Atmadharma magazine - Ank 221
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
ફાગણ: ૨૪૮૮ : પ :
રાગ અને વિકલ્પથી ખસીને અંતરમાં સ્વસંવેદનથી શાંત–નિરાકૂળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ
આવે ત્યારે જીવ જ્ઞાની થયો કહેવાય. ક્ષણે ક્ષણે તે જીવ આસ્રવોથી છૂટતો જાય છે, અને વિજ્ઞાનઘન
થતો જાય છે. સૌથી પહેલા વેદન વખતે ઉત્પત્તિકાળમાં તો નિયમથી નિર્વિકલ્પ શુદ્ધઉપયોગ હોય છે;
પછી તે નિરંતર ન હોય છતાં શુદ્ધપરિણતિ તો સદાય ચાલુ જ રહે છે. સમ્યગ્દર્શનના ઉત્પત્તિકાળે
શુદ્ધોપયોગનું અવિનાભાવીપણું છે, પણ સમ્યગ્દર્શનની સાથે નિરંતર શુદ્ધોપયોગ હોય જ–એવો નિયમ
નથી; નહિતર તો પર તરફ ઉપયોગ જાય ત્યારે સમ્યગ્દર્શન રહે જ નહિ. સમ્યગ્દર્શનની સાથે
શુદ્ધોપયોગ સદાય હોય જ–એમ નથી, પરંતુ સમ્યગ્દર્શન સાથે શુદ્ધપરિણતિ તો સદાય હોય જ છે.
આત્મા જ્યારે સમ્યક્પ્રકારે વિજ્ઞાનઘન થાય ત્યારે જ આસ્રવોથી સમ્યક્પ્રકારે નિવર્તે છે;
સમ્યક્પ્રકારે એમ કહ્યું તે સમ્યગ્દર્શનપૂર્વકનું જ્ઞાન સૂચવે છે. એકલા જ્ઞાનના ઉઘાડથી આસ્રવો અટકતા
નથી; તેમજ એકલા મંદકષાયથી–અશુભપરિણામને રોકવાથી કાંઈ વિજ્ઞાનઘનપણું થતું નથી. એટલે
જીવ જ્યારે સ્વભાવ–સન્મુખ થઈને તેની સમ્યક્પ્રતીતિ કરે છે ત્યારે તેને આસ્રવો અને આત્માનું
યથાર્થ ભેદજ્ઞાન થાય છે, ત્યારે તે વિજ્ઞાનઘન થાય છે અને આસ્રવોથી છૂટો પડે છે. આ રીતે એક
ક્ષણમાં જ જ્ઞાનની અસ્તિ ને આસ્રવોની નાસ્તિરૂપ પરિણમન જ્ઞાનીને વર્તે છે: આવા પરિણામ વડે જ
જ્ઞાની ઓળખાય છે.
અરે જીવ! આનંદસ્વરૂપ આ ચૈતન્યવસ્તુ અંતરમાં પડી છે, તેનો મહિમા તો કર, તેના
અવલોકન માટે વિસ્મય, કુતૂહલ ને અદ્ભુતતા તો કર. ચૈતન્યનો મહિમા લાવીને જેમ જેમ તેમાં જ્ઞાન
ઠરતું જાય તેમ તેમ આત્મા વિજ્ઞાનઘન થતો જાય છે; જેટલો વિજ્ઞાનઘન થાય છે તેટલો આસ્રવોથી
છૂટતો જાય છે, અને જેટલો આસ્રવોથી છૂટે છે તેટલો વિજ્ઞાનઘન થાય છે. સમ્યગ્જ્ઞાન પહેલાં જીવને
અંશે પણ આસ્રવોથી નિવૃત્તિ કહેવામાં આવતી નથી ને જરાપણ વિજ્ઞાનઘનપણું કહેવાતું નથી. ભલે
પંચમહાવ્રત પાળે, હિંસા કરે નહિ, જૂઠું બોલે નહિ, છતાં અજ્ઞાનીને અશુભ આસ્રવોથી પણ નિવૃત્તિ
થઈ–એમ કહેતા નથી; તે આસ્રવોમાં જ વર્તે છે. તેમજ ભલે ૧૧ અંગ ભણ્યો હોય છતાંય અજ્ઞાનીને
જરાય વિજ્ઞાનઘનપણું થયું નથી, તે અજ્ઞાની જ છે. જેણે હજી આત્મા અને આસ્રવોને ભિન્ન જાણ્યા જ
નથી, બંનેના સ્વાદની ભિન્નતા જાણી નથી, તે જીવ આસ્રવોથી પાછો કઈ રીતે વળશે? તે તો
રાગાદિને અને જ્ઞાનને એકમેક સ્વાદપણે અનુભવતો થકો અજ્ઞાનીપણે આસ્રવોમાં જ વર્તે છે.–આ
અજ્ઞાનીને ઓળખવાનું ચિહ્ન છે. તે અજ્ઞાની અનાદિરૂઢ વ્યવહારમાં મૂઢ છે અને પ્રૌઢ વિવેકવાળા
નિશ્ચયમાં અનારૂઢ છે. જ્ઞાની ધર્માત્મા પ્રૌઢ વિવેક વડે શુદ્ધનિશ્ચયમાં આરૂઢ થયા છે ને વ્યવહારનો
આશ્રય છોડી દીધો છે. જુઓ તો ખરા, આ જ્ઞાની અને અજ્ઞાનીની અંતર પરિણતિમાં કેટલો ફેર છે!
એક તો શુદ્ધજ્ઞાનમાં તન્મયપણે પરિણમે છે, અને બીજો રાગાદિ પરભાવોમાં તન્મયપણે પરિણમે છે.
અંદરના વેદનમાં જ્ઞાન અને રાગની ભિન્નતા ભાસવી જોઈએ. ત્યારે ભેદજ્ઞાન અને વિજ્ઞાનઘનપણું
થાય. આ “ભેદજ્ઞાન” તે વિકલ્પરૂપ નથી, તેમાં નિર્વિકલ્પ શ્રદ્ધા, સ્વસન્મુખ જ્ઞાન, અને અંશે
સ્થિરતા–એ ત્રિપુટી સમાઈ જાય છે; શુદ્ધનિર્વિકલ્પ રત્નત્રયને પણ “ભેદજ્ઞાન” કહેવામાં આવે છે. હે
જીવ! અંદરની શાંત–નિર્વિકલ્પ જ્ઞાનગૂફામાં પ્રવેશ કર તો તને આનંદના વેદન સહિત સમ્યગ્દર્શન અને
ભેદજ્ઞાન થાય.
જેને આવું ભેદજ્ઞાન થયું છે તે જ્ઞાનીધર્માત્મા તો પોતે પોતાને પોતાના સ્વસંવેદનથી બરાબર
ઓળખે છે કે મને મહાન જ્ઞાનપ્રકાશ થયો છે, અજ્ઞાન દૂર થયું છે; રાગાદિથી ચૈતન્યનું એવું ભેદજ્ઞાન
થયું છે કે હવે રાગાદિનો અંશપણ કદી મને મારા સ્વભાવપણે ભાસવાનો નથી. આમ જ્ઞાની પોતાનું
તો સ્વસંવેદનથી