેને ધર્મનો
પ્રેમ અને બહુમાન પોષાય છે.
ભગવાન એમ કહે છે, ગુરુ પણ એવો જ ઉપદેશ કરે છે ને શાસ્ત્ર પણ એમ જ કહે છે કે, તું તારા
આત્મા તરફ વળ, અમારા પ્રત્યેના રાગથી લાભ માનીને તેના આશ્રયમાં તું અટકીશ નહિ. એટલે જે રાગથી
લાભ માનીને રોકાય તેણે દેવ–ગુરુ–શાસ્ત્રની ખરી ઉપાસના કરી નથી. અહીં તો એવા જીવની વાત છે કે જેણે
સમ્યગ્દર્શન અને સમ્યગ્જ્ઞાનની આરાધના પ્રગટ કરી છે પણ હજી મુનિ દશા પ્રગટ નથી એટલે ગૃહસ્થપણામાં
રહેલ છે.–આવા ધર્માત્માને રોજેરોજ ભગવાનની પૂજા, ગુરુની ઉપાસના, શાસ્ત્રની સ્વાધ્યાય, પોતાની શક્તિ
અનુસાર સંયમ–તપ અને દાન–એ છ કર્તવ્ય હોય છે.
૧. દેવપૂજા: શ્રાવકધર્માત્માનું કર્તવ્ય છે કે રોજે રોજ સવારમાં ભગવાનનાં દર્શન પૂજન કરે. સંસારના
બીજા કાર્યો કરતાં પહેલાં રોજેરોજ પોતાના ઈષ્ટધ્યેયરૂપ સર્વજ્ઞદેવનું સ્મરણ કરીને, તેમના મહિમાનું ચિંતવન
કરે, તેમની પ્રતિમાના દર્શન–પૂજન કરે. ભગવાનની વીતરાગ–પ્રતિમાને પણ ભગવાન સમાન જ ગણવામાં
આવી છે–
कहत बनारसी अलप भवस्थिति जाकी
सोही जिनप्रतिमा प्रमाणें जिनसारखी।
જિનપ્રતિમા તે જિનભગવાન જ છે, અહો! ઉપશાંતરસમાં ઝૂલતી આ જિનમૂદ્રા નીહાળતાં જાણે
ચૈતન્યસ્વભાવનું જ આખું પ્રતિબિંબ હોય! આમ યથાર્થ સ્થાપનાનિક્ષેપ ધર્માત્માને જ હોય છે. અને આ રીતે
ઓળખાણપૂર્વક જે જીવ જિનપ્રતિમાને જિનસમાન સમજે છે તે જીવની ભવસ્થિતિ અલ્પ જ હોય છે,
અલ્પકાળમાં તે મોક્ષ પામે છે. જિનબિંબ કેવા હોય? વીતરાગ હોય; મૌનપણે જાણે વીતરાગતાનો જ બોધ
દેતા હોય! જેમ ભગવાન સર્વજ્ઞદેવ અરિહંત પરમાત્મામાં કાંઈ દૂષણ નથી, તેમને વસ્ત્ર–શસ્ત્ર–આભૂષણ
વગેરે પરિગ્રહ નથી તેમ તેમની પ્રતિમા પણ નિર્દોષ–વસ્ત્રશસ્ત્ર કે આભૂષણ રહિત હોય, જે દુષિત હોય,
વસ્ત્રાદિ પરિગ્રહ સહિત હોય તે ખરેખર અરિહંતની પ્રતિમા નથી. જેમ, સામું મુખ જેવું હોય તેવું જ
અરીસામાં દેખાય તેને પ્રતિબિંબ કહેવાય છે, પણ મુખ હોય માણસનું ને અરીસામાં દેખાય વાંદરાનું મોઢું,
એમ બનતું નથી; તેમ ભગવાન જિનદેવ વીતરાગ છે તેમનું પ્રતિબિંબ (એટલે કે પ્રતિમા) તે પણ વીતરાગ
જ હોય છે; રાગવાળા પ્રતિબિંબને વીતરાગનું પ્રતિબિંબ કહેવાય નહીં.
જુઓ, ભગવાનના દર્શન–પૂજન કરવાનું કહ્યું તેમાં આ રીતે વીતરાગસ્વરૂપે ભગવાનને ઓળખીને દર્શન–