: ૧૨ : આત્મધર્મ : ૨૨૧
અંતર્મુખ થઈને જેઓ શુદ્ધનયનું અવલંબન કરે
છે તેઓ જ મુક્તિ પામે છે; અને જેઓ શુદ્ધનયને
છોડે છે તેઓ જરૂર બંધાય છે. માટે મોક્ષાર્થીએ
શુદ્ધનયનું અવલંબન કરવું,–એવો સંતોનો ઉપદેશ છે;
અને શુદ્ધનયનું અવલંબન કરવું તે જ સર્વે શાસ્ત્રોનો
નિચોડ છે.
* * *
જ્ઞાનીને બંધન નથી થતું–એ શુદ્ધનયનો મહિમા છે. જ્ઞાનીએ શુદ્ધનયનો આશ્રય લીધો છે તેથી ચૈતન્ય
સિવાય અન્ય કોઈ પદાર્થમાં તેને પ્રીતિ–રુચિ નથી, ચૈતન્યને સાધવામાં જ તેનું ચિત્ત લાગેલું છે. અહો,
શુદ્ધનયના અનુભવનો અપાર મહિમા છે. શુદ્ધનય વડે જ્યાં અંતરમાં પરમાત્માના ભેટા થયા ત્યાં આત્મા
પોતે અબંધભાવે પરિણમ્યો, એટલે તે બંધથી વિધુર થયો, તેના બંધન નષ્ટ થયા. રાગમાં એકત્વબુદ્ધિરૂપ
મિથ્યાત્વ તે જ મહાબંધનું કારણ છે. જ્યાં અનુભવના ફણગા ફૂટયા ત્યાં મિથ્યાત્વના બંધન તૂટયા. આવા
અનુભવ વગર વનનો વનચર થઈને અનંતવાર જીવ સંસારમાં રખડયો. અજ્ઞાનીજીવ વનમાં જઈને વસે તો
પણ વનના વનચરમાં ને તેનામાં ખરેખર કાંઈ ફેર નથી. સમ્યક્ આત્મભાન વગર સંસારભ્રમણ માટે નહિ ને
બંધન છૂટે નહિ.
શુદ્ધનય એવા ઉદ્ધત્તજ્ઞાનવાળો છે કે તે કોઈનાથી દબાતો નથી; ઉદ્ધત્તજ્ઞાન કહ્યું તે દોષરૂપ નથી પણ
જ્ઞાનની સ્વાધીનતારૂપ છે; શુદ્ધનય વડે જ્ઞાન એવું સ્વાધીન થયું કે કોઈ પરભાવમાં તે દબાતું નથી, સમસ્ત
પરભાવોથી તે છૂટું ને છૂટું રહે છે. આવું જ્ઞાન ચોથાગુણસ્થાને પણ સમ્યગ્દ્રષ્ટિને હોય છે. પહેલાં
અજ્ઞાનદશામાં જ્ઞાન દબાયેલું હતું, રાગાદિ પરભાવોથી દબાઈ જતું હતું, રાગથી છૂટું રહી શકતું ન હતું પણ
એકત્વબુદ્ધિથી રાગમાં દબાઈ જતું હતું. જ્યાં જ્ઞાને શુદ્ધનયનું અવલંબન લીધું ત્યાં તે એવું ઉદ્ધત્ત–સ્વતંત્ર–
સ્વાધીન થયું કે હવે કોઈથી દબાતું નથી. કર્મનો ઉદય તે જ્ઞાનને પાછું પાડે–એવી તેની તાકાત નથી. ૧૨
અંગનો સાર ને ૧૪ પૂર્વનું રહસ્ય તે જ્ઞાનમાં આવી ગયું છે, જૈનશાસનનો મર્મ તેણે જાણી લીધો છે. તે
જ્ઞાનનું અંતર્મુખ વહન છે, અંતર્મુખસ્વભાવ તરફ તેનું પરિણમન છે. ચૈતન્યભગવાનની ઓથ લઈને તે જ્ઞાન
સ્વતંત્ર થયું છે; કોઈ રાગની, કોઈ કર્મની કે કોઈ પ્રતિકૂળતાની એવી તાકાત નથી કે તે જ્ઞાનને દબાવે.
કોઈથી તે જ્ઞાન દબાતું નથી. જુઓ, આ શુદ્ધનયની તાકાત!! આવો શુદ્ધનય જ્યાં પ્રગટ્યો ત્યાં બંધન દૂર
ભાગ્યા. આ રીતે શુદ્ધનયના અવલંબનમાં વર્તતા જ્ઞાનીને બંધન થતું નથી. બધા શાસ્ત્રોનો સાર શું?–કે
શુદ્ધનયનું અવલંબન કરવું તે; જિનશાસનનો મર્મ શું?–કે શુદ્ધનયનું અવલંબન કરવું તે; મોક્ષનો માર્ગ શું?–કે
શુદ્ધનયનું અવલંબન કરવું તે. શુદ્ધનયે અંતર્મુખ થઈને કારણપરમાત્માને પોતાનું કારણ બનાવ્યું છે, ને તે
કારણના અવલંબને તેને શુદ્ધકાર્ય થવા માંડયું છે. આવું શુદ્ધનયનું અવલંબન તે એક જ સત્કાર્ય છે.
શુદ્ધનયથી ખસીને અશુદ્ધનયનું