મોક્ષમાં આત્માના પરિપૂર્ણ આલંબનવડે સંપૂર્ણ શુદ્ધતા પ્રગટે છે. એમ
વિકલ્પથી નક્કી કરી, જેમ છે તેમ નવ તત્ત્વોને જાણે તો પણ તે સમ્યગ્દર્શન
નથી.
૧૭. જીવ પૂર્ણજ્ઞાનઘન છે. તેને શુદ્ધનયથી જાણ્યે સમ્યગ્દર્શન છે. જ્યાં
સુધી આ જીવ શુદ્ધનયવડે નિર્વિકલ્પ અનુભવથી આત્માને ન જાણે ત્યાં સુધી
રાગમાં, ભેદમાં અને પરમાં મમતા કર્યા કરે છે. જીવની પર્યાય જડથી જુદી છે–
સ્વતંત્ર છે અને જડ (અજીવ) ની પર્યાય જીવથી ત્રણેકાળે જુદી છે સ્વતંત્ર છે–
અજીવથી જીવની પર્યાય નથી. અને જીવથી અજીવની પર્યાય નથી.
શુભાશુભરાગ જીવની પર્યાયનો અંશ છે, રાગ રહિત અંશે શુદ્ધતા તે સંવર–
નિર્જરા છે અને પૂર્ણ શુદ્ધતા તે મોક્ષ છે એમ બરાબર સ્વીકારે છતાં એ રાગ
છે.
૧૮. જ્યારે ભેદને ગૌણ કરી, ભૂતાર્થદ્રષ્ટિથી એક ધ્રુવસ્વભાવને જાણે
ત્યારે નવતત્ત્વના જ્ઞાનને વ્યવહારનય–વ્યવહારજ્ઞાન કહેવામાં આવે છે.
નવતત્ત્વની ભેદવાળી શ્રદ્ધા તે શુભરાગ છે. તેનો ભૂતાર્થદ્રષ્ટિમાં અભાવ છે.
શુદ્ધનયનો વિષય એકરૂપ શુદ્ધાત્મા છે તેને કોઈપણ વિકલ્પની અપેક્ષા નથી.
૧૯. રાજા ગાદીએ બેઠા પછી હું રાજા છું એમ શું તે ગોખતો હશે? તેને
તો પ્રત્યક્ષ હું રાજા જ છું એવો અનુભવ છે, ધનવાન થયો તેને હું નિર્ધન નથી
એમ ગોખવું પડતું નથી. તેમ ત્રિકાળી જ્ઞાયક ઉપર જેની દ્રષ્ટિ એકાગ્ર થઈ તે
જીવ વિકલ્પનો કર્તા થતો નથી. જ્ઞાનીને નવતત્ત્વના વિકલ્પ આવે ખરા પણ
તે વ્યવહારે જ્ઞાનનું જ્ઞેય છે. વ્યવહારનો અભેદ સ્વભાવમાં પ્રવેશ નથી.
૨૦. પરનું કોઈ કાર્ય આ જીવને આધીન નથી. શરીરની ક્રિયામાં
આત્માનો વ્યવહાર નથી. વ્યવહારથી પણ શરીરની અવસ્થા જીવ કરી શકતો
નથી, જો કરી શકતો હોય તો તેમાં અપવાદ ન હોય. કોઈને લકવા થાય તે
વખતે શરીરની ક્રિયા કરવાની ઘણી ઈચ્છા હોય છતાં પણ શરીરની ક્રિયા ન
થાય. તેનો અર્થ એ થયો કે જીવ પોતામાં જ્ઞાન કરી શકે, શુદ્ધતા અથવા
અશુદ્ધતા પોતાની વર્તમાન પર્યાયમાં કરી શકે–પણ પરનું તો કાંઈ જ ન કરી
શકે. એ સિદ્ધાંતમાં અપવાદ નથી છતાં જેને એવો ભ્રમ છે કે પરનું હું કરી શકું
છું તેણે જીવ–અજીવને સ્વતંત્ર માન્યા નથી. બેને જુદા ન માનતાં એક માની
મફતનો કર્તાબુદ્ધિ કરે છે તે દુઃખી થાય છે.
૨૧. રાગાદિ અશુદ્ધભાવ જીવના અસ્તિત્વમાં પર્યાયમાં થાય છે–તે કરે
તો થાય અને ન કરે તો ન થાય એમ પ્રથમ વર્તમાન વિકારીભાવની
સ્વતંત્રતા કબૂલ કરી તે ક્ષણિક–વિકારથી ત્રિકાળી સ્વભાવને જુદો અનુભવવો
તેનું નામ સમ્યગ્દર્શન છે. નવતત્વના ભેદથી ભિન્ન આત્માને શુદ્ધનયવડે
એકરૂપ જાણવો તે સત્યાર્થ છે.
૨૨. રાગ તે હિંસા છે, રાગરહિત ત્રિકાળી સ્વભાવને શ્રદ્ધામાં લેવો તે
અહિંસા છે અને