Atmadharma magazine - Ank 223
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 48

background image
: ૧૦ : આત્મધર્મ વૈશાખ : ૨૪૮૮
ચાખવાથી અને ઉકાળવાથી પાણીથી ભિન્ન અને ખારાશમાત્રથી એકાકારપણે
તે અનુભવી શકાય છે તેમ આત્મા શુદ્ધનયવડે દેહ અને રાગાદિથી જુદો
અનુભવી શકાય છે–તેવી અંતરદ્રષ્ટિ થવી તે સમ્યગ્દર્શન છે.
૧૦ भूयत्थेणाभिगदा जीवाजीवा य पुण्णपावं च।
आसवसंवरणिज्जरबंधो मोक्खो य सम्मतं।। १३।।
ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ, વળી પુણ્ય–પાપને આસ્રવ, સંવર,
નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે. ૧૩
શુદ્ધનયથી જાણેલા જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા,
બંધ અને મોક્ષ સમ્યક્ત્વ છે. આ જીવાદિ નવતત્ત્વોમાંથી અનાદિ–અનંત એક
જ્ઞાયકસ્વભાવને જુદો તારવવો તે ભૂતાર્થથી (નિશ્ચયથી) સમ્યગ્દર્શન છે.
આત્માને જ જીવ કહેવાય છે, જ્ઞાન, દર્શન, સુખ અને સત્તા
(–અસ્તિત્વ) રૂપી ભાવપ્રાણવડે ટકવાની અપેક્ષાએ તેને જીવ કહેવાય છે;
અને અતતીતિ–ગચ્છતીતિ–સદાય જાણે અને પરિણમે છે તે અપેક્ષાએ તેને
આત્મા કહેવાય છે. આત્મા શક્તિ અપેક્ષાએ શુદ્ધ છે પણ વર્તમાનદશામાં
વિકાર છે. જો વર્તમાનદશામાં પણ તે તદ્રન શુદ્ધ હોય તો તેને પરમાનંદનો
પ્રગટ અનુભવ હોવો જોઈએ.
૧૧. આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદ શાંતરસથી પૂર્ણ છે, વ્યવહારનયથી તેને
નવતત્ત્વના અનેક ભેદરૂપે બતાવ્યો છે, તે નવમાંથી શુદ્ધનયવડે તેનો
(પૂર્ણજ્ઞાનઘન સ્વભાવનો) અભેદ–એકરૂપ અનુભવ કરવો તે સમ્યગ્દર્શન છે.
સમ્યગ્દર્શનનો વિષય જે ત્રિકાળી આત્મા છે તેને જાણ્યા વિના, અનુભવ કર્યા
વિના શુદ્ધતાનું થવું, વધવું કે ટકવું, બને નહિ.
૧૨. હું જીવ છું, મારાથી ભિન્ન બીજા અનંત જીવ–અજીવ છે તે
તેનાથી છે, મારાથી નથી. તેનાં દ્રવ્ય, ગુણ, પર્યાય તેનાથી છે, તેનામાં છે.
તેમાં મારો બિલકુલ અધિકાર નથી. જડનું, શરીરનું, હાથપગનું કામ
આત્મા કરી શકે નહિ, કેમકે તે અજીવ–જડપદાર્થ સત–વિદ્યમાન જગતનાં
સ્વતંત્ર–તત્ત્વો છે.
સિદ્ધ કરે છે. તેના સ્પર્શ, રસ, ગંધ, વર્ણાદિ ગુણ અને તેની પરિવર્તન પામતી
પર્યાયો તે તેનાથી છે, આત્માને આધીન તે કદી નથી. એની વ્યવસ્થા તે કરે
છે, તેના વડે ને તેના આધારે તે થાય છે, આવું વસ્તુસ્વરૂપ ન માનતાં એનાં
કાર્ય હું કરું, હું હોઉં તો તેનું કાર્ય થાય.–એમ જે માને છે તેને વ્યવહારથી પણ
અજીવતત્ત્વની શ્રદ્ધા નથી અજ્ઞાની પરપદાર્થનું