ન રહ્યું, એટલે વિકાર ગયો પરમાં, માટે તેને પુદ્ગલનું જ કાર્ય કહી દીધું.
વિકારનું કર્તૃત્વ છૂટી ગયું છે એવા જ્ઞાની ધર્માત્મા રાગને પુદ્ગલનું કાર્ય જાણે છે, એટલે તેઓ રાગમાં તન્મય
થઈને પરિણમતા નથી પણ તેનાથી ભિન્નપણે પરિણમતા થકા તેના જ્ઞાતા જ રહે છે. રાગમાં તન્મયપણે
વર્તે, રાગ અને જ્ઞાનનું ભેદજ્ઞાન પણ ન કરે અને એમ કહે કે ‘રાગ તો પુદ્ગલનું કાર્ય છે’–તો એને તો
પર્યાયનો પણ વિવેક નથી, એને તો જડથી ભિન્નતાનું પણ ભાન નથી. અહીં તો જે જ્ઞાનપણે પરિણમ્યો તે
વિકારનો અકર્તા થયો,–તેની વાત છે.
ભક્તિમાં એમ ગાય કે:
ઉત્કૃષ્ટ એવું પરમેશ્વરપદ માંગવા હું તારી પાસે આવ્યો છું. હું કોઈ બાહ્ય સામગ્રી માગવા, કે ઈન્દ્રપદ
માગવા કે રાગ માગવા તારી પાસે નથી આવ્યો પણ મારું પરમેશ્વરપદ માગવા તારી પાસે આવ્યો છું.
જુઓ, આ લોકોત્તર દ્રશ્ય ભીખારી!–જોવા જેવો ભીખારી!–અંદર દ્રષ્ટિમાં તો બાદશાહનો પણ બાદશાહ
છે ને ચૈતન્યસ્વભાવ પાસે પૂર્ણ પરમાત્મદશારૂપી ભીખ માંગે છે, ને પોતાનો આત્મા જ તેનો દાતા છે
એવું ભાન છે; એટલે આત્મામાં અંતર્મુખ એકાગ્ર થઈને અલ્પકાળમાં પૂર્ણપરમાત્મપદને પ્રાપ્ત કરે છે.
અજ્ઞાની તો વિકાર પાસે ભીખ માંગે છે કે હે શુભરાગ! તું મને ધર્મમાં મદદ દે! પરંતુ વિકારમાં એવી
તાકાત નથી કે તેને નિર્મળપર્યાયરૂપ ધર્મ આપે, એટલે તેને કદી નિર્મળદશા થતી નથી ને ભીખારીપણું
ટળતું નથી.
જ્ઞાનપરિણામનો જ કર્તા જાણે છે. રાગનો કર્તા તે હું નથી, જ્ઞાનનો કર્તા હું છું એમ ધર્મી જીવ પોતાના
આત્માને જ્ઞાનપરિણામમય જ અનુભવે છે. આ રીતે આત્માશ્રિત થતા જે નિર્મળજ્ઞાનપરિણામ તેને જ જે
પોતાના કર્મપણે કરે છે, ને એ સિવાય અન્ય કોઈ ભાવોને પોતાના કરતો નથી તે જ આત્મ જ્ઞાની છે–એમ
ઓળખવું. એમ ઓળખીને પોતાના આત્મામાં પણ રાગાદિનું કર્તૃત્વ છોડીને નિર્મળજ્ઞાનભાવના કર્તાપણે
પરિણમવું–એમ તાત્પર્ય છે.