સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. વ્યવહારનયનો વિષય ભેદ અને રાગ છે તેના આધારે
સમ્યગ્દર્શન ત્રણકાળમાં થઈ શકે નહિ.
બીજાને નહિ મારવાના, દાન દેવાના વગેરે શુભભાવ પુણ્ય તત્ત્વ છે. મારવા કે
હેરાન કરવાના ભાવ તે પાપભાવ છે, તે બન્ને મલિનભાવ છે. પુણ્ય–પાપની
લાગણીમાં એકત્વબુદ્ધિ કરવી તે હિંસા છે, તેમાં એકાગ્ર થયે અહિંસાધર્મ થાય
નહિ. ધર્મીજીવને ભૂમિકાનુસાર શુભાશુભભાવ આવે છે; પણ તેને તે બંધનું કારણ
માને છે.
સોપાન છે.
ધ્રુવસ્વભાવમાં પુણ્યપાપનો પ્રવેશ નથી. શુદ્ધનયના વિષયભૂત શુદ્ધઆત્માનું શ્રદ્ધાન
કરે તે સમ્યગ્દર્શન છે. ધ્રુવસ્વભાવની દ્રષ્ટિ થઈ ત્યારથી શ્રદ્ધા અપેક્ષાએ તે સંસારથી
–વ્યવહારની રુચિથી મુક્ત જ છે.
નવતત્ત્વના ભેદવડે આત્માને અનેક પ્રકારે ઓળખાવે છે પણ શુદ્ધનયથી જોતાં
આત્મામાં ચૈતન્યજ્યોતિપણું સદાય એકરૂપ છે. દેહ; ઈન્દ્રિયો અને પુણ્યપાપની
લાગણીથી પાર આત્મા પૂર્ણજ્ઞાનઘનપણે જ સદા પ્રકાશમાન છે, પણ રાગની ક્રિયા
ઉપર જેની દ્રષ્ટિ છે તેને તે જ્ઞાનસ્વરૂપે દેખાતો નથી.
વિકલ્પની આડમાં એટલે કે વ્યવહારના પ્રેમમાં પૂર્ણ ચૈતન્યસ્વરૂપી આત્મા છે,
છતાં તે દેખાતો નથી એટલે કે પ્રતીતિમાં–અનુભવમાં તે આવતો નથી. ભગવાન
આત્મા ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ ચૈતન્યબિમ્બ છે, નવતત્ત્વના વિકલ્પવડે તે અનેકરૂપ
દેખાવા છતાં રાગાદિરૂપે નથી. શરીરરૂપે નથી તથા તેને આધીન પણ નથી.