Atmadharma magazine - Ank 223
(Year 19 - Vir Nirvana Samvat 2488, A.D. 1962).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 48

background image
વૈશાખ : ૨૪૮૮ આત્મધર્મ : ૧૧ :

કર્તાપણું માની અભિમાન કરે પણ પરનું તે કાંઈ કરી શકતો નથી. કેમકે જડ–
પુદ્ગલ પરમાણુ કાયમી તત્ત્વ જગતમાં છે. તે તેનાપણે ટકીને, તેની તાકાતથી
નવી–નવી અવસ્થાપણે બદલ્યા કરે છે.
૧૪. જેના બે ટુકડા શસ્ત્રથી પણ ન થાય, જ્ઞાનમાં પણ જેના બે ભાગ
ન કલ્પી શકાય તેને પરમાણુ કહે છે, તે એકેક પરમાણુમાં સ્વતંત્ર અનંતી
તાકાત છે. તેઓ સ્વયં પલટીને શરીરાદિરૂપે થાય છે. તેનું કોઈ કાર્ય આત્મા
કરી શકતો નથી અને તેઓ એક સમય પણ તેના કાર્ય (પરિણમન) માટે
કોઈની રાહ જોતાં નથી. આમ સ્વ–પરની ત્રિકાળ સ્વતંત્રતા કબૂલે તો જે જ્ઞાન
પરમાં કર્તા–ભોક્તાપણું, સ્વામીપણું, પરથી સુખી–દુઃખી થવાપણું માની
અજ્ઞાનવડે રાગમાં રોકાતું હતું તે જ જ્ઞાન પરથી ભિન્ન અનંતગુણનો જે પિંડ
છે ને જેમાં બેહદ પ્રભુતા પડી છે તેવા આત્મામાં જોડાણ કરે તો અતીન્દ્રિય
આનંદનો અનુભવ થાય.
સ્વ–પરનું ભેદજ્ઞાન જેને નથી તે જીવ હું બીજાને સુખી–દુઃખી કરી શકું
છું, બીજા મને સુખી–દુઃખી કરી શકે છે હું બીજાને મારી–જીવાડી શકું છું ને
બીજા મને મારી–જીવાડી શકે છે, એમ માને છે. તે જીવ ચૈતન્યતત્ત્વને
પોતાપણે નહિ માનતો શરીરને પોતાપણે માને છે; અને દયા, દાન, પૂજા, સેવા
આદિ રાગની ક્રિયાને ધર્મ માને છે; અને એ જ સંસારનું મૂળિયું છે.
૧પ. રાગની રુચિવાળો જીવ પુણ્ય–પાપને કરવા જેવા માને છે તેથી
તેને નવતત્ત્વમાંથી એકપણ તત્ત્વની સાચી સમજણ નથી. પર પ્રાણી પ્રત્યે
દયાનો ભાવ અથવા દાનાદિનો ભાવ થવો તે પુણ્યતત્ત્વ છે, હિંસા, જૂઠ, ચોરી,
કુશીલાદિ ભ
વ તે પાપતત્ત્વ છે, બંને મલિનભાવ ભાવઆસ્રવ છે, તેનાથી
નવાં કર્મ આવે તે દ્રવ્ય (જડ) આસ્રવ છે. પુણ્ય આસ્રવ પણ બંધનું કારણ છે.
તેમ ન માનતાં તેને ધર્મનું, સંવર–નિર્જરા–મોક્ષનું કારણ માને તેને નવતત્ત્વની
ખબર નથી. શુભરાગથી કદી પણ સંવર ન થાય.
૧૬. અજ્ઞાની કુયુક્તિથી દ્રષ્ટાંત આપે છે કે–કાંટાવડે કાંટો નીકળે છે,
અથવા એરંડિયું પીએ તો અંદરનો મળ નીકળે ને એરંડિયું પણ નીકળી જાય.
માટે પ્રથમ પુણ્ય કરો, શુભરાગ કરતાં કરતાં પ્રથમ પાપ ટળશે ને પછી પુણ્ય–
પાપ ટળી જશે તો તે સત્યનો ઘાત કરનાર દ્રષ્ટાંતભાસ છે. સંસારની
રુચિવાળાને રાગની વાત જ ગોઠે છે.
સમ્યગ્દર્શન થયા પહેલાં વિકલ્પવડે નવ તત્ત્વનું સ્વરૂપ યથાર્થપણે
જાણવું જોઈએ. નિર્જરામાં શુદ્ધાત્માના આલંબનવડે અંશે શુદ્ધિની વૃદ્ધિ અને
અશુદ્ધિની હાનિ થાય છે; અને