વૈશાખ : ૨૪૮૮ આત્મધર્મ : ૧પ :
૩૪. ૧૮ દોષ રહિત સર્વજ્ઞદેવને પૂર્ણ શુદ્ધતા પ્રગટી તે મોક્ષ છે:–
મોક્ષ કહ્યો નિજ શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકલમાર્ગ
નિર્ગ્રંથ.’
પૂર્ણ એકરૂપ આત્મવસ્તુ ઉપર દ્રષ્ટિ દીધા વિના સમ્યગ્દર્શન ન થાય,
ભેદરૂપ વિષયને લક્ષમાં ન લેતાં અંદર ત્રિકાળી જ્ઞાયક સામાન્ય ઉપર દ્રષ્ટિ દઈ
એકાગ્ર થતાં સમ્યગ્દર્શન થાય છે.
આત્માની એક સમયની અવસ્થામાં વિકારની યોગ્યતા છે. કોઈ તેને
વિકાર કરાવી દ્યે–એમ બને નહિ, અને એકલા સ્વવિષયમાં સ્વલક્ષે અનેકભેદ
પુણ્યપાપ વગેરે બને નહિ.
તેમાં વિકારી થવા યોગ્ય યોગ્યતા જીવનની પર્યાયમાં લેવી અને વિકાર
કરનાર તે નિમિત્તપણું જડ કર્મમાં લેવું. દયા–દાનાદિના શુભ ભાવ તે
ભાવપુણ્ય છે અને તેમાં નિમિત્તરૂપ અજીવકર્મ તે વિકાર કરનાર દ્રવ્યપુણ્ય છે.
શુભરાગ થવામાં તો જૂના મોહકર્મનો ઉદય જ નિમિત્ત છે. ને તે તો પાપકર્મ
છે. છતાં જીવ તેને અનુસારે પરિણમતો નથી પણ પોતાની સ્વતંત્ર યોગ્યતાથી
જ શુભરાગ (ભાવપુણ્ય) કરે છે. તેથી મોહકર્મના ઉદયને દ્રવ્યપુણ્યનો આરોપ
અપાયો–એમ આમાંથી સાબિત થાય છે. કર્મનો જેવો ઉદય આવે તે અનુસાર
‘ડિગ્રી ટુ ડિગ્રી’ જીવમાં વિકાર થાય એ માન્યતા ખોટી છે.
૩૬. જીવની પર્યાયમાં પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને
મોક્ષ એ સાત ભેદ પડે છે તે નિમિત્ત વિના–નિમિત્તના આશ્રય વિના ન પડે.
અને તે ભેદના લક્ષે અંતરમાં જવાની અભેદ દ્રષ્ટિ થતી નથી. ભેદરૂપ
વ્યવહારના આશ્રયે સમ્યગ્દર્શન ન થાય. એકલા ભેદનો અનુભવ કરનાર
મિથ્યાદ્રષ્ટિ છે. જીવની વર્તમાન દશામાં નવ પ્રકારના ભેદની યોગ્યતાની
સ્વતંત્રતા ન કબૂલે ત્યાં સુધી તેને નિર્વિકલ્પ અભેદ અનુભવ અને શુદ્ધની
શ્રદ્ધા સન્મુખ થવાની પાત્રતા આવે નહિ.
૩૭. દરેકમાં જુદી જુદી યોગ્યતા હોય છે ને તે સ્વતંત્ર હોય છે. જેમ
દીવાસળીના લાકડાનો એક છેડો ગરમ થતાં બીજો છેડો ગરમ ન થાય, પણ
લોખંડના સળિયાનો એક છેડો ગરમ થતાં બીજો છેડો ગરમ થાય. મોટું
વજનદાર લાકડું પાણીમાં તરે ને લોઢાની નાની કટકી બૂડે તેનું કારણ શું? કે
તેની તે પ્રકારની સ્વતંત્ર યોગ્યતા; તેમ આત્મામાં પુણ્ય–પાપ, આસ્રવ, સંવર,
નિર્જરા, બંધ અને મોક્ષરૂપ અવસ્થા ઉત્પન્ન થાય છે. તે તેની વર્તમાન
પર્યાયની તે પ્રકારની યોગ્યતા છે.
૩૮. વર્તમાન વ્યક્તદશાની સ્વતંત્રતા કબૂલે તો પછી તેનો નકાર કરી
તે વ્યક્તદશા જેટલો જ હું નથી પણ હું તો ત્રિકાળી એકરૂપ શુદ્ધ જ્ઞાનઘન છું.
એમ અંર્તઅનુભવની અભેદદ્રષ્ટિ કરી શકે; પણ જે વર્તમાન વ્યક્ત વિકારની
સ્વતંત્રતા ન માને તે ત્રિકાળી અવ્યક્ત અખંડ નિર્વિકારને કેમ કબૂલી શકે? ન
જ કબૂલી શકે.