ફાગણ: ૨૪૮૮ : ૧૭ :
(માહ વદ ૧૪ના મંગલ પ્રવચનમાંથી)
જેમ નવીન મેઘની વર્ષા થતાં પૃથ્વી પ્રફૂલ્લ બને
તેમ ગુરુ ગગનથી નવીન શ્રુતવર્ષા થતાં શ્રુતતરસ્યા
જિજ્ઞાસુ જીવોના હૈયા એ શ્રુતામૃત ઝીલીને
આનંદવિભોર બન્યા. પ્રવચનોની શરૂઆત સંવર
અધિકારથી થઈ હતી. શરૂમાં ગુરુદેવ કહે: ધર્મની
શરૂઆત સંવરથી થાય છે; આપણે પ્રવચનમાં પણ આજે
‘સંવર’ ની શરૂઆત થાય છે.
આ સમયસારશાસ્ત્ર છે. ‘સમયસાર’ શબ્દ વાચક છે ને ‘શુદ્ધઆત્મા’ તેનું વાચ્ય છે. આ
સમયસારશાસ્ત્ર શુદ્ધઆત્માનું સ્વરૂપ દેખાડે છે. આ દેહ તો જડ તત્ત્વ છે, તેનાથી ભિન્ન, તેને અને પોતાને
જાણનાર એક જ્ઞાનતત્ત્વ અંદર અરૂપી છે, તે સત્ચિત્આનંદસ્વરૂપ છે; અનાદિઅનંત તે સત્ છે; અતીન્દ્રિય
જ્ઞાન અને આનંદ તેનું સ્વરૂપ છે, પણ જીવે પોતાના આવા સ્વભાવની ઓળખાણ પૂર્વે કદી કરી નથી.
આત્માની ઓળખાણ કરવી તે અપૂર્વ ધર્મની શરૂઆત છે ને તેનું નામ સંવર છે.
જેમ લીંડીપીપરના પ્રત્યેક દાણામાં ૬૪ પહોરી તીખાસ થવાની તાકાત છે, તે જ પ્રગટે છે; તેમ પ્રત્યેક
આત્મામાં સર્વજ્ઞ થવાની તાકાત પડી છે. તે સર્વજ્ઞસ્વભાવનું ભાન કરીને, તેમાં લીનતાવડે જેમણે સર્વજ્ઞતા
પ્રગટ કરી, એવા ભગવાન સર્વજ્ઞદેવની વાણીમાં આત્માનું શું સ્વરૂપ કહ્યું છે તેની આ વાત છે. સર્વજ્ઞતા અને
પૂર્ણાનંદની તાકાત ચૈતન્યમાં ભરી છે. ચૈતન્યતત્ત્વ આનંદરસથી પૂર્ણ ભરપૂર છે. વર્તમાન અવસ્થામાં જે
રાગદ્વેષાદિ દોષ દેખાય છે તે ક્ષણિક છે, તે ત્રિકાળીસ્વભાવમાં નથી. ત્રિકાળીસ્વભાવના આશ્રયે તે દોષ ટળી
જાય છે ને નિર્દોષતા પ્રગટે છે. જે દોષ ટાળવા માંગે છે ને નિર્દોષતા પ્રગટ કરવા માંગે છે તે પોતે સ્વભાવથી
દોષરૂપ હોય નહિ. નિર્દોષતા સ્વભાવમાં ન હોય તો નિર્દોષતા આવશે ક્્યાંથી માટે આત્મા નિર્દોષ જ્ઞાન ને
આનંદસ્વરૂપ છે.
હવે આવો જ્ઞાનસ્વરૂપ આત્મા શું કાર્ય કરે તો તેને ધર્મ થાય? તેની વાત આ સંવરઅધિકારમાં છે.
સંવર એટલે ભેદજ્ઞાન, અનંતકાળમાં સ્વ શું ને પર શું, જ્ઞાન શું ને રાગ શું, તેનું યથાર્થ ભેદજ્ઞાન જીવે ક્ષણ
પણ કર્યું નથી. રાગદ્વેષની શુભ અશુભ લાગણી ઊઠે છે તે મારું કાર્ય ને હું તેનો કર્તા–એવી જ્યાં સુધી બુદ્ધિ
રહે ત્યાં સુધી સંસાર પરિભ્રમણ ટળે નહિ. જેમ કાચો ચણો તૂરો લાગે છે પણ તેને સેકતાં તેનો મૂળ મીઠો
સ્વાદ પ્રગટે છે, ને પછી તે ઊગતો નથી, તેમ ચૈતન્યમાં ક્રોધાદિ કષાયોની જે તૂરાશ છે તે તેનો ખરો સ્વાદ
નથી, સમ્યક્–શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્ર વડે તેનો મૂળ મીઠો અતીન્દ્રિય ચૈતન્ય સ્વાદ અનુભવમાં આવે છે. એક
સેકંડ પણ જે ભેદજ્ઞાન પ્રગટ કરે તેને અપૂર્વ શાંતિનો સ્વાદ આવે; તેને ટકોરાની શરૂઆત થઈ જાય.
સુખ બહારમાં નથી, દુઃખ પણ બહારમાં નથી, સુખ અંતરમાં આત્માનો સ્વભાવ છે, ને તેની વિકૃતિ
તે દુઃખ છે. ચૈતન્યનો મૂળસ્વભાવ દુઃખરૂપ નથી. આવા સ્વભાવને જાણીને અંર્તદ્રષ્ટિ વડે નિર્વિકલ્પ
ચિદાનંદસ્વરૂપમાં